સ્વરૂપ સંપટ

કચરો અને પ્લાસ્ટિક બાળવાથી થતા ધુમાડાથી આપણી આસપાસના પર્યાવરણને, વાતાવરણને અને શરીરને નુકસાન થાય છે. જરા વિચારો!
૨૦૭માં જર્નલ ઓફ એથનોફાર્માકોલોજીમાં પ્રકાશિત એક અભ્યાસમાં સંશોધકોએ લાકડાંની સાથે ઔષધીય વનસ્પતિઓનું દહન કરવામાં આવે છે તેને ‘મેડિસિનલ સ્મોક’ એવું નામ આપેલું. આની તપાસ સાવ સરળ હતી : કુદરતી ધુમાડો વાતાવરણને શુદ્ધ કરી શકે? એક ઓરડાને કલાક માટે બંધ કરવામાં આવે તો હવામાં રહેલા જીવાણુઓની સંખ્યા માત્ર ૬૦ મિનિટમાં ૯૪ ટકા જેટલી ઘટી જાય. આમાં ક્યાંય પર્ફ્યૂમ નહોતું, તે સૂક્ષ્મ જીવાણુઓના પ્રમાણમાં ઘટાડો હતો. વધારે આશ્ચર્યની વાત એ છે કે તેની અસર થઇ – એ જગ્યા ચોવીસ કલાક માટે ખરા અર્થમાં સ્વચ્છ રહી. એક ખુલ્લા ઓરડામાં ચોક્કસ રોગજન્ય જીવાણુઓ રહેલા હોય છે તે પ્રારંભમાં માત્ર ૩૦ દિવસ ખુલ્લો રાખતા ગાયબ થઇ જાય છે.
અત્યારે જ્યારે સ્વચ્છતા માટે સ્પ્રે કરવામાં આવે છે. સંશોધનો દર્શાવે છે કે વિશિષ્ટ છોડ-પાન આધારિત ધુમાડો કરવાથી ગમે તેવા જીવાણુઓ હોય, તે દૂર થઇ શકે છે. છોડનું વૈવિધ્ય અને માનવ રોગજન્ય જીવાણુ બંધિયાર વાતાવરણમાં હોય તે દૂર થાય છે. આ બાબત આપણી આધુનિક માન્યતા મુજબ વિચાર કરતા કરી મૂકે છે કે ફિલ્ટરેશન પદ્ધતિ અને કેમિકલ ફોર્મ્યૂલેશન્સથી હવાની ગુણવત્તા સુધરે છે.
સનાતન ધર્મમાં આગનો અર્થ અગ્નિ છે, માધ્યમ છે, સંદેશવાહક છે, શુદ્ધ કરનાર છે. સદીઓથી હોમ, હવન, યજ્ઞ કરવામાં આવે છે તેના પવિત્ર અગ્નિમાં ઘી, લીમડાનાં પાન, કપૂર, ચંદન, છાણાં જેવાં વિશિષ્ટ તત્ત્વોનો સમાવેશ થાય છે. આ તમામ સામગ્રીને સંભાળપૂર્વક તૈયાર કરી, ઓષધીઓના મિશ્રણ અને રાળનો પરંપરાગત રીતે જણાવાયેલો હોય તે રીતે ઉપયોગ થાય છે. એક વાર મારા ઘરમાં નાનકડી પૂજાનું આયોજન કર્યું હતું. હવનકુંડ નાનો હતો અને રૂમમાં સૂર્યપ્રકાશ સારો હતો. કોઇ દીવાસળી અને કાગળોનો ઢગલો લઇ આગ પેટાવવા ગયું. ત્યારે પંડિતે તેમને વિનમ્રથી કહ્યું, ‘આવી નકામી વસ્તુઓથી અગ્નિ પ્રજ્વલિત ન કરશો. તેના માટે જે યોગ્ય હવન સામગ્રી હોય તે જ નાખવાની.’ અગ્નિ માટે કરાયેલા આગ્રહ અનુસાર શુદ્ધ રહ્યો. રિવાજ મુજબ તેમાં ઉમેરાતાં તત્ત્વોને કારણે અગ્નિની જ્વાળાઓ સહેજ ઝાંખી લાગી. એ વખતે લાગ્યું કે વૈદિક ભાષામાં રસાયણશાસ્ત્રની સમૃદ્ધિ અભિવ્યક્ત થઇ હતી.
