દીઠે અડસઠ જાત્ર
દર્શના ધોળકિયા
આ પૃથ્વી પર જે ક્ષણથી મનુષ્યનું અવતરણ થયું તે ક્ષણથી જ, મનુષ્યની સાથોસાય પેમ તત્ત્વનો પણ આવિર્ભાવ થયો. એક સ્થાયી વૃત્તિ તરીકે પ્રેમે મનુષ્યના હૃદયમાં હંમેશ માટે ઘર કર્યું. મનુષ્યની ચેતના જેમ જેમ વિકસતી ચાલી તેમ તેમ એનામાં રહેલું પ્રેઅમતત્ત્વ ઉત્તરોત્તર નિખરતુ રહ્યુ. પૃથ્વી પર એવા પણ અનેક લોકોએ વસવાટ કર્યો જેમણે પ્રેમનું મૌલિક અર્થધટન કર્યું, મૌલિક અર્થઘટન પામેલો પેમ, હક્ક કે માલિકીની ભાવનાથી મુક્ત હતો, સાંપ્રદાયિક વાડાબંધીથી અલિપ્ત હતો, સ્થૂળ કે લૌકિક વાસનાઓથી અસ્પૃશ્ય હતો અને આવો પ્રેમ માત્ર પરમેશ્વરને જ થઈ શકે વું વિશુદ્ધ એનું રૂપ હતુ. એ પ્રેમની કલાને પામનાર માનવ આત્માઓ પણ પરમાત્માની હરીફાઈ કરી શકે તેવા વિરાટ ચૈતન્યના સ્વામીઓ હતા.
સ્વાભાવિક રીતે જ, પ્રેમની આ કક્ષાને પામનારા મનુષ્યો જુદા જુદાં સ્યળે અને કાળે વસનારાં ને રહેનારાં હોય તો પણ તેમને ‘આધ્યાત્મિક ચેતનાના ઘટક’ તરીકે ઓળખાવી શકાય. અધ્યાત્મ, મનુષ્યની એક સ્થિતિનો નિર્દેશ કરતો શબ્દ છે. આ સ્થિતિમાં રહેતા માણસની ગતિવિધિ અન્ય માણસો કરતાં જુદી તરી આવે છે. તેની ઉપસ્થિતિમાત્રથી જ તેની ચેતના ફેલાઈ જતી હોય છે. તેની હાજરીમાં પ્રગટતી આભા તેનામાં પ્રવેશેલી સ્થિતિની ચાડી ખાય છે. આ ચાડી, આધ્યાત્મિક મનુષ્યને એ છૂપો રહેવા ધારે તોય છૂપો રાખી શકતી નથી. એને પ્રગટ થયે જ છૂટકો થાય છે. એને જે મળ્યું છે તેને લલકાર્યા વગરે એનાથી રહેવાતું નથી ને એના લલકારમાં રહેલો રણકો એને પ્રગટ કરી દે છે.
મધ્યકાલીન ગુજરાતમાં અધ્યાત્મના રણકારને લલકારતા અનેક અવાજો આપણને સાંપડ્યા છે. તેમાં મીરાંનો રણકાર આગવો બનીને સુષુપ્ત અવસ્થામાં પડલા સૌને જગાડી દે એવો નક્કર ને લાલિમામંડિત ઉષઃકાળ જેવો મધુર છે. મીરાંમાં સળવળેલું આત્મતત્ત્વનું સ્ફુરણ માત્ર મીરાંનું ન રહેતા જગતસમગ્રમાં પથરાઈને જાણે કે સૌને હાથવગું બની જતું લાગે છે. મીરાંની સ્થૂળ ઓળખ મધ્યકાલીન ગુજરાતની ઉત્તમ સંત કઆચિત્રી; મેડતિયા રાઠોડ કુળની પુત્રી; સિસોદિયા કુળની પુત્રવધૂ; દુઃખી વિધવા હોવા છતાં પોતાને અખંડ સૌભાગ્યની સ્વામિની ગણતી સધવા; ગોકુળ-વૃન્દાવનમાં ફરતી ચિરપ્રવાસી ને દ્વારકામાં અનંતને ભેટતી સ્ત્રીની છે. એના જીવનમાં આવેલા તબક્કાઓની વચ્ચે એણે જીવેલા જીવનનો સમયગાળો આશરે ઈ.સ. ૧૪૯૭થી ૧૫૪૭ સુધીનો ગણાયો છે.
