ધંધેકા ફંડા

ગતાંકમાં આપણે  હવે પછી શું ?ની આપણી યાત્રામાં Think for yourself! પર આવીને અટક્યાં હતાં. હવે માર્ગે વિચાર કરવાનું શરૂ કરવાના પહેલા પડાવ વિશે વિચાર કરીએ ….

ઉત્પલ વૈશ્નવ

I. સાર્વભૌમ ચોકઠું

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

તમારી પાસે શું છે તે તમે કઈ સ્થિતિમાં છો કે કયાં પદ પર છો તેનાથી નક્કી નથી થતું. તે તો તમે  કયાં પ્રભાવક્ષેત્રમાં છો તેના પરથી નક્કી થાય છે.

તમારી ખરૂં સાર્વભૌમત્વ તમારી સામેના મંચ પરનાં તમારા “ચોકઠાં” ને સુધારી શકવાની તમારી ક્ષમતા છે. તમને ડર અથવા જીવનરસમાંથી થતા ક્ષયની બહાર નીકળવાની ફરજ પડે એ સમયે તમારાં સાર્વભૌમત્વની સીમા આવે છે.

જ્યારે આપણે આપણી કંપનીના ચાલક બળને દુબઈ જેવા ઇષ્ટતમ કર ધરાવતાં, ખુબ પ્રવૃતિમય કેન્દ્રમાં સ્થાનાંતરિત કરીએ છીએ, ત્યારે આપણે ફક્ત “પૈસા બચાવતાં” નથી. આપણે આપણા જીવનરસના સંગમની યુતિને કેન્દ્રિત કરતી અવસ્થામાં, સ્થિતિગત સ્તરે, પદોન્નિત કરી રહ્યાં છીએ. પરંપરાગત અમલદારશાહીના ઘર્ષણને દૂર કરીને, આપણે પોતાને મૌનનો વૈભવ બક્ષીએ છીએ. “ભાડે આપનાર”ને  સ્થાનમાં ફેરફાર દેખાય છે; “આર્કિટેક્ટ”ને પ્રણાલીગત લાભમાં કાયમી વધારો દેખાય છે.

II. માળખાકીય કવચ તરીકે વ્યૂહાત્મક સમાનુભૂતિ

સાર્વભૌમ સ્થિતિ માટે સૌથી મોટું જોખમ માનવી માનવી વચ્ચેની વાટાઘાટોમાં સંભવિત ઉચ્ચસ્તરીય ઘર્ષણમાટેની સરહદ વચેનું ક્ષેત્ર છે. મોટાભાગના વ્યાવસાયિકો બીજાં લોકો પાસેથી માન્યતા – “ભાડે આપનારની સંમતિ”-  મેળવવાની લ્હ્યાયમાં પોતાની સ્વાયત્તતા ગુમાવે છે.

નિષ્ણાત ઘડવૈયો અલગ રીતે કામ કરે છે. આપણે વણપાક્યાં સત્યનો ઉપયોગ રક્ષણાત્મક આશ્રય કવચ તરીકે કરીએ છીએ.

છુપાઈ રહેલી પ્રેરણાઓને અને “ઓરડામાંના હાથીઓ (જેના વિશે લોકો વાત કરવા માગતા નથી એવી કોઈ દેખીતી સમસ્યા અથવા મુશ્કેલ પરિસ્થિતિ)” ને અલગ, કોઈ જ પ્રકારની અસમંજસતા વિનાની સ્પષ્ટતા દ્વારા સમજવાથી, અને સ્વીકારવાથી, આપણે ઘર્ષણ હાઈ વૉલ્ટેજ કક્ષાએ પહોંચે તે પહેલાં જ તેને દૂર કરીએ છીએ.

આપણે મંજૂરી માંગતા નથી; શિષ્ટાચાર સંહિતા સ્પષ્ટ કરીએ છીએ. આપણે સંમતિ શોધતાં નથી; સ્પષ્ટતા શોધીએ છીએ. આ “મુશ્કેલ કરવું” નથી – તે સહભાવપૂર્ણ સ્પષ્ટવક્તવ્ય છે. તે એક સ્થિર, સમાધાનકારી માળખું પૂરું પાડવાનું કાર્ય છે જેના વડે વાસ્તવિક મૂલ્યનું ખરેખર ઘડતર થાય છે.

III. તદ્દન અસ્વીકાર્ય સહનશીલતાનો તર્ક

મજબૂત તિજોરી એ જગ્યા છે જ્યાં વ્યાજબી સમન્યાય અને બૌદ્ધિક સંપત્તિને સંસ્થાકીય સ્મૃતિમાં નક્કર સ્વરૂપ આપવામાં આવે છે. આર્કિટેક્ટનું અંતિમ લક્ષ્ય સરવાળા બાદબાકીની રેખાઓ ચીતરવાથી દૂર ખસીને ગુણાકાર પામેલી આકૃતિ તરફ આગળ વધવાનું છે.

જો કોઈ તંત્રને ટકી રહેવા માટે  સતત તમારા  દ્વારા પોષક દ્રવ્યોના હસ્તક્ષેપની જરૂર હોય, તો તે એક કામ છે, મશીન નહીં. તિજોરીનો નિયમ જણાવે છે કે આપણે ફક્ત તે જ બનાવવું જોઈએ જેની પ્રતિકૃતિ બની શકે  – એવો કોડ જે વધારાના ખર્ચ વિના વિસ્તારી શકાય, એવું માધ્યમ જે આપણી સુષુપ્તાવસ્થામાં પણ આપણને કંઈને કંઈ શીખવતું રહે , અને એવી મૂડી જે માનવીય શ્રમને બદલે વ્યૂહાત્મક સમયબદ્ધતા દ્વારા ચક્રવૃદ્ધિ દરે વધે છે.

ખેલની અંતિમ બાજીમાં,  જે સૌથી વધુ ચાલ ચાલે તે વિજેતા  નથી, પરંતુ તે એવી વ્યક્તિ છે જેણે એવી સ્થિતિ નિર્માણ કરી છે જેમાં વિશ્વની દરેક ચાલ પોતાના ‘ચોકઠા’નું મૂલ્ય વધારે છે.


હવે પછી શું ?ની આપણી યાત્રાનાબીજા પડાવ Think for yourself! The Sovereign Agenda: Moving from વિશે હવે પછી


આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.