સ્વ-વિકાસ : વિચાર વલોણું

તન્મય વોરા

સુબ્રતો બાગચીના પુસ્તક “ધ હાઇ પર્ફોર્મન્સ આંત્રપ્રેન્યર ” એ મારા જેવા અનેક ઉદ્યોગસાહસિકોની વિચારસરણીને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. એ એક એવું પુસ્તક છે જેણે મને વ્યવસાય કરવાના વ્યવસાયને સમજવામાં મદદ કરી. આ પુસ્તક માઇન્ડટ્રીના વિચારબીજથી IPO સુધીના વિકાસનું દસ્તાવેજીકરણ કરે છે. તે સાથે આ પુસ્તક સંસ્થાઓને ‘અસામાન્ય’ બનાવવાના કેટલાક સૌથી મહત્વપૂર્ણ પાસાંઓ પર ખૂબ જ રસપ્રદ આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે.

“પ્રક્રિયા-કેન્દ્રિત સંગઠનનું નિર્માણ” ના એક પ્રકરણમાં, સુબ્રતો બાગચી એક અદ્‍ભૂત વાત શેર કરે છે જે ફક્ત પ્રક્રિયાના મહત્વને રેખાંકિત કરે છે.

ફ્યુજી ઝેરોક્સ જાપાનની ફ્યુજી અને અમેરિકાની ઝેરોક્સ નું સંયુક્ત સાહસ હતું. મૂળ કંપની, ઝેરોક્સ,ને યુએસમાં ગુણવત્તા માટે માલ્કમ બાલ્ડ્રિજ એવોર્ડ મળે તે પહેલાં જ ફ્યુજી ઝેરોક્સે કુલ ગુણવત્તા વ્યવસ્થાપન માટે સુપ્રસિદ્ધ ડેમિંગ પુરસ્કાર જીત્યો હતો.

એક સજ્જન સમજાવી રહ્યા હતા કે પ્રક્રિયા અભિગમ સ્પર્ધાત્મક સફળતાની ચાવી શા માટે છે.

કોઈએ તેમને પુછવા ખાતર જ  પૂછ્યું, “પરંતુ માઇકેલેન્જેલો તો કોઈ પ્રક્રિયાને અનુસરતા નથી?”

હસીને, પેલા નિષ્ણાતે જવાબ આપ્યો, “પહેલાં, માઇકેલેન્જેલો બનો.”

તે પછી તરત જ તેમણે ભારપૂર્વક ઉમેર્યુંઃ બાકીના બધાએ તો પ્રક્રિયાને અનુસરવી જ જોઈએ.

તાજેતરમાં, કોઈએ મારી સાથે દલીલ કરી હતી કે પોતે સર્જનાત્મક ક્ષેત્રમાં હોવાથી, તેને પ્રક્રિયાની જરૂર નથી. મારો મત એ છે કે સર્જનાત્મક ક્ષેત્રોમાં પણ, પ્રક્રિયા મહત્વપૂર્ણ છે. કલાકારો, લેખકો અને અન્ય સર્જનાત્મક લોકો હજુ પણ વ્યાવસાયિકો છે જેમને તેમની સફળતાનું પુનરાવર્તન કરવું પડે છે. તેઓ હંમેશા એક પ્રક્રિયાને અનુસરે છે (અને આ એક વ્યક્તિગત પ્રક્રિયા છે જે હંમેશા દરેકને દેખાતી નથી). પ્રક્રિયા એક સાધન છે જે આપણને સર્જનાત્મક વ્યાવસાયિકો તરીકે વધુ અસરકારક બનાવે છે.

સુબ્રતો બાગચી આગળ દલીલ કરે છે કે:

બધા સર્જનાત્મક લોકો ખરેખર એક સશક્ત પ્રક્રિયા અભિગમ ધરાવતા હોય છે, ફક્ત તેમની પ્રક્રિયાનું સંસ્કરણ બીનઅનુભવી આંખને સ્પષ્ટપણે દેખાતું નથી, અને અનુભવી નજરનાં માન્યતાઓનાં પડળ તેને ઓજલ કરી નાખે છે.  તેથી, જો તમે કંઈ પણ યાદગાર સર્જન કરવાનું વિચારી રહ્યા હો, તો તમારે પ્રક્રિયાને, અને તેનાં મહત્વને, સમજવાં જોઈશે અને તેનું સન્માન કરવું પડશે.

ટીમ અને સસ્થાઓના ઘડનારાઓ માટે સો વાતની એક વાત એ છે કે “આપણે જે કંઈ કરીએ છીએ તે એક પ્રક્રિયા છે જે હંમેશા સુધારી શકાય છે.”

અહીં મારા પુસ્તક “#QUALITYtweet – 140 Bite-Sized Ideas to Deliver Quality in Every Project માંથી કેટલાક સર્દભોચિત તારવેલા લેખો અહીં ફરીથી યાદ કર્યા છે, જે આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા પર પણ ભાર મૂકે છેઃ

ગ્રાહકની તાત્કાલિક સમસ્યાઓના નિવારણમાં આપણી પ્રક્રિયાઓને આડખીલીઓ ન થવા દઇએ છે

કાબેલ લોકો + સારી પ્રક્રિયાઓ = વિખ્યાત ગુણવત્તા

પ્રક્રિયાઓ સરળ બની રહેવી જોઇએ

ઉત્કૃષ્ટ ગાહકો શોધી કાઢતાં અને ટકાવી રાખતાં રહીએ, કેમ કે આપણી પ્રક્રિયાઓની ઉત્કૃષ્ટતા(ઓ)નું તેઓ ચાલક બળ છે.

શું સુધારવું છે તે ખબર હોવી જોઇએ

ઉત્પાદકતા અને ગુણવત્તા

શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ સંદર્ભોચિત હોય છે

પ્રક્રિયા સુધારણાની સફરમાં આવતી ૩ E \ ‘સ’- વાળી આડખીલીઓ


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.