મીરાંની સાચી ઓળખ તો પરમેશ્વરની પ્રિયતમા તરીકેની ગણી શકાય. જનમ્ ધરીને મીરાંએ જે કર્યું છે તે આ. મૃત્યુ સમયે પણ તેની પાસે જે મૂડી છે તે આ જ. મીરાં ચિર પ્રેમિકા છે. પ્રેમતત્ત્વે તેને રીતસરની ઘેરી લીધી છે. સમજ આવ્યા પછી તેને પ્રેમનો મહિમા સમજાયો છે એવું નથી. એ જાણે કે પ્રિયતમા બનીને જ કોઈની પુત્રી તરીકે, કોઈક દેશમાં જન્મી છે. આ વાતનો એકરાર કરતાં તે કહે છે :
“આદ્ય વેરાગણ છું.’
‘બાલા તે પણમાં પ્રીત બંધાઈ. ‘
જાણે કે થઈ રહ્યું ! જે ક્ષણથી મીરાં પ્રેમપાશમાં બંધાઈ તે જ ક્ષણથી સંઘર્ષ શરૂ થઈ ગયો. આ સંઘર્ષ તેણે સહેલાં દુઃખોનો નહોતો; તેના વૈધવ્યનો નહોતો; જનસમાજ તેની પીડાને સમજવા તૈયાર નહોતો તેનો પણ નહોતો. આ સંઘર્ષ હતો પ્રિયતમની વધુ ને વધુ નિકટ થવાની ઉતાવળનો. જેનું નામ હતું વિરહ. મીરાં વિષાદની નહિ પણ વિરહની મારી છે. અસીમ તત્ત્વને મીરાં ચાહી બેઠી છે. હવે ચિંતા છે તેને હાથવગું કરવાની :
‘નંદના કુંવર સાથે નેડલો બંધાણો, મારે છેડલો ઝાલીને ફરવું છે.’
મીરાંનું આ પ્રારંભિક, ઊઘડતું વ્યક્તિત્વ છે. પ્રેમની ભાળ જેને લાગી એ ધન્ય તો થઈ જ ગયું. પણ પછી બીજી ચિંતા ઉત્પન્ન થાય છે પ્રિયતમની ભાળ લાગવા અંગેની. એકલા પ્રેમથી કંઈ ચાલતું નથી. પ્રેમતત્વને પામેલી મીરાં જીવનની વસમી યાત્રાએ -પ્રિયતમની શોધમાં નીકળી પડે છે. વિરહની મારી હોઈને તે શિથિલ બની ગઈ છે. પોતે અનુભવેલા શૈથિલ્યને એણે અનેક જગાએ, અનેક રીતે વ્યક્ત કર્યું છે :
‘તું તો ટળી રે સસરિયાના કામની રે.
મુણે લેગ લાગી હરિના નામની રે.’
મીરાંની સામે, તેના પ્રેમની સામે જેણે ફરિયાદ નોંધાવી છે તેવા લોકોને પણ વિવશ મીરાં જવાબ આપે છે:
‘મારૂં મનડું વિંધાનું રાણા, ચિતડું ચોરાણૂં, હું શું કરૂં?’
મીરાં પ્રેમથી એટલી તો ભરાઈ ગઈ છે કે પોતે કરેલા પ્રેમને જાણે તે સહી શકતી નથી. આ પ્રેમે તેને વીંધી નાખી છે :
‘પ્રેમની, પ્રેમની, પ્રેમની રે, મુને લાગી કટારી રૅ.’
ઈશ્વરે પ્રેમનું આક્રમણ કરીને મીરાંને ઘાયલ કરી છે, મૂંઝવી મારી છે.
“કટારી લાગી આરપાર રે, મનડું તો ઘાયલ થયું.’
