નિરંજન મહેતા

૯૩ વર્ષની જૈફ ઉંમરે પણ નૃત્ય કરતા નથી અચકાતા તે વૈજયંતિમાલા માટે ઘણું બધું કહી શકાય. ન કેવળ હિંદી ફિલ્મો પણ અન્ય ભાષાની ફિલ્મોમાં પણ તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અદાકારી બખૂબી નિખારી છે.

વૈજયંતિમાલા માટે મોટા ભાગના ગીતો તો લતાજીએ ગાયા છે પણ કેટલીક ફિલ્મોમાં અન્ય ગાયિકાઓએ પણ તેમને માટે ગીતો ગાયા છે જે અહી રજુ કર્યા છે.

સૌ પ્રથમ એમની અત્યંત જાણીતી ૧૯૫૪ની ફિલ્મ ‘નાગિન’નાં ગીતો જોઈએ. વૈજયંતિમાલાને મનાવવા પ્રદીપકુમાર બંગડીવાળાનાં રૂપે આવે છે અને ગાય છે

हसीनो मुजसे मत पूछो
के क्या क्या बेचता हूँ मै
छुपाकर चूडियो में
दिल की दुनिया बेचता हूँ मै

ગાયકો આશા ભોસલે અને હેમંતકુમાર.

 

સખીઓથી ઘેરાયેલી વૈજયંતિમાલાને પ્રદીપકુમારના બીનનો અવાજ સંભળાય છે અને તે કહે છે

सुन री सखी मोहे सजना बुलाये,
मोहे जाना है पी की नगरिया
ओ मोहे जाना है पी की नगरिया

ગાયિકા લતાજી

 

બંને ગીતોના ગીતકાર રાજીન્દ્ર ક્રિષ્ણ અને સંગીત આપ્યું છે હેમંતકુમારે

 

૧૯૫૬ની ફિલ્મ ‘કિસ્મત કા ખેલ’નું આ ગીત એક ક્લબમાં નૃત્ય કરતી વૈજયંતિમાલા પર રચાયું છે.

चलो ले चलू तारो में
रंग रंगीले गुल्ज़ारो में

ગાયિકા આશા ભોસલે

 

બીજું ગીત એક રસ્તા પરનું નૃત્યગીત છે

तू माने या ना माने बालम,
तुझे दिल की कसम

ગાયિકા લતાજી

બંને ગીતોના રચયિતા શૈલેન્દ્ર અને શંકર જયકિસનનું સંગીત

 

૧૯૫૭ની ફિલ્મ ‘આશા’નું આ બહુ જાણીતું ગીત છે. સ્ટેજ પર ગવાયેલા આ નૃત્યગીતમાં શરૂઆતમાં વૈજયંતિમાલા પુરુષવેશમા નૃત્ય કરે છે. આ ગીત ફરી એકવાર કિશોરકુમારના સ્વરમાં પણ આવે છે.

ईना मीना डीका डाइ डामोनिका
माका नाका नाका चीका पीका रीका
ईना मीना डीका डीका डे डाइ डामोनिका
माकानाका माकानाका चीका पीका रोला रीका
रम्पम्पोश रम्पम्पोश

ગાયિકા આશા ભોસલે

બીજું ગીત પણ સ્ટેજ પર કરાતું નૃત્યગીત છે.

जरा रुक रुक के
ज़रा थम थम के
मै तो द्वार चली सखी बालम के

ગાયિકા લતાજી

બંને ગીતોના શબ્દો છે રાજીન્દર ક્રિષ્ણના અને સંગીત છે સી. રામચંદ્રનું

 

સમાજને એક સંદેશ આપતી ૧૯૫૮ની ફિલ્મ ‘સાધના’નું આ ગીત એક વિરહી ગીત છે

संभल ए दिल
तड़पने और तडपाने से क्या होगा
जहा बसना नहीं मुमकिन
वह जाने से क्या होगा

ગાયિકા આશા ભોસલે અને રફીસાહેબ. વૈજયંતિમાલા સાથે છે સુનીલ દત્ત.

 

બીજું ગીત સમાજ ઉપરનું એક કટાક્ષગીત છે

औरत ने जनम दिया मर्दों को, मर्दों ने उसे बाज़ार दिया
जब जी चाहा मसला कुचला, जब जी चाहा धुत्कार दिया

ગાયિકા લતાજી

 

બંને ગીતોના રચયિતા છે સાહિર લુધિયાનવી અને સંગીત છે એન. દત્તાનું.

 

૧૯૫૮ની ફિલ્મ ‘અમરદીપ’  નું આ ગીત એક પ્રેમીની ભાવનાને ઉજાગર કરે છે.

