દેવિકા ધ્રુવ

શ્લોકઃ 

पृथिव्यां त्रीणि रत्नानि जलमन्नं  सुभाषितम् |
मूढैः  पाषाणखण्डेषु   रत्नसंज्ञा  विधीयते ||        

સમાસ વિભાજન અને  શબ્દશ: ગુજરાતી અર્થ:
 

पृथिव्यां=પૃથ્વી ઉપરत्रीणि=ત્રણरत्नानि=રત્નો जलमन्नं=जलम्+अन्नम् = जलम्=પાણી,+अन्नम्= અનાજसुभाषितम् =સુભાષિતો

मूढैः=મૂર્ખ લોકો, पाषाण= પથ્થરોखण्डेषु =ટુકડાઓને  रत्न+संज्ञा = રત્નોનું નામविधीयते  =  ગણાવે છે.     
 

શ્લોકનું ગુજરાતી  ભાષાંતરઃ

પૃથ્વી ઉપર માત્ર ત્રણ જ રત્નો છે. પાણી, અન્ન અને સારું વચન. પરંતુ મૂર્ખ લોકો,અજ્ઞાની લોકો પથ્થરના ટુકડાઓને રત્નનું નામ આપે છે.
 

વિચારવિસ્તારઃ

સુભાષિતોનું કેટલું મહત્ત્વ છે એ દર્શાવતા આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે,જીવનમાં પાણી વગર ચાલે જ નહિ,ખોરાક વગર પણ ન ચાલે. એ રીતે સારાં વચન,વાણી એટલે કે, સુભાષિતો વગર પણ ન ચાલે. જે લોકો આ બાબત જાણતા નથી તે મૂર્ખ છે અને તેથી જ  પથ્થરના ટુકડાઓને હીરા વગેરે રત્નનું નામ આપી ઓળખાવે છે.

Sanskrit shlok in English script:

Pruthivyaam treeni ratnaani, jalamannam subhaashitam
Mudhaihi paashaankhandeshu, ratnsangya vidheeyate.

Word to word meaning in English:

Pruthivyaam=on the earth, treeni=three, Ratnaani=jewels, Jalamannam =jalam+annam= water+ food, Subhaashitam= good words,   Mudhaihi= fools, paashaankhand, aashaan+khandeshueshu = paashaan+khandeshu. paashaan=stones, khandeshu= pieces, Ratnsangya=Ratna+sangya. Ratna= jewels,  sangya=name, Vidheeyate=lables, giving name.

 Translation in English:

On earth, there are three jewels: water, food, and good speech. Fools mistake pieces of stone for jewels.” 


Devika Dhruva.
ddhruva1948@yahoo.com| http://devikadhruva.wordpress.com