આ વાત કહેવી પણ કોને ! પ્રેમ કર્યો તેની જ સામે જ્યાં ફરિયાદ હોય ત્યારે જવું પણ ક્યાં ? આથી મીરાં પોતા જેવા જ લોકોને યાદ કરીને આશ્વાસન મેળવે છે : “રામબાણ વાગ્યાં હોય તે જાણે!” કહીને યાદ કરતાં તેને પોતાના સહધર્મીઓનું સ્મરણ થાય છે :
“ધ્રુવને માર્યા, પ્રહ્લાદને માર્યા તે ઠરી ના બેઠા ઠામ.’
જેના જેના સામું મીરાંના પ્રિયતમે જોયું તે બધાની શાંતિ જ હરાઈ ગઈ. મીરાં તો રહી અબળા. તેનું ગજું શું ?
‘પિયુજી હમારો પારધી ભયો, મૈં તો ભઈ હરિણી શિકાર.’
એક તો પોતે હરિણી-સી કોમળ, પાછો તેનો શિકાર થયો ને એ પણ હોશિયાર શિકારીનાં શસ્ત્રોથી. એ જ ક્ષણે મીરાંનું મીરાંપણું – સ્વત્વ ખોવાઈ ગયું. કાનુડે ભાળીને કીધાં ખાખ !’ કહેતી મીરાં ધીમે ધીમે પ્રેમમાંથી ભક્તિમાં જાણે સરકતી ગઈ છે.
પ્રેમ થયાનો, સ્વત્વ ખોવાયાનો અનુભવ મીરાંને દોહ્યલો થઈ પડયો છે. ક્યારેક એને પોતે વેઠની ગાંસડી ઉપાડવાનો ભાવ પણ થઈ આવે છે. તેમ છતાં, મીરાં તેણે ઉપાડેલી ગાંસડીને છોડવા તૈયાર નથી. એને થાક લાગ્યો છે એણે કરેલા પ્રેમનો નહીં, પ્રિયતમની પ્રાપ્તિ માટે પસાર થયે જતા સમયનો. મીરાંને લગન છે ‘ઠેઠ’ પહોંચવાની. ‘ઠેઠ’ સુધી પહોંચતાં ભક્તિરૂપી જેઠ માસની લૂ સહન કરવા પણ તે તૈયાર છે. ‘રણછોડરાય શેઠ’ માટે કરીને એ ‘પચી-પચીને પીળું પાન’ થઈ ગઈ છે. જીર્ણ થયેલી મીરાંને રોગી ગણીને વૈદ્ય તેને જોવા આવે છે. તેને હસી કાઢીને મીરાં અંદરની પીડાને એક સ્વગતોક્તિમાં જ રજૂ કરી દે છે :
“એ રે પીડા પરખે નહિ, મોહે કસક કાળજાની માંહ્ય.’
પોતાને ચોંટેલા આ “ઘટ રોગ’ને મીરાં પરમ ભાગ્ય માનીને માથે ચઢાવે છે. તેને ત્યાગવાનો તો સવાલ જ ઊઠતો નથી. મીરાંએ ખેલવાનો સંઘર્ષ આ છે. જનસમાજને મતે મીરાં પોતાના દિયર સામે, પ્રજા સામે લડી છે. પણ હકીકતમાં મીરાંને એ પ્રકારનો સંઘર્ષ કરવાનો તો સમય જ નથી. પોતાના પ્રેમને સાચવવામાં એને રસ છે. એમાં જે અંતરાયો થાય છે તેના સામે મીરાંએ આંખ ઊંચી કરી છે.
આ ક્ષણોમાં મીરાંનું રાજવંશી ક્ષાત્રત્વ ઝળકે છેઃ
‘ગિરિધરલાલ વિના ઘડી ન ગોઠે, હરિરસ ઘોળી ઘોળી પીધા જી.’
‘જીવડો જાય તો જવા દેઉં, હરિનઈ ભક્તિ નવ છોડું.’
પોતાને મળેલી પ્રેમની, ભક્તિની ભેટથી મીરાં ન્યાલ બની ગઈ છે. મીરાંની મિરાત છે એનો પ્રિયતમ શામળ. પ્રેમ સ્વયં એક કોમળ તત્ત્વ, પાછુ એ એક સ્ત્રીના હાથમાં આવી ચઢ્યું ને તેથી કોમળતમ બની રહયું. મીરાંએ કરેલા પ્રેમનું માધુર્ય સ્પર્શી ન શકાય તેવું મખમલી છે :
‘ફૂલનો પછોડો ઓઢું પ્રેમ ઘાટડી રે
બાઈ, મારો શામળિયો ભરથાર.’