मेरे मन का बावरा पंछी
क्यों बार बार डोले
अखियों में आज किस का
रेह रेह्के प्यार डोले

ગાયિકા લતાજી

 

બીજું ગીત વ્યથા દર્શાવતું ગીત છે

आराम से दिल दूर है
और दर्द से मजबूर
क्यों फिर भी नहीं मेरी
मोहब्बत तुझे मंजूर
किसी दिन ज़रा देख मेरा भी होक
किसी दिन ज़रा देख मेरा भी होक
कहा तक जिए जायेगा दिल को धो

ગાયિકા આશા ભોસલે

 

બંને ગીતોના શબ્દો છે રાજીન્દર ક્રિષ્ણના અને સંગીત છે સી. રામચંદ્રનું

 

૧૯૫૮ની ફિલ્મ ‘સિતારો સે આગે’નું ગીત એક પ્રેમિકાની ભાવનાઓને દર્શાવે છે. અશોકકુમાર આગળ ગવાતા ગીતના શબ્દો છે

चन्दा की चाँदनी का जादू
ये रात ये समा
उल्फत की मौज ले चली है
मुजको न जाने कहां

ગાયિકા આશા ભોસલે

 

બીજું ગીત એક કાર્યક્રમમાં રજુ થયેલું નૃત્યગીત છે

सैया कैसे धरू धीर
पग ठुमक चलत बलखाए
हाए पग ठुमक चलत बलखाए
हाए सैया कैसे धरू धीर

ગાયિકા લતાજી

બંને ગીતોના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને.

 

૧૯૬૧ની ફિલ્મ ‘નઝરાના’નું ગીત સાઈકલ સવાર વૈજયંતિમાલા અને રાજકપૂર પર રચાયું છે.

मेरे पीछे एक दीवाना
कुछ अलबेला मस्ताना
कोई रोको रे मुझ को सताये है

ગાયકો આશા ભોસલે અને મુકેશ

 

બીજું ગીત વૈજયંતિમાલાની લાગણીઓને વાચા આપે છે. રાજકપૂરને ઉદ્દેશીને ગવાતા ગીતના શબ્દો છે

देखा है तुम ने जिधर जिधर
महके हैं फूल उधर उधर

ગાયિકા લતાજી

બંને ગીતોના રચયિતા છે રાજીન્દર ક્રિષ્ણ અને સંગીતકાર છે રવિ.

 

૧૯૬૨ની ફિલ ‘ડો. વિદ્યા’નું ગીત એક પ્રેમિકાના વાયદારૂપ ગીત છે. સાથમાં છે મનોજકુમાર.

मैं कल फिर मिलूंगी इसी गुलसिता में
यही शाम को फिर मुलाकात होगी
निगाह झुका कर जो कहनी है तुमसे
जरा ये तो सोचो वो क्या बात होगी
निगाहें झुका कर

ગાયકો લતાજી અને રફીસાહેબ

 

બીજું ગીત એક નૃત્ય સ્પર્ધારૂપ ગીત છે.

आये हाय दिलरुबा
अरे तुझको क्या पता
ज़िन्दगी में हर दिल को जीत कर
जीना है ज़िन्दगी
हो पप्पा जमार लो

ગાયકો આશા ભોસલે અને ગીતા દત્ત, સ્પર્ધા છે વૈજયંતિમાલા અને હેલન વચ્ચે.

બંને ગીતોના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને.

 

૧૯૬૪ ફિલ્મ ‘ઝીંદગી’નું આ ગીત વૈજયંતિમાલા અને રાજેન્દ્રકુમાર પર રચાયું છે.

आज भगवान के चरणों में
ज़ुका कर सर को
उम्र भर साथ निभाने की
कसम खाते है

ગાયકો આશા ભોસલે અને રફીસાહેબ. ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન

 

બીજું ગીત એક મુજરાગીત છે જે રાજેન્દ્ર્કુમાર આગળ પ્રસ્તુત છે.

हम प्यार का सौदा करते हैं एक बार
चाहे मिट जाएँ चाहे मर जाएँ
चाहे मिट जाएँ चाहे मर जाएँ

 

ગાયિકા લતાજી. ગીતકાર હસરત જયપુરી અને સંગીતકાર શંકર જયકિસન

 

રાજકીય કાવાદાવાવાળી ૧૯૬૪ની ફિલ્મ ‘લીડર’ના લગભગ બધા જ ગીતો આજે રસિકો માણે છે. પ્રથમ ગીત એક નૃત્યગીત છે.

दईया रे दईया लाज मोहे लागे
पायल मोरी बाजे सास मोरी जागे

 

ગાયિકા આશા ભોસલે

બીજું ગીત બે પ્રેમીઓની નોકઝોક છે જે વૈજયંતિમાલા અને દિલીપકુમાર વચ્ચે રચાઈ છે.

