દેવિકા ધ્રુવ

શ્લોકઃ 

असितगिरिसमं स्यात् कज्जलं सिन्धुपात्रे, सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी ।
लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं, तदपि तव गुणानामीश पारं न याति

સમાસ વિભાજન અને  શબ્દશઃ ગુજરાતી અર્થ

असितगिरिसमंअसित+गिरि+समंअसितકાળા,गिरि= પર્વત, समं = જેવોस्यात्= જો હોય તો, कज्जलं= કાળી શાહી, सिन्धुपात्रे= દરિયાનું પાત્ર= ખડિયો  सुरतरुवरशाखा सुर+तरुवर+शाखा सुर= દેવોનું, तरुवर= દેવોનું વૃક્ષ=કલ્પવૃક્ષ, शाखा=ડાળીઓ, लेखनी= કલમ, पत्रमुर्वी =पत्रम्+उर्वीपत्रम्= કાગળ. उर्वी= પૃથ્વી,
लिखति= લખતી રહે, यदि=જો, गृहीत्वा = લઈને, शारदा= સરસ્વતી, सर्वकालं= દરેક કાળમાંतदपि= તો પણ,तव= તારાં,गुणानामीश=गुणानाम्+ईशगुणानाम= ગુણોનો, ईश=હે ઈશ્વર, पारं= પાર, = ન,यातिઆવે.
 
શ્લોકનું ગુજરાતી ભાષાંતરઃ
 

હે ઈશ્વર, સમુદ્રરૂપી ખડિયામાં, કાળા પર્વત જેવી શાહીથી, કલ્પવૃક્ષની ડાળીઓની કલમ લઈને,પૃથ્વીના કાગળ ઉપર, સરસ્વતીદેવી પણ અગર જો બધા જ કાળમાં લખતી રહે તો પણ, તમારા ગુણોનો પાર ન પામી શકાય.

વિચારવિસ્તારઃ
 
શિવમહિમ્નસ્તોત્રના ૩૨મા શ્લોકમાં મહાદેવનો મહિમા આ રીતે કરવામાં આવ્યો છે. કવિની કલ્પના ક્યાંની ક્યાં પહોંચે છે? રચનાકાર (પુષ્પદંત) કહે છે કે, ખુદ સરસ્વતી પણ સતત લખતાં રહે અને તે પણ કેવા? કલ્પવૃક્ષની ડાળીમાંથી કલમ બનાવે, કાળા મેશ જેવા પર્વતમાંથી શાહી લે, સમુદ્રરૂપી ખડિયામાં બોળે અને  સ્વયં સરસ્વતી દેવી સતત લખતાં જ રહે તો પણ શિવના ગુણગાન પૂરી રીતે ન લખી શકાય કે ન પામી શકાય.

 

Sanskrit shlok in English script:

Asita-giri-samam syaat kajjalam sindhu-patre
surataruvarshaakha lekhani patramurvi,
likhati yadi gruhitvaa shaarada sarva-kalam
tadapi tava gunaanaamisha paaram na yaati.

Word to word meaning in English:

Asit=black, Giri= Mountain, samam= like, syaat= be, kajjalam= black ink, sindhu= ocean, patre= inkpot,

surataruvarshaakha =Sura+taruvara+shaakhaa sura= God, taruvar= tree, shaakha= branches, lekhani= pen,  patramurvi= patram+urvi.
patram=
paper or leaf, Urvi= earth,

likhati= write, yadi= If, gruhitvaa= holding, Shaarada= goddess of knowledge, sarva – all, kalam= Times,

tadapi= even then, tava= yours, gunaanaamisha=Gunaanaam+isha. gunaanaam= virtues, isha= God. paaram=limit, height, na= not, yaati= be reached.

 
Translation in English:
 
O Lord, if the black mountain be ink, the ocean the inkpot, the branch of the wish-fulfilling tree a pen, the earth the writing leaf, and  if taking these, the Goddess of Learning writes for eternity, even then the limit of Your virtues will not be reached.

Devika Dhruva.
ddhruva1948@yahoo.com| http://devikadhruva.wordpress.com