ઘીમી ધારે પ્રેમ મીરાં પર વરસ્યો છે. એથી મુંઝાવાને બદલે ભીંજાઈ છે મીરાં :
“ઝરમર ઝરમર મેહુલ વરસે, ભીંજે મારી સાળુડાની કોર રે.’
એવો પ્રેમ જોઈને ભૂલેચૂકેય જો એને મીરાંનો બહારથી દુશ્મન ને અંદરથી મિત્ર જોઈને કોઈ ભૂલેચુકેય જો એને છોડવાની સલાહ મળે છે ત્યારે રાજરાણીનું ઓજસ પ્રવર્તાવતી મીરાં આંખ ફેરવીને ઉત્તર વાળે છે :
‘રાજસી ભોજન જગવા નથી રાણા, અમે પ્રેમના ટુકડા માગી ખાશું.’
મીરાં પોતે કરેલી પસંદગી પ્રત્યે અડોલ રહી છે. એની ભક્તિ ભક્તિનું રક્ષણ કરવાનો એનો નિશ્ચય પ્રતાપી છે. મીરાં પોતાના પ્રેમને ટકાવી શકી છે એનું કારણ પ્રેમને પ્રતિસાદ આપ્યો છે. મીરાંને કશુંક અનુભવાયું છે. આ અનામ તત્ત્વથી રસાયેલી મીરાંની વાણીમાં સંતૃપ્તિનો ઓડકાર છે. મીરાંની સભરતા વારંવાર મુખરિત થઈ ઊઠી છે. કૃષ્ણ મીરાંની પાછળ પડી ગયા છે. મીરાં વિના તેમને ચાલતું નથી. કૃષ્ણની આ જ તો રીત છે. પ્રથમ પોતાનાંને ઘાયલ કરવાં ને પછી જાતે ઘાયલ થવું. મીરાં જાણે છે તેમ, ધ્રુવ ને પ્રહૂલાદને પોતાની જેમ જ ઈશ્વરે રંજાડયા છે ને પછી પરિતૃપ્ત કર્યા છે. આ કંઈ મીરાંનો એકલીનો અનુભવ નથી, પ્રેમીમાત્રનો છે એવું મીરાંનું કહેવું છે : “પ્રીત કરે તેની પૂંઠ ન મેલે.’ આ વાતનો આનંદ મીરાં સમાવી શકતી નથી, પ્રભુ પોતાને વળગ્યા છે ને પોતે પશ અળગી થવા માગતી નથી. પરમેશ્વરનો પ્રેમ કેટલીકવાર તો સહન નથી થતો એટલો પ્રચુર માત્રામાં એ મીરાં પર ફરી વળે છે !
મીરાં પોતે કરેલી પસંદગી પ્રત્યે અડોલ રહી છે. એની ભક્તિ વિનમ્ર છે અને ભક્તિનું રક્ષણ કરવાનો એનો નિશ્ચય પ્રતાપી છે.
મીરાં પોતાના પ્રેમને ટકાવી શકી છે એનું કારણ ઈશ્વરે એના પ્રેમને પ્રતિસાદ આપ્યો છે. મીરાંને કશુંક અનુભવાયું છે. આ અનામ તત્ત્વથી રસાયેલી મીરાંની વાણીમાં સંતૃપ્તિનો ઓડકાર છે. મીરાંની સભરતા વારંવાર મુખરિત થઈ ઊઠી છે. કૃષ્ણ મીરાંની પાછળ પડી ગયા છે. મીરાં વિના તેમને ચાલતું નથી. કૃષ્ણની આ જ તો રીત છે. પ્રથમ પોતાનાંને ઘાયલ કરવાં ને પછી જાતે ઘાયલ થવું. મીરાં જાણે છે તેમ, ધ્રુવ ને પ્રહૂલાદને પોતાની જેમ જ ઈશ્વરે રંજાડયા છે ને પછી પરિતૃપ્ત કર્યા છે. આ કંઈ મીરાંનો એકલીનો અનુભવ નથી, પ્રેમીમાત્રનો છે એવું મીરાંનું કહેવું છે : “પ્રીત કરે તેની પૂંઠ ન મેલે.’ આ વાતનો આનંદ મીરાં સમાવી શકતી નથી, પ્રભુ પોતાને વળગ્યા છે ને પોતે પણ અળગી થવા માગતી નથી. પરમેશ્વરનો પ્રેમ કેટલીકવાર તો સહન નથી થતો એટલો પ્રચુર માત્રામાં એ મીરાં પર ફરી વળે છે !
