ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
નેતાજીના જીવન પર શ્યામ બેનેગલ દિગ્દર્શીત ફિલ્મ ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ: ધ ફરગોટન હીરો’ જોવા મળેલી. એ અગાઉ ફિલ્મીસ્તાનની ‘સમાધિ’ (૧૯૫૦) ફિલ્મમાં ‘આઝાદ હિંદ ફૌજ’ને સાંકળતી કથા હતી. આ જ વરસે ન્યૂ થિયેટર્સની ફિલ્મ ‘પહલા આદમી’ રજૂઆત પામી હતી. તેમાં પણ પૃષ્ઠભૂમિ તરીકે નેતાજીની વાત હતી.

બિમલ રોય દિગ્દર્શીત આ ફિલ્મમાં સ્મૃતિ બિશ્વાસ, બલરાજ વીજ, પહાડી સન્યાલ, આશિતા બોઝ જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મનાં કુલ અગિયાર ગીતો હતાં. આ ફિલ્મના કેટલાક ગીતોના ગીતકાર અને ગાયક વિશે હરમંદીરસીંઘ ‘હમરાઝ’ના ગીતકોશમાં માહિતી ઉપલબ્ધ નથી. ગીતકોશ મુજબ આ ગીતો પ્રકાશ બી.એ., શ્યામલ ગુપ્તા, અનંત કૃષ્ણન અને દેશરાજ – એમ ચાર ગીતકારો વચ્ચે વહેંચાયેલાં હતાં, જ્યારે ફિલ્મના ટાઈટલમાં ગીતકાર તરીકે ફ્લાઈટ લેફ્ટનન્ટ પ્રકાશ (એક્સ.આઈ.એન.એ.)નું જ નામ છે, તેમ જ ગીતકારોનો કોઈ ઉલ્લેખ નથી.
ફિલ્મમાં સંગીત હતું રાયચંદ બોરાલનું.

‘તારોં કી રોશની મેં દુનિયા નઈ બસાયેં‘ (સંધ્યા મુખરજી, અપરેશ લાહિરી), ‘પ્રેમ હૈ દુ:ખ કી જ્વાલા‘ (સંધ્યા મુખરજી, અપરેશ લાહિરી), ફિર બઢી વો રાજદુલારી (ગૌરી મિત્ર, અલી હુસેન), મૈં નેનન નીર બહાઉં (ગૌરી મિત્ર, અલી હુસેન), ‘અશ્કોં મેં છીપી ઉલ્ફત કી કહાની હૈ‘ (સંધ્યા મુખરજી), ‘કૌન કહતા હૈ તસવીર તુમ્હારી’ (સંધ્યા મુખરજી), ‘સુભાષજી સુભાષજી, વો હિન્દ શેર આ ગયે’, ‘ભારત કે જાંનિસારો, સુનો દેશ કી પુકાર‘, ‘ક્યોં ન ગીત ખુશી કે ગાયેં‘ (અલગ અલગ ચાર હિસ્સામાં), ‘હે ખુશનુમા હિમાલય‘ અને ‘બંગ દેશ કા શેર ચલા’. આમાંના છેલ્લા પાંચ ગીતોના ગાયક વિશેની માહિતી ઉપલબ્ધ નથી.
આ ગીતો પૈકી ‘બંગ દેશ કા શેર ચલા…’ ગીતને ટાઈટલ સોન્ગ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.
આ ગીતમાં સુભાષચંદ્ર બોઝની જીવનકથા કહેવાયેલી છે. તેના અમુક શબ્દો બરાબર સમજાતા નથી. ત્યાં **** નિશાની કરી છે. કોઈ મિત્ર તે ઊકેલી આપશે તો અહીં તે ઉમેરી દઈશ.
ગીતના શબ્દો આ મુજબ છે.
भारत के संतान सुनो, नेता की वीर कहानी
बंग देश का शेर चला जब साफा बांध पठानी
भारत के संतान सुनो, नेता की वीर कहानी
जानकीनाथ नाम पिता का, प्रभावती थी माई
बंग देश ने*********नाम था सुभाष*******
विद्या पाई कलकत्ते में, पढने गया विलायत
आई.सी.एस.में पास हुआ फिर लौटा वापस भारत
पर आझादी के दिवाने को न गुलामी भायी
तब स्वतन्त्रता आंदोलन में उसने हाथ बटाई
बापु का प्यारा बेटा….प्यारा बेटा, कई बार जेल हो आया
छूटकर उसने राष्ट्रपति का सच्चा गौरव पाया…सच्चा गौरव पाया
************उसने भारत को आझाद कराने की दी ठानी
भारत के संतान सुनो, नेता की वीर कहानी
सन उन्नीससो ईकतालीस माह जनवरी भारी
एक बजके पचीस मिनट पर निकला वो सौदाई
बर्लिन में एक फौज खडा कर बर्मा कदम बढाया
दो जुलाई सन तैंतालीस सींगापुर मेंं आया
आकर आझादी की उसने ऐसी बिगुल बजा दी
दिया देश को नया संदेशा आझादी की
भारत के संतान सुनो, नेता की वीर कहानी
અહીં આપેલી લીન્કમાં આ ગીત સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
