આલેખનઃ અનુરાધા દેરાસરી

એક આંગળીએ બે વર્ષનો દીકરો અને ગર્ભમાં બાળક તેટલી જ એને ખબર હતી, બાકી કારગીલ યુદ્ધ દરમ્યાનની ફરજ.

ઘણી મહિલાઓએ ભારતના લશ્કરના ઇતિહાસમાં પોતાનો ફાળો નોંધાવ્યો છે. તેમાંથી કારગીલ યુદ્ધ વિજયની ગાથામાં સૌથી અગત્યનું નામ છે, યુદ્ધ વીરાંગના, યશસ્વી, કેપ્ટન, ‘યાશિકા હટવાલ ત્યાગી’

‘મને ફક્ત એટલું જ યાદ રહેતું કે હું ગર્ભવતી છું, બાકી બધી ગર્ભમાં રહેલા બાળકની જવાબદારી મેં ઇશ્વરને સોંપી દીધી હતી. કારણ કે, મારી પાસે વિચારવાનો કોઈ સમય જ ન હતો. કારગીલ યુદ્ધ છેડાઈ ચૂક્યું હતું, બધા કરતાં પહેલાં હું ફોજી ને તેની વર્ધી હતી અને ‘ભારત દેશનો વિજય’ અને ‘ત્રીરંગાની શાન’ મારી પ્રાયોરીટી હતી.’ આ શબ્દો છે, વીર અને બહાદુર કેપ્ટન યાશિકા હટવાલ ત્યાગીના જે, કારગીલ યુદ્ધ મે, જૂન અને જુલાઈ દરમ્યાન થયું તે દરમ્યાન ૫ મહિનાથી ગર્ભવતી હતી. છતાં ફોજી વર્દીની ઇજ્જતને આગળ રાખી, તેમણે કારગીલ યુદ્ધમાં પોતાનું યોગદાન આપ્યું.

સો સો સલામ, સેલ્યુટ વીર કેપ્ટન યાશિકા હટવાલ ત્યાગીને. ફોકસ કરીએ યાશિકા હટવાલ ત્યાગીની પ્રેરણાત્મક, જીવન સફર પર…સાત વર્ષની યાશિકા, ઘરના દરવાજે ઊભી છે. ભારતીય લશ્કરની ટ્રકમાં રાષ્ટ્રધ્વજમાં લપેટેલો, ગેંદાના ફૂલોથી શણગારેલો, તેના પિતાજીનો પાર્થીવ દેહ આવે છે. જેઓ ભારતીય ૧૯૬૨, ૬૫ અને ૭૧ના યુદ્ધો લડી ચૂક્યા છે અને શહીદ થયા છે. પિતાજીના વર્દીના ફોટો જોઈ, સાત વર્ષની યાશિકા મનોમન દ્રઢ સંકલ્પ કરે છે કે હું પિતાજીની જેમ આ લશ્કરની વર્દી પહેરીશ. આ યાશિકા હટવાલ ત્યાગીના લશ્કરમાં જોડાઈ વર્દી પહેરવાના સપનાના બીજાંકુરણ.

આ વર્દી પહેરવાના સ્વપ્નબીજને પ્રેરણાનું ખાતર સીંચતા રહ્યા યશસ્વીના માતાજી.

તેત્રીસ વર્ષની નાની વયે વિધવા થયા અને ત્રણ છોકરીઓની ઉછેરની જવાબદારી મધ્યમ આર્થિક પરિસ્થિતિમાં, શિક્ષિકાની નોકરી સ્વીકારી, પતિની શહાદતને સન્માની દીકરીઓને પ્રેરણા અને શીખ આપતા રહ્યા કે, ‘પિતા હટવાલજીના મહિમા અને સન્માન વધારે તેવાં જ કાર્યો કરવા. કારણ કે તમે શહીદ કર્નલ હટવાલજીની દીકરીઓ છો. જીવનમાં આર્થિક સુખસગવડ કરતાં, ઉચ્ચશિક્ષણનું મહત્ત્વ વધારે છે અને જીવનમાં સૌથી આગળ ત્રિરંગા ને દેશની શાન છે.’

માતાના આ પ્રેરણા ખાતરે, યાશિકાના વર્ધી પહેરવાના સ્વપ્નઓ પાક્યા કાંટલે ચડયા અને કોઈપણ રીતે ભારતીય લશ્કર સાથે જોડાવવું તે યાશિકા હટવાલે નક્કી કર્યું.

