નિરંજન મહેતા

दुःख हो या सुख, जब सदा संग रहे ना कोई
फिर दुःख  को अपनाए, के जाए तो दुःख ना होए

 

राही मनवा दुःख की चिंता क्यों सताती है
दुःख तो अपना साथी है
सुख तो है एक छांव ढलती आती है जाती है
दुःख तो अपना साथी है

 

दूर है मंजिल दूर सही, प्यारा हमारा क्या कम है
पग में कांटे लाख सही पर सहांरा क्या कम है
हम राह तेरे कोई अपना तो है
हम राह तेरे कोई अपना तो है

दुःख हो कोई तब जलते है, पथ के दीप निगाहों में
इतनी बड़ी इस दुनिया की लम्न्बी अकेली राहो में
राही मनवा दुःख की चिंता क्यों सताती है
दुःख तो अपना साथी है

એ તો સર્વવિદિત છે કે સુખ અને દુઃખ જોડિયા ભાઈ સમાન છે પણ બન્ને સાથે નથી આવતા. ક્યારેક સુખ તો તેની પાછળ દુઃખ આવે છે. પણ સામાંન્ય રીતે દુઃખ આવે ત્યારે આપણે રોદણા રોવા માંડીએ છીએ. એક પછી એક આવવાના તે જાણવા છતાં આમ થઇ જ જાય છે.

૧૯૬૪ની ફિલ્મ ‘દોસ્તી’ બે દોસ્તોની વાર્તા છે જેમાં એક અપંગ છે તો બીજો પ્રજ્ઞાચક્ષુ. પણ જ્યારે કોઈ કારણસર અપંગ દુઃખી હોય છે અને નિરાશ થાય છે ત્યારે તેનો પ્રજ્ઞાચક્ષુ મિત્ર એક દોસ્તને નાતે તેને સુખદુખનાં ચક્રની વાત કહે છે અને કહે છે કે આપણા જેવા માટે તો દુઃખ જ આપણો સાથી છે તો તું શા માટે ચિંતા કરીનને દુઃખી થાય છે? કારણ સુખ તો એક ઢળતી સાંજ જેવું છે જે આવે છે ને જાય છે પણ આપના માટે તો દુઃખ જ આપણું સાથી છે.

તે આગળ જણાવે છે કે આપણી મંઝીલ ભલે દૂર હોય, એકબીજાના પ્યાર અને સહારા શું કમ છે? તે છે તો આ દુઃખની શું વિસાત? દુઃખ આવે છે ત્યારે આપણી નજરમાં આ વિશાળ દુનિયાના એકલ લાંબા રાહમાં રાહના દીપ પ્રજ્વલિત થાય છે એટલે તને દુઃખની ચિતા કેમ સતાવે છે? તે તો આપણું સાથી છે.

બે યુવા મિત્રો સુધીરકુમાર અને સુશીલકુમાર દ્વારા જીવનની આ ફિલસુફી ગીતકાર મજરૂહ સુલ્તાનપુરીએ સુંદર રીતે આલેખી છે. મધુર સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે જેને સ્વર આપ્યો છે રફીસાહેબે.

આજે પણ આ ગીત તરોતાજા છે તેની આ ફિલસુફીને કારણે.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com