રજુઆતઃ સરયૂ મહેતા-પરીખ
દિલીપ કૃષ્ણકાન્ત પરીખ એમ.એસ.યુનિવર્સિટી, વડોદરામાં, Physics અને Electronics નો અભ્યાસ કરી, ૧૯૬૫માં ફેલોશીપ મેળવી યુ.એસ.એ. આવેલા. વર્ષો સુધી, Microelectronics Industries, Rockwell International, AT&T Bell Labs, Texas Inst.માં service કરી આજે Austin, Texasમાં નિવૃત્ત-પ્રવૃત્ત જીવન મ્હાણી રહ્યા છે. આધ્યાત્મિક અભ્યાસમાં ખૂબ ઊંડો રસ ધરાવે છે.

છ દસકા આ દેશમાં રહ્યા પછી પણ ભારતીય સંગીત અને ચિત્રકલાનો રસ જળવાઈ રહ્યો છે. રોજ, શાસ્ત્રીય સંગીત સાંભળતા, ફિઝિક્સ અને આધ્યાત્મિક સમન્વયવાળા ચિત્રો, નિજાનંદ માટે બનાવતા રહે છે. તેમના વધુ ચિત્રો સરયૂ પરીખની વેબસાઈટ પર છે. www.saryu.wordpress.com hdkp@yahoo.com
ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ચિત્ર શિક્ષક શ્રી સોમાલાલ શાહના ક્લાસથી રસ જાગ્યો. એ સમયે દોરેલા વોટર કલરમાં ચિત્રો, પેપર રોલ કરી ભારતથી અમેરિકા લઈ આવેલા, તેનાં રંગો હજુ સુધી કાયમ રહ્યા છે.

દિલીપ કિશોરે કોઈ કાર્ડ પર આ જોઈને જે રંગો લભ્ય હતા તેમાંથી ૧૮”નું ચિત્ર બનાવ્યું. એ સમયે શ્રી સોમાભાઈના મિત્ર, ચિત્રકાર ખોડીદાસ પરમારનો પરિચય થયો અને એક ઉત્સુક વિદ્યાર્થી તરીકે તેમની સૂક્ષ્મ કુશળતા, જેમકે ચિત્રમાં રંગ સૂકાયા પછી ડ્રોઈંગ પેપરને કઈ રીતે ધોવાનું વગેરે મૌન સાક્ષી બની શીખી લીધું.

પુસ્તકો વાંચવાના શોખને કારણે કચ અને દેવયાનીની વાર્તામાં ઘણો રસ. શ્રી.સોમાભાઈના બનાવેલ ચિત્ર પરથી વિદ્યાર્થી દિલીપે ૧૮” ‘દેવયાની’ અને ‘પનિહારી’ ચિત્ર બનાવેલ..

Panihari. watercolor 1956. DKPહાઈસ્કૂલ સમયના થોડા ચિત્રો જ જળવાઈ રહ્યા છે. બાકી બીજા ઘણા ક્યાં હશે…તેનો તાગ લગાવવો મુશ્કેલ છે. વર્ષોના અંતરાય પછી…1998 to now. Paintings in Oil color.

દિલીપ પરીખની કોલેજ સમયની સફળ કારકિર્દી, ગોલ્ડ મેડલ, સરયૂ મહેતા સાથે ૧૯૬૯માં લગ્ન. આગળના લેખમાં ચિત્રકારની સફરની વાત કરીશું.
Note: The photocopies do not justify the original art.
પ્રતિભાવઃ … રસદર્શનઃ શ્રી દિલીપ પરીખની ભાવઘન ચિત્રસૃષ્ટિ.
નિસર્ગ આહિર, ‘ગુર્જરી ડાયજેસ્ટ’ જુલાઈ ૨૦૨૪.
“…દરેક ચિત્ર તીવ્ર અસર છોડી જાય છે. આંખને જોવી ગમે એવી રમ્ય આકૃતિ, તેજસ્વી રંગો સાથે ભાવાત્મક, હેતુપુરઃસર સંયોજન – આ બધી ધ્યાનાર્હ ખાસિયતો છે ચિત્રકાર દિલીપ પરીખની…”
Saryu Parikh સરયૂ પરીખ www.saryu.wordpress.com
