દેવિકા ધ્રુવ
શ્લોકઃ
प्रियवाक्य प्रदानेन् सर्वे तुश्यन्ति जन्तवः
तस्मात् तदेव् वक्तव्यं वचने का दरिद्रता॥
સમાસ વિભાજન અને શબ્દશ: ગુજરાતી અર્થ:
प्रियवाक्य= प्रिय+वाक्य, प्रिय=પ્રિય,સારી,મીઠી, वाक्य=વાણી; प्रदानेन्=બોલવાથી, આપવાથી, सर्वे=બધાં, तुश्यन्ति=પ્રસન્ન થાય છે.; जन्तवः=પ્રાણીઓ, મનુષ્યો,
तस्मात्= તેથી, तदेव्=तद्+ एव्=तद्=તેવી, તેવું, एव्=જ, वक्तव्यं=બોલવું જોઈએ.; वचने=બોલવામાં, વાણીમાં, का=કેમ, શા માટે, दरिद्रता= ગરીબાઈ,કંજૂસાઈ?
શ્લોકનું ગુજરાતી ભાષાંતરઃ
પ્રિય વાણી બોલવાથી સૌ કોઈ પ્રસન્ન થાય છે, સંતોષ પામે છે. તેથી હંમેશાં સારી વાણી જ બોલવી જોઈએ. બોલવામાં વળી કંજૂસાઈ શું કરવી?
વિચારવિસ્તારઃ
આ શ્લોકનો ભાવાર્થ એ છે કે, જ્યારે આપણે બીજાંઓ સાથે આદર અને સન્માનપૂર્વક વાત કરીએ છીએ તો સાંભળનાર વ્યક્તિ ખુશ થાય છે અને આપણા તરફ સારો ભાવ રાખે છે. તે ઉપરાંત, આપણા જીવન-વ્યવહારમાં પણ એક પ્રકારની સકારાત્મકતા આવે છે. તેથી દરેકે પ્રિય વાણી બોલવી જોઈએ. “સારા શબ્દો બોલવામાં શું કંજૂસાઇ કરવાની?” એમ કહી હળવી રીતે સારી વાણી બોલવાનું મહત્ત્વ દર્શાવ્યું છે.
Sanskrit shlok in English script :
Priya vaakyam pradaanen sarve tushyanti jantavah
tasmat tadev vaktavyam vachane ka daridrata?
Word to word meaning in English:
Priya=Good, vaakyam= speech, Pradaanen-by saying,; sarve= everyone, Tushyanti =happy, jantavah= human beings;
tasmaat= that’s why, tadev=tad+ev- like that, Vaktavyam=should speak,; Vachane=in good words, ka=why ? daridrata?= be miser? make adjustment?
Translation in English:
Everyone becomes happy by listening to listen good, humble and respectful words. so, one should speak that kind of language. Why to be miser in saying good words?
Devika Dhruva.
ddhruva1948@yahoo.com| http://devikadhruva.wordpress.com