પરમેશ્વર કરેલા પ્રેમના બદલામાં, પરમેશ્વરે પાથરેલી ઝોળીમાં મીરાં આપોપું નાખીને પ્રિયતમની ઝોળી છલોછલ ભરી દે છે. ફૂલની પછેડી ઓઢીને ભરથારને ભજતી મીરાં પરમેશ્વરનો પ્રેમ જોઈને ઓછી ઓછી થઈ ગઈ છે. સ્વામી પાસે તેની કોઈ જ માંગ નથી, છતાંયે જો પ્રીતમ કશું દેવા જ માગતા હોય તો મીરાં માગે છં પોતાને ચાકર રાખવાનું. ચાકરીના બદલામાં પ્રીતમનું સ્મરણ ને દર્શન. બાકી તાં શું માગવાનું હોય જ્યાં માગ્યા પહેલાં જ પ્રીતમે પ્રેમ કરી નાખ્યો હોય ! અવારનવાર ક્ષત્રાણીનું રૂપ પ્રગટાવતી મીરાં પ્રીતમ પાસે વિનયનમ્ર બનીને યાચે છં :
‘માણીગર સ્વામી મારે મંદિર પધારો, સેવા કરું દિન રાતડી.’
વિષાદ ને વિરહમાં પરિપક્વ થયેલો મીરાંનો પ્રેમ પ્રેમિકા મીરાંના અભિનિવેશને ક્રમશ: ઉપશમ ભણી લઈ જાય છે. ધીમે ધીમે તેનો પ્રેમ, તેને આત્મરતિ ભણી વાળે ચે ને પ્રેમી મીરાંનું જ્ઞાની મીરાંમાં જાણે રૂપાંતર થાય છે. મીરાંને થયેલા આત્મસાક્ષાત્કારનું આ સૂચન છે. તેને જે ઈશ્વરની પ્રાપ્તિ થઈ છે તે કોઈ સાકાર રૂપની નહીં પણ ચૈતન્યમય વિરાટ તત્ત્વની, જેનું મીરાં એક મહત્વનું અંગ છે તેવા તત્ત્વની. આ તત્ત્વને પામતી મીરાંનું રૂપ જ બદલાઈ જાય છે. આરતભરી રતિથી પ્રિયતમને પુકારતી મીરાંનો જાણે પુનર્જન્મ થાય છે. ભક્તિનું અતિક્રમણ કરતી મીરાંને જે દર્શન સાંપડ્યું છે તે તેના પહેલાંના કલ્પનાલોકનું નથી પણ આંતરજગતના ઊંડાણમાંથી આવેલું છે, મીરાંએ જોયેલા જ્ઞાનલોકનું છે.
‘આ તનકો દીવડો કુરું રે, મનસા કરું બાતી રે,
તેલ જલાવું પ્રેમનું રે, નિશદિન પ્રેમમાં રાતી રે.
અજ્ઞાનની કોટડીમાં ઊંઘ ઘણી આવે, પ્રેમ પ્રકાશમાં હું જાગી રે.
આત્મપ્રકાશમાં જગત સમગ્રને જોઈ શકતી મીરાંનું ક્ષાત્રત્વ, એનું ઓજસ પણ ધીમે ધીમે શમી જાય છે. બચે છે માત્ર એનું સંતત્વ. આથી જ આજુબાજુના ડહોળાયેલા વાતાવરણની વચ્ચે પણ જે લોકો ઉપર ઊઠવા મથે છે તેના ભણી હાથ લંબાવીને મીરાંએ મૈત્રીભાવે પોતાની સાથે રહેવા તેમને નિમંત્ર્યા છે :
‘હો ભાગ્યથાળી ! આવો તો રામરસ પીજીએ.
