રજુઆતઃ સરયૂ મહેતા-પરીખ

A brief note on paintings: Satyam, Shivam, Sundaram.

When a dancer or a musician becomes one with the dance or music, there is no interference of thoughts. The movement of moment (which is time) stops, and one may experience inner Bliss. This is a state of meditation. When the mind is totally free of its content; a state of pure silence, then “Satyam” (truth) is experienced. “Shivam” is “Satyam” in action; one lives from moment to moment. Every action is “Shivam” then this totality flowers as beauty, which  is “Sundram.”

ચિત્રો પર એક સંક્ષિપ્ત નોંધ: સત્યમ, શિવમ, સુંદરમ.

જ્યારે નૃત્યાંગના અથવા સંગીતકાર, નૃત્ય અથવા સંગીત સાથે એક થઈ જાય છે, ત્યારે વિચારોની કોઈ દખલગીરી થતી નથી. ક્ષણની ગતિ (જે સમય છે) અટકી જાય છે, અને વ્યક્તિ આંતરિક આનંદનો અનુભવ કરી શકે છે. આ ધ્યાનની અવસ્થા છે. મન જ્યારે તર્ક-વિચારથી સંપૂર્ણ મુક્ત થાય છે (શુદ્ધ મૌનની અવસ્થા છે) ત્યારે “સત્યમ” અનુભવાય છે. “શિવમ” એ ક્રિયામાં “સત્યમ” છે; વ્યક્તિ ક્ષણે ક્ષણે જીવે છે. જ્યારે દરેક ક્રિયા શિવમ હોય છે ત્યારે આ સંપૂર્ણ સૌંદર્ય તરીકે ખીલે છે, જે “સુંદરમ” છે.

DKP

સાધકનું   દિવ્યજીવનસાધનાનેઅર્પણ
ફલશ્રુતિસુખશાંતિ,  પ્રણવનેસમર્પણ… સરયૂ

                                                   

સત્યમ શિવમ સુંદરમ. નૃત્ય: DKP
કાવ્યોમાં લાગણીનું ભાવભીનું નર્તન,
સત્ય શિવમ ચેતનાનું નૃત્યોમાં દર્શન… સરયૂ

4’x6’ oil color :DKP.

 

સત્યમ શિવમ સુંદરમ૧૯૮૫માં ઓર્લાન્ડો આવ્યા પણ અમને ચારેયને કેલિફોર્નિયા બહુ યાદ આવતું. ડિસેમ્બરમાં આવ્યા તેથી સંગીતા અને સમીરને અણગમતી પ્રાથમિક શાળામાં અજાણ્યા વર્ગમાં મુશ્કેલ અનુભવ પછી પ્રથમ હરોળના વિદ્યાર્થી તરીકે આગળ વધી સંગીતાએ સ્કૂલમાંથી જ Honors program of Medicineમાં પ્રવેશ મેળવ્યો અને સમીર Lawyer થયો. સંગીતના ગ્રુપ સાથે જોડાયેલા રહ્યાં પણ દિલીપને ચિત્રકામ વિશે વિચાર પણ નહીં આવ્યો હોય. અગ્યાર વર્ષ પછી Texas Instrimentમાંથી નોકરીનું આમંત્રણ મળતા ૧૯૯૬માં હ્યુસ્ટન આવ્યાં.

દરેક રાજ્યના રહેઠાણ દરમ્યાન અવનવા અનુભવો અને અનેક મિત્રોનો લાભ મળ્યો.

Einstein and Rabindranath Tagore. DKP
અનામિકા           DKP
Waiting.  DKP
HAPPY BIRTHDAY SARYU.  DKP 1999

Note: The photocopies do not justify the original art.
———–

પ્રતિભાવઃ રસદર્શનઃ શ્રી દિલીપ પરીખની ભાવઘન ચિત્રસૃષ્ટિ.

                    નિસર્ગ આહિર, ‘ગુર્જરી ડાયજેસ્ટજુલાઈ ૨૦૨૪.

દિલીપ પરીખની ચિત્રસૃષ્ટિમાં માનવીય આર્કુતિઓ કેન્દ્રસ્થ છે એમ કહી શકાય. એમાં પણ નારીરૂપોની અનેક આવલિયો છે. કોમલરસિક નારી પાત્રો ભાવકની આંખને આકર્ષે તેવાં છે. પૌરાણિક પાત્રો અને ભારતીય તળ જીવનનાં પાત્રોમાં સૌંદર્ય, નજાકત, સાદગી, અલંકરણની અનેક આવલિઓ પામી શકાય છે. સંગીત, નૃત્યાદિ કલાને પણ એમણે પ્રતીકાત્મક રીતે વિસ્તારી છે.

                                                                 ———–

Saryu Parikh  સરયૂ પરીખ  www.saryu.wordpress.com