तेरे हुस्न की क्या तारीफ़ करूँ
कुछ कहते हुए भी डरता हूँ
कहीं भूल से तू ना समझ बैठे
की मैं तुझसे मोहब्बत करता हूँ

 

ગાયકો લતાજી અને રફીસાહેબ

બંને ગીતોના રચયિતા છે શકીલ બદાયુની અને સંગીત આપ્યું છે નૌશાદે

 

૧૯૬૬ ફિલ્મ ‘સુરજ’માં ત્રણ ગાયિકાઓએ સ્વર આપ્યો છે. પ્રથમ ગીત એક નૃત્યગીત છે.

तितली उड़ी उड़ जो चली
फूल ने कहा आजा मेरे पास
तितली कहे मैं चली आकाश
तितली उड़ी उड़ जो चली

ગીતમાં વૈજયંતિમાલાની સાથે છે મુમતાઝ. ગાયિકા શારદા. ગીતકાર શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે શંકર જયકિસને.

બીજા ગીતમાં વૈજયંતિમાલા અને રાજેન્દ્રકુમાર વચ્ચેનો પ્રેમાલાપ છે.

इतना है तुमसे प्यार मुझे मेरे राज़दार
जितने के आस्मान पर तारे हैं बेशुमार
इत्नना है तुमसे प्यार मुझे मेरे राज़दार
जितने के इस ज़मीन पर ज़र्रे हैं बेशुमार

 

ગાયકો રફીસાહેબ અને સુમન કલ્યાણપુર. ગીતકાર હસરત જયપુરી અને સંગીત આપ્યું છે શંકર જયકિસને

 

તો ત્રીજું ગીત એક નોકઝોક સમાન છે જે વૈજયંતિમાલા અને રાજેન્દ્રકુમાર વચ્ચે રચાયું છે.

कैसे समझाऊं बड़ी नासमझ हो
कैसे समझाऊं बड़ी नासमझ हो
हमसे ना जीते जी रहने दो जिये बाज़ी
कैसे समझाऊं

ગાયકો રફીસાહેબ અને આશા ભોસલે. ગીતકાર હસરત જયપુરી અને સંગીત આપ્યું છે શંકર જયકિસને

૧૯૬૭ની ફિલ્મ ‘છોટી સી મુલાકાત’નું ગીત છે

जीवन के दोराहे पे खड़े
सोचते हैं हम
जाये तो किधर जाये

આ ગીત મનની વિટંબણાને દર્શાવે છે.

ગાયિકા લતાજી

તો બીજું ગીત જુવાનીમાં પ્રવેશતા દરેકના મનમાં પ્રગટ થતું ગીત છે.

मत जा मत जा मत जा मेरे बचपन नादां
बचपन ने कहा मुझसे कुछ रोज़ के हम मेहमां

ગાયિકા આશા ભોસલે.

બંને ગીતોના ગીતકાર શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે શંકર જયકિસને

 

૧૯૬૮ની ફિલ્મ ‘સાથી’ એક પ્રણય ત્રિકોણના વિષય આધારિત ફિલ્મ છે જે રાજેન્દ્રકુમાર, સિમી અને વૈજયંતિમાલા વચ્ચેના સંબંધોને સ્પર્શે છે.

પહેલું ગીત વૈજયંતિમાલા અને રાજેન્દ્રકુમાર વચ્ચેનું પ્રેમગીત છે.

मेरा प्यार भी तू है
ये बहार भी तू है
तू ही नज़रो में जाने तमन्ना
तू ही नज़ारो में

ગાયકો મુકેશ અને સુમન કલ્યાણપુર

 

બીજું ગીત લગ્ન બાદની પ્રથમ રાતનું ગીત છે.

मै तो प्यार से तेरे पिया मांग सजाऊंगी
तेरे अंगना यह सारी उमरिया बिताऊँगी
मैं तो प्यार से तेरे पिया मांग सजाऊंगी
तेरे अंगना यह सारी उमरिया बिताऊँगी

ગાયિકા લતાજી

બંને ગીતોના રચયિતા મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર નૌશાદ

 

૧૯૬૮ની ફિલ્મ ‘સંઘર્ષ’નું પ્રથમ ગીત એક મુજરાગીત છે

तस्वीर ए मोहब्बत थी जिसमें
हमने वह शीशा तोड़ दिया

ગાયિકા આશા ભોસલે

બીજું ગીત ચાલી જતાં દિલીપકુમારને આહવાન અપાતું ગીત છે.

मेरे पास आओ नज़र तो मिलाओ
इन आँखो मे तुमको जवानी मिलेगी
मेरे पास आओ नज़र तो मिलाओ
सुनो तो ज़रा धड़कने मेरे दिल की
इन्ही मे तुम्हारी कहानी मिलेगी

ગાયિકા લતાજી

બંને ગીતોના ગીતકાર શકીલ બદાયુની અને સંગીત આપ્યું છે નૌશાદે


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. +91 22 28339258/ 91 9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com