હંસલાની સાથે વીરા સંગતું કરીએ, ભેળા બેસીને મોતી ચણીએ.’
સંસારની વિચિત્ર ગતિવિધિને બરોબર ઓળખતી-પારખતી મીરાં સૌને એનાથી ચેતવે છે ને વીનવે છે :
ઊંડા નીર જોઈને માંડી નહી ઘસીએ, સંતો, કાંઠડે બેઠા બેઠા નાહીએ,
માયાનું રૂપ જોઈને ન ડગીએ, જીતી બાજી તો ન ઠારીએ.”
મીરાં પોતે તો આ કરી શકી છે. મીરાં પાસે ચાવી છે ધીરજ ને ધ્યાનની. પોતાને ઉદ્દેશીને તેણે જે કહ્યું છે તે ખરેખર કહેવાયું છે તો આમ સમાજને, મીરાંને તો તેની જરૂર નથી પણ છતાંયે તેણે પોતાની જાતને સંબોધીને, સ્વગતોક્તિમાં પ્રગટોક્તિ રજૂ કરી દીધી છે :
“મારી વાડીમાં વહાલા, પવન પાંદડીઓ : ધીરજ ધરજે મન, તું દોડીશ મા,.
મારી વાડીમાં આંબો રે મ્હોર્યો, ફળ પાકાં લેજે, કાચાં તોડીશ મા.’
પોતે જોયેલો ખજાનો સૌ સમક્ષ ખૂલ્લો મૂકીને મીરાંએ તેને વહેંચવા યત્ન કર્યો છે :
તમે જણી લો સમુદ્ર સરીખા મારા વીરા રે, અ દિલ તો ખ્લીને દીવો કરો રે’
દીવો કરતાંવેત જે દેખાયું છે તે શું છે?
‘આ રે કાયામાં છે વાડીઓ હોજી, માંહી મોર કરે ઝીંગારા,
આ રે કાયામાં છે સરોવર હો જી, માંહે હંસ તો કરે કિલ્લોલા,
આ રે કાયામાં છે હાટડાં, તમે વણજ વેપાર કરોને અપરંપરા રે.’
જીવનભર બળી-ઝળીને ખાખ થઈ ગયેલી મીરાં પોતાને મળેલા દર્શનને પામીને ખીલી ઊઠી છે. “સુખ છે તમારા શરણમાં, ગુરુજીએ કહ્યું કરણમાં’ ગાતી મીરાંને મળેલો આ મહામંત્ર તેણે પચાવીને દીપાવ્યો છે. આ મંત્રે તેને પ્રથમ રતિ આપી ને તેમાંથી જ જન્મી તેની વિરતિ. ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્યનાં ત્રિતત્ત્વને મીરાંએ પોતાની જીવનયાત્રામાં પ્રમાણ્યું.
પાછલી અવસ્થામાં તો મીરાંની ભાષામાં નાથપરંપરાની છાયાનો પ્રભાવ પણ દેખાય છે. વારંવાર ‘જોગી’ને સ્મરતી મીરાંનો જોગી કાં તો તેના ગુરુ (રેદાસ) હોઈ શકે, કૃષ્ણ પણ હોઈ શકે ને અન્ય કોઈ મહાપુરુષ પણ હોઈ શકે. મૂળેથી જ જોગણ એવી મીરાંનો જોગી કોણ છે એની ઓળખાણ મીરાં પોતે જ આપે છે :
‘માઈ, મને રમઈયો દે ગયો ભેખ.’
