ધંધેકા ફંડા

ઉત્પલ વૈશ્નવ

જે કરવાનું છે તેની તૈયારીઓ કરતા રહેવાને બદલ, એ કામ કરી લઈએ :

‘હમણાં જ કરી લઈશું’ના ચક્રવ્યુહમાં મોટા ભાગના વ્યાવસાયિકો ફસાયેલા રહે છે.

એ વિશે બહુ વાંચ્યું હોય છે.
વાતો પણ કરી હોય છે.
આયોજન કર્યું હોય છે.
પોતાના કાર્યશૈલી એ અનુસાર બરાબર ગોઠવી પણ હોય છે.
‘યોગ્ય તક’ની જ રાહ જોતા હોય છે.

પરંતુ હકીકતમાં?
ગમે તેટલું શીખ્યા, આયોજન કર્યું, કે સમયપત્રક ગોઠવ્યું, પણ કરવાની તોલે ન આવે.

વસ્તુ બનાવવી.
ગ્રાહકની સાથે વાત કરવી..
પૉસ્ટ લખવી.
અપડેટ પહોંચતી કરવી.
એવું બધું.

બીજું બધું ઉત્પાદકતાની આડમાં વિલંબ જ છે.

AI બહુ બધું સ્વયંસંચાલિત કરી શકે, પણ આપણા વતી પહેલું ડગલું ન ભરી શકે.
જે કરવાનું છે તે તો આપણે જ કરવાનું છે.

→ જે કરવા જેવું છે તે…. કરવાથી જ થાય છે.


આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.