શાળામાં આ સ્વપ્નના પ્રથમ પગથિયારૂપે યાશિકા કેડેટ તરીકે એનસીસીમાં જોડાઈ અને સારી નામના મેળવી યાશિકા જણાવે છે કે, એનસીસીની ટ્રેનીંગે તેની શારિરીક શક્તિ, દોડ વગેરે મજબૂત કરી અને સ્નાતક થઇ. યાશિકાએ આઈપીએસની પરીક્ષા આપવાનું નક્કી કર્યું કારણ કે એ સમય સુધી મહિલાઓને ભારતીય લશ્કરમાં પ્રવેશ ન હતો.

૧૯૯૩માં યાશિકા સ્નાતક થઇ. એજ વર્ષે મહિલાઓને ભારતીય લશ્કરમાં પ્રવેશ આપવાનું નક્કી થયું અને યાશિકા હટવાલ હર્ષથી કૂદી પડી. તેના સ્વપ્નને પૂરતી સીડી મળી ગઈ. યાશિકાએ આર્મી ઓફિર્સસ માટેની પરીક્ષા આપી, તેણે પસંદગી પામી અને યાશિકા હટવાલની ટ્રેનીંગ શરૂ થઇ.

યાશિકા હટવાલના શબ્દોમાં જ જોઇએ તો, ‘આ ક્ષેત્ર પુરુષોના વર્ચસ્વવાળું હતું. બહુ પુરુષો વચ્ચે અમે જૂજ મહિલાઓ ટ્રેનીંગમાં હતા. દરેક ટ્રેનીંગમાં હું પ્રથમ આવતી. જે મારા પુરુષ કલીંગ્સને જચતું ન હતું. મારી દોડ પાક્કી હતી. હું કાયમ પ્રથમ આવતી. એક વખત દોડતા સમયે હું પીરીયડમાં હતી. મારા ટોપ પર દોડને કારણે વધારે બ્લીડીંગ થવાથી લાલ ડાઘા શરૂ થયા. મારા પાછળના કલીંગે (જે બીજો આવતો) તેણે ધ્યાન દોર્યું પણ મેં એટલું જ કહ્યું, ઇટ્સ ઓકે, ઇટ ઇઝ રુટીન. અને એ દિવસે પણ હું પ્રથમ જ આવી. (કેટલી બધી સહજ રીતે સ્ત્રીના માસિકનો સ્વીકાર !) ટ્રેનીંગમાં સીલ્વર મેડલ સાથે ‘યાશિકા હટવાલ ત્યાગી’ પ્રથમ આવી અને તેને ફોજીની વર્દી મેડલ સાથે પહેરાવવામાં આવી, અને યાશિકા આરમી અફસર બની. અને તેનું ફોજી વર્દી પિતાજી જેવું સ્વપ્ન પૂરું થયું.’

યાશિકાનું પ્રથમ પોસ્ટીંગ નોર્થઇસ્ટ આસામમાં થયું યાશિકા હટવાલને લશ્કરી લોજીસ્ટીક અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી. અહીં, તેણે સાથી કેપ્ટન ત્યાગી સાથે લગ્ન કર્યા અને રીહીનો ઓપરેશન વખતે ગર્ભવતી બની. પણ જરાય ગભરાયા વગર

ફરજ બજાવીને દીકરાને જન્મ આપ્યો.

આ દરમ્યાન યાશિકા હટવાલ ત્યાગીનું પોસ્ટીંગ ૧૮,૦૦૦ હજારની ઊંચાઈ આવેલા કારગીલમાં લોજીસ્ટીક લશ્કરી અધિકારી તરીકે થયું.અહીંથી જ ખરી શરૂ થાય છે, કેપ્ટન યાશિકા હટવાલ ત્યાગીની ગ્લોરીયસ લશ્કરી સફરની વાત.

૧૯૯૫માં પોસ્ટીંગ થયા પછી બે વર્ષના દીકરા સાથે તે બીજી વખત ગર્ભવતી બની અને બીજું ટ્રાયમીસ્ટર શરૂ થતા કારગીલનું યુદ્ધ જાહેર થયું, તે વખતે યાશિકાને ગર્ભવતી તરીકેનો ચોથો મહિનો ચાલતો હતો.

આટલી કારગીલની ઉંચાઈએ લોજીસ્ટીક અધિકારી તરીકે ફરજ બજાવનાર પ્રથમ મહિલા હતી, આથી હોસ્પિટલમાં કોઈ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર હતા નહિ કે, તેને સલાહ આપે યુદ્ધ દરમ્યાન ફરજ બજાવવી કે નહિ કે ટ્રાન્સફર લેવી. પરંતુ આખરે તો યાશિકા કર્નલ હટવાલની દીકરી અને કેપ્ટન ત્યાગીની પત્ની હતી, તેણે ક્ષણનો પણ વિચાર કર્યા વગર, કારગીલથી સીયાચીન સુધના વિસ્તાર માટે લોજીસ્ટીક અધિકારી તરીકે ફરજ બજાવવાનું નક્કી કર્યું, જે ડયુટીના કલાકો, ચોવીસે કલાક હતા.

