રજુઆતઃ સરયૂ મહેતા-પરીખ

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે;…અખિલ બ્રહ્માંડમાં,….

પટંતરો= પરોક્ષ સ્થિતિ. 

નરસિંહ મહેતા આવી ગહન વાત સરળતાથી કહી ગયા.

વૃક્ષમાં બીજ છુપાયેલું છે અને બીજમાં વૃક્ષ. જે પરોક્ષ છે એ જ પાસે છે.

 …પુરૂષ અને પ્રકૃતિ, પરોક્ષ અને પ્રત્યક્ષ, આ તથ્ય વિશે આગળ જોઈએ.


E=MC2 paintings (1, #2, #3) have two aspects: Physics and Spiritual.

Physics aspect: Matter and Energy are two different states of the same thing (Einstein: E = MC2).

The ‘black circle’ in the center represents a ‘black hole’ — a source of the energy, which manifests as the visible universe. Everything is nothing but the Energy.

Spiritual aspect: The Unmanifested, the Infinite, the Changeless Spirit is called Brahman: the one Absolute. This is described as Aum-Tat-Sat.

Aum is the creative vibration that upholds the worlds through Prakriti, mother nature. Brahman projected through His Maya.

The painting (#1) shows “Maya” as a power of creation. The other paintings have two faces (Purush and Prakriti, Brahman and Maya) merged in one, representing absolute and manifested energy. The creator and the creation are not separate, but one…

Dilip Parikh.

[ચિત્રો (#1, #2, #3) ના બે પાસાં છે: પદાર્થ વિજ્ઞાન અને આધ્યાત્મિક

પદાર્થ વિજ્ઞાન પાસું:

દ્રવ્ય અને ઊર્જા એક જ વસ્તુની બે અલગ અલગ સ્થિતિઓ છે (આઈન્સ્ટાઈન: E = MC2).

કેન્દ્રમાં ‘કાળું વર્તુળ’ એક ‘બ્લેક હોલ’ દર્શાવે છે – ઊર્જાનો એ સ્ત્રોત, દૃશ્યમાન બ્રહ્માંડ તરીકે પ્રગટ થાય છે. બધું જ ઊર્જા સિવાય બીજું કંઈ નથી.

આધ્યાત્મિક પાસું:

અવ્યક્ત, અનંત, પરિવર્તનશીલ આત્માને બ્રહ્મ કહેવામાં આવે છે: એક પરમ. આને ઑમ-તત્-સત્ તરીકે વર્ણવવામાં આવ્યું છે. 

ઑમ એ સર્જનાત્મક સ્પંદન છે જે માતુલ્ય પ્રકૃતિ દ્વારા વિશ્વોને ટકી રહેવા માટે સમર્થન આપે છે. બ્રહ્મ પરમની માયાનું નિરૂપણ છે..

ચિત્ર (#1) “માયા” ને સર્જનની શક્તિ તરીકે દર્શાવે છે. અન્ય ચિત્રોમાં બે ચહેરા (પુરુષ અને પ્રકૃતિ, બ્રહ્મ અને માયા) એકમાં ભળી ગયા છે, જે સંપૂર્ણ અને પ્રગટ ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. સર્જક અને સર્જન અલગ નથી, પરંતુ એક છે.]


નોંધઃ ચિત્રોનો પરિચય ગુજરાતીમાં શ્રી દાવડાસાહેબનો લખેલો છે

#1 CREATION. DKP. 3’x4’ oil color.

ચિત્રમાં ભૌતિક વિજ્ઞાન અને આધ્યાત્મિક વિષયો છે. મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને પુરવાર કર્યું કે પદાર્થ અને શક્તિ બન્ને એક જ છે, અને એના પ્રખ્યાત સમીકરણ E=mC2 પ્રમાણે એક બીજામાં પરિવર્તિત થઈ શકે છે. બીજા મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકીંગ્સના કહેવા પ્રમાણે પહેલા માત્ર એક ઘનિષ્ઠ શક્તિપુંજ જ અસ્તિત્વમાં હતો. એક જબરજસ્ત વિસ્ફોટ દ્વારા એનો વિસ્તાર થયો અને આ બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું. બિગ બેન્ગ.