તમે શું બાળો છો તે મહત્ત્વનું છે. પ્લાસ્ટિક બાળવાથી ઝેરી પ્રદૂષકો ઉત્પન્ન થાય છે. કેટલાક કાગળ હાનિકારક રાસાયણિક પદાર્થોનું ઉત્સર્જન કરે છે. તમાકુના ધુમાડામાં નુકસાનકારક તત્ત્વો રહેલાં હોય છે, પણ ચોક્કસ પ્રકારનાં લાકડાં અને ઔષધીય ગુણ ધરાવતી વનસ્પતિઓ જ્યારે નિશ્ચિત રીતે સગળાવીએ છીએ, ત્યારે એન્ટિમાઇક્રોબિયલ અસરો સાથે વિવિધ સંમિશ્રણ ઉત્પન્ન કરે છે. ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓ સદીઓથી ધૂમ્ર સમારંભોનું આયોજન કરે છે. તેનાથી જમીન શુદ્ધ થાય છે અને નુકસાન થતું અટકાવે છે. મૂળ અમેરિકાની કેટલીક જાતિઓ ઋષિઓની સૂચના અનુસાર ધુમાડો કરે છે. દરેકમાં છોડની પસંદગી ચોક્સાઇથી થાય છે.
આપણે આધુનિક જમાનાના વિચારોમાં આને પ્રતીકાત્મક રીતે સમજીએ છીએ, પરંતુ તેના અંગે થયેલાં સંશોધનનો સૂચવે છે કે તેનું એક પરિમાણ છે કે શુદ્ધિકરણ સારી રીતે. એવા માપમાં થવું જોઇએ કે જેનાથી હવામાં રહેલાં જીવાણુઓમાં ઘટાડો થાય. આમાં શહેરના એપાર્ટમેન્ટને ધુમાડાથી ભરી દેવાની વાત નથી. અનિયંત્રિત બાયોમાસ સળગાવવાથી થતા પ્રદૂષણથી ઘરની હવા જોખમાવાથી સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાઓ થાય છે.
આપણે ઘણા સમયથી નિશ્ચિત રિવાજો અને વિજ્ઞાન સાથે બંધાયેલા છીએ – તેને રક્ષણાત્મક માનીએ છીએ અને અન્ય પ્રત્યેની સંવેદનશીલતા દાખવવામાં થોડી કંજૂસાઇ કરીએ છીએ. સનાતન ધર્મ અગ્નિને મંત્રોચ્ચાર સાથે પ્રગટાવે છે, પ્રજ્વલિત કરે છે અને આદરપૂર્વક ઓલવાઇ જાય છે. હવન કે યજ્ઞ માટે સમિધ એટલે યજ્ઞમાં હોમવાને માટે પવિત્ર ગણાયેલી આકડો, ખાખરો, ખેર, અધેડો, પીપળો, ઉમરો, વડ, પીંપર, બીલી, ખીજડો, ધ્રોકડ અને દર્ભ વનસ્પતિઓનાં સૂકાં લાકોટિયાં, છોડિયાં કે તણખલાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચંદનની સુગંધ, કપૂરની તીવ્રતા, ગૂગળ; આ બધાં તત્ત્વોનું સંયોજન છે.
આધુનિક ઘરોમાં ઇલેક્ટ્રિક ડિફ્યુઝર્સ અને એન્ટિમાઇક્રોબાયલ સ્પ્રે ખરીદાય છે. પ્રાચીન જમાનાના ઘરમાં નાનકડો ચબૂતરો બનાવાતો અને તેમાં આંબો વાવવામાં આવતો અને ઉપયોગી ઔષધિઓના છોડ પણ વાવવામાં આવતા. એક નરમ, કૂમળો છોડ અને બીજું મોટું વૃક્ષ. એકની મનમોહક સુગંધ અને બીજામાં માટીની મહેક. બંને એક જ બાબતમાં સમાન રહેતાં – એ જગ્યાને સ્વચ્છ, શાંત અને સલામત રાખવી. નિશ્ચિત ઓર્ગેનિક તત્ત્વોના સંયોજનનું નિયંત્રણ હવાના શુદ્ધિકરણ માટે હતું.
કદાચ ભવિષ્ય પ્યોરિફાયર અને પ્રાર્થના વચ્ચે નથી રહેલું પણ પ્રાર્થના શું છે તે જાણવામાં રહેલું છે. આજે આપણે એવા જમાનામાં જીવીએ છીએ જ્યાં સ્ટરીલાઇઝેશનનું પ્રમાણ તીવ્ર છે. આપણે ફ્લેટમાં ફોગિંગ કરાવીએ છીએ, સપાટીઓને સેનિટાઇઝ કરીએ છીએ, હવાને ફિલ્ટર કરીએ છીએ. ૨૦૦૭થી થયેલો એક અભ્યાસ સૂચવે છે કે કલાક સુધી ચોક્સાઇથી લીધેલા મેડિસિનલ સ્મોકથી હવામાં રહેલા જીવાણુઓના પ્રમાણમાં ૯૪ ટકા જેટલો ઘટાડો થાય છે અને તેની અસર સુગંધિત એરોસોલ કરતાં લાંબો સમય ટકે છે. આડેધડ જે ધુમાડો કરવામાં આવે છે, તે જોખમી અવશ્ય છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ ‘રસરંગ’માં લેખિકા, ડૉ. સ્વરૂપ સંપટ,ની કોલમ ‘સ્વરૂપ Says ’ માં પ્રકાશિત લેખ