ફરી સો સો સેલ્યુટ ટુ યાશિકા હટવાલ ત્યાગી આગળના શબ્દો પ્રમાણે એક આંગળીએ બે વર્ષનો દીકરો અને ગર્ભમાં બાળક તેટલી જ એને ખબર હતી, બાકી કારગીલ યુદ્ધ દરમ્યાનની ફરજ.

યાશિકા હટવાલ ત્યાગીની એકબાજુ ફરજ હતી અને બીજી બાજુ ગર્ભવતી તરીકેની મુશ્કેલીઓ. બે ગાજ્યા તેણીએ સમતુલ રાખવાના હતા.

યાશિકા હટવાલ ત્યાગીની પ્રથમ મુશ્કેલી હતી. ઊંચાઈ ૧૮,૦૦૦ ફૂટની ઊંચાઈએ હવા ખૂબ પાતળી એટલે ઓક્સિજનનું પ્રમાણ ઓછું. આથી તેને મુશ્કેલી પડતી તો ગર્ભસ્થશિશુની શું વાત ! ૩ શક્યતા હતી. એક બાળક ઓછા ઓક્સિજન અભાવે વિકસીત ના આવે, ગર્ભ ના રહે અથવા સામાન્ય પ્રસુતિ થાય. યાશિકા કહે છે મને કઇ પરિસ્થિતિમાં રાખવી તે મેં ઇશ્વર પર છોડયું હતું, પરંતુ હું મારી વર્દી અને ફરજને વળગી રહીશ, જે થવાનું હોય તે થાય.

સીયાચીન અને દ્રાસમાં ઉનાળાના દિવસો હતા, છતાં તાપમાન માઇનસમાં રેહતું, ઠંડી એટલી કે ફોજી વર્દી. ઉપરાંત તેને શરીર પર ગરમ કપડા પહેરવા પડતા છતાં ઠંડી લાગતી જે ગર્ભશિશુ પણ ઠરી જતું.

આ ઉપરાંત પ્રથમ અઠવાડીયું, ડીપાર્ટમેન્ટમાં ચોવીસ કલાકની ડયુટી રહી એ સમયે ખાવાના ઠેકાણા ન હતા. જે મળે તેનાથી ફોજીઓને ચલાવી લેવું પડતું. યાશિકા હટવાલ જણાવે છે કે સામાન્ય રીતે પ્રસુતિકાળ દરમ્યાન ગર્ભવતી મહિલાઓ પૌષ્ટીક ખોરાક, આર્યન, કેલશીયમયુક્ત ખોરાક ખાય. પરંતુ અમારે તો બે વખતના ભોજનની જ સગવડ ન હતી. હેલ્કીપોટ્ર દ્વારા જે ફુટ પેકેટ મળતા તે ખાઈ લેતા કારણ કે મુખ્ય માર્ગ દુશ્મનોએ રોકેલો હોવાથી ફુડ ટ્રક્સ આવી શક્તી ન હતી.

લોજીસ્ટીક અધિકારી તરીકે બૂટથી માંડી કોફીન સુધીની વસ્તુઓ માટે સૈનિકને પૂરી પાડવી પડતી. હું જ્યારે કોફીન માટે સાઇન કરું ત્યારે હંમેશા મને વિચાર આવે કે આ કોફીન દ્રાસમાં કારગીલ યુદ્ધ લડતા મારા પતિ માટે તો નહીં હોય ને ! પરંતુ તરત જ વિચાર ને હટાવી દેતી એ વખતે મારો દીકરો મને હિંમત આપતો, હમ જરૂર જીતેંગે મા.

આવી અનેક મુશ્કેલીઓની સરહદ પર લડીને કેપ્ટન યાશિકા હટવાલ ત્યાગીએ કારગીલ યુદ્ધના વિજયમાં વિજયી ફાળો આપ્યો.

એક બહાદુર વીરાંગના માટે આનાથી વધુ શું લખી શકાય.

આજે તેઓ નિવૃત્ત થઇ, મોટીવેશનલ સ્પીકર બન્યા છે, સામાજિક સેવા આપે છે અને યુવતીઓને લશ્કરમાં જવાની પ્રેરણા આપે છે. તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાએ સન્માન થયું છે.