# 2 BRAHMAN-MAYA. DKP. 3’x4’ oil color.

ચિત્રમાં જે કાળું ગોળ આકાર દેખાય છે, એ શક્તિપુંજ છે, એનું ન્યુક્લીયસ પણ દેખાય છે. નીચે વિસ્તરતું બ્રહ્માંડ દેખાય છે. આ બન્ને વૈજ્ઞાનિકોની થીયરીના પરિણામ સ્વરૂપ જે અસ્તિત્વમાં આવ્યું, તે પ્રકૃતિ અને પુરુષ પણ ચિત્રમાં સ્પષ્ટ કર્યું છે. મનુષ્ય આકૃતિની ચારે તરફ શક્તિ દર્શાવીને ચિત્રકારે પોતાની વાત સ્પષ્ટ કરી છે. કહેવાની જરૂર નથી કે એક પરિપક્વ ચિત્રકારની રંગોની સમજ અને પીંછીના સ્ટ્રોકની તાકાત ઉડીને આકર્ષે છે

 

બ્રહ્માંડનો વિસ્તાર અને માયા

# 3 PURUSH and PRAKRITI. DKP. 3’x4’

આ ચિત્ર આ પહેલાના ચિત્રની હકીકત પછીનું Second Stage દર્શાવે છે. Big Bang ના પરિણામે બ્રહ્માંડના વિસ્તારની પ્રકીયા શરૂ થઈ ગઈ (જે આજ સુધી ચાલે છે), પણ બ્રહ્માંડના વિસ્તારની સાથે પ્રકૃતિ અને પછી પ્રાણી અને મનુષ્યનું આગમન થયું. જ્યાં વિજ્ઞાન અટકે છે, ત્યાંથી પરમ તત્વ Take over કરે છે, અને આપણે એ અકળ પ્રશ્નોને પરમ તત્વની માયા તરીકે ઓળખીએ છીએ. ચિત્રકારે આ સમગ્ર પ્રક્રિયાને ખૂબ જ નાજૂક રીતે દર્શાવી છે.

Big Bang પહેલાનું શક્તિપુંજ એક કાળા ટપકાં તરીકે દર્શાવાયું છે. વિસ્ફોટ પછી વિસ્તરતું બ્રહ્માંડ બીજા અને ત્રીજા Circle અને એની વચ્ચે પ્રસરતી ઉર્જાના રૂપમાં દર્શાવ્યું છે. સમગ્ર પ્રક્રિયાના પરિણામ સ્વરૂપ ઓમ, જેના સર્જનાત્મક સ્પંદનોથી પ્રકૃતિ અને પુરુષનું સર્જન થયું તે જે રીતે દર્શાવ્યું છેએ એક સિધ્ધહસ્ત કલ્પનાશીલ કલાકાર જ દર્શાવી શકે. ત્યાર પછી પ્રકૃતિ અને પુરુષનો ચોતરફ થતો વિકાસ. માયાને Enlarge કરીને દર્શાવી છે. પ્રથમ મુખ એ માયા-પ્રકૃતિ છે, પણ એની પાછળ છુપાયેલો ચહેરો એ સત્ય-પુરુષ છે.


અવલોકનઃ 

…’સર્જન’, ‘બ્રહ્મ-માયા’, ‘પુરુષ-પ્રકૃતિ’ શીર્ષકધારી ચિત્રોમાં ભારતીય પૌરાણિક અને અધ્યાત્મ ધારાઓનું સુચારુ આલેખન છે. ફિઝિક્સ અને અધ્યાત્મની વિચારણામાંથી ચિત્રમાં માનવીય ચહેરાઓનું દ્વૈત પ્રગટ્યું છે એમ કહી શકાય. તે સ્થૂળ અને સૂક્ષ્મ, જેવા દ્વિભાવને પ્રતીકાત્મક રીતે વ્યક્ત કરે છે…” અન્ય ચિત્રોમાં સૌરાષ્ટ્રીય સાથ અલંકૃત શૈલીમાં આકર્ષક મુખમુદ્રા અને કમનીય દેહછટા ધરાવતા ચિત્રો આપણને ભારતીય સંસ્કૃતિની સહેલગાહ કરાવે છે.”

ડૉ.નિસર્ગ આહીર (Writer,Painter, Art critic) “


The messenger. DKP. 3’x2’ 2006

મેઘદૂત

સાંવરિયા ના આવીયા, પરવશ હશે વિદેશ
વિહ્વળ વ્યાકુળ સાહેલી, સુણ મેઘદૂત સંદેશ…

સરયૂ


સંવાદિતા. DKP.                                                       Harmony DKP

મંજુલ એ પ્રેમરાગ કેટલીયે રાત, રસિલી લય રચના અનેક વિધ વાત …

સરયૂ


Village. DKP 3’x6’ 2011                            Waiting. DKP. 3’x6’ 2012

SUJATA …DKP. 4’x6’ Oil color 2016.    A gift for mom. DKP. 1959
Donated to a charity.

DKP. Austin. TX.

Note: The photocopies do not justify the original art.


Saryu Parikh  સરયૂ પરીખ  www.saryu.wordpress.com