ભેખ દઈને એ નાસી ગયો છે. આથી તેને આવવાનું કહેતી મીરાં જોગીની પ્રીતને દુખનું મૂળ કહે છે; આ જોગી ઝડપથી પોતાને દેશ આવે એમ ઇચ્છે છે. જોગીને ઇચ્છતી આ જોગણી છેલ્લે પોતે જ જોગી બની જાય છે. જોગી, જોગ ને જોગણી ત્રણે વિલુપ્ત બને છે :
‘ઊઠ તો ચલે અવધૂત, મઢીમાં કોઈ ન બીરાજે;
પંથી હતા તે પંથ લાધ્યો, આસન પડી રહી વિભૂત’
પરમેશ્વરનું આરાધન કર્યા પછી સૌ સાધનો મીરાં માટે મિથ્યા બની ગયાં છે. જ્ઞાનાજ્ઞિને પ્રગટાવતી મીરાં ઉપરછલ્લાં વળગણોને પયગંબરી વાણીમાં હસી કાઢે છે :
‘એકાદશી વ્રત કોણ કરે, હું તો ણેટાણાં ખાઉં;
મીરાં કહે ગિરિધર નાગર, હરિરસ પીઉં ને પાઉં.’
*
‘જપ-તપ-તીરથ કાંઈયે ન જાણું, ફરત મૈં ઉદાસી’
*
‘જોગ કરો ને ભલે જગન કરાવો, હરિ નથી હોમ-હવનમાં
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હરિ વસે છે હરિના જનમાં.’
મીરાંને સંપ્રદાયમાં, વાદ-વિવાદમાં રસ નથી. આથી જ તેણે કોઈ પ્રકારની માયા રચી નથી. આ વાતનું તેને ગૌરવ છે. તે કહે છે તેમ, તેણે પુત્રને જન્મ આપ્યો નથી ને શિષ્યને દીક્ષા નથી આપી. મીરાંની યાત્રા એની પોતાની છે. એમાં કોઈને સ્થાન નથી. જગત પ્રત્યે મીરાં ઉદાસ છે. એનું કારણ એને કોઈ પ્રકારની ઉપેક્ષા છે એવું નથી પણ સંસારમાં રહેલી અપરિપકવતાને એણે માપી લીધી છે. નરસિંહ જેમ મીરાં પણ આથી જ, સંસારને ખરાબ નહીં પણ ‘કાચો’ કઢે છે. સંસારનું સુખ કાચું હોઈને મીરાંએ એનાથી ‘ન્યારા’ રહેવાનું પસંદ કર્યું છે. સંસારનું જળ, મૃગજળ છે, છલના છે. છલનાથી આકર્ષાવાનું મીરાંને પસંદ નથી. જે આકર્ષાયાં છે તેના પ્રત્યે કંઈક ઉપેક્ષાથી મીરાંએ જોયું છે. જરૂર લાગી છે ત્યારે તીવ્રતાથી મીરાંએ પોતાની આ ઉપેક્ષા પ્રગટ કરી છે :
કુબુદ્ધિડા નવ જાણે હરિનીજી ભક્તિમાં વહાલા,
સમજ્યા વિના નોખું નોખું તાણે.
તમારો રંગ ઓધા છે પતંગનો, અમારો રંગ છે કરારી.’
સંત હોવાને નાતે મીરાંએ પોતાનું રહસ્યદર્શન વહેંચ્યું છે પણ એને સૌએ ઝીલ્યું કે કેમ તેની મીરાંને પડી નથી. આથી જ તો એણે શિષ્યપરંપરા ઊભી જ કરી નથી. એનામાં રહેલી આ ખુમારી એના અધ્યાત્મવિચારની ભેટ છે. “લાગી મોહિં રામ-ખુમારી’ કહેતી મીરાંનું તેજ પછીથી કોઈ ક્ષત્રાણીનું રહેતું નથી પણ ભક્તાણીનું બને છે. અધ્યાત્મને પામનારા મનુષ્યને માટે સંસારનાં સુખો, ગુરુત્વ, સમાજ વગેરે સાથેનું જોડાણ કપાઈ જાય છે. પોતે પામેલા દર્શન વિશેનો દાવો કરવાની તો પછી વાત જ ક્યાં રહે ? એ તો સ્વમાં જ લીન બને છે. પોતે કરેલું આ પ્રકારનું જીવનકાર્ય વ્યક્ત કરીને મીરાં ભક્ત તરીકેનું, જ્ઞાની તરીકેનું ને વૈરાગી તરીકેનું ત્રિવિધ વ્યક્તિત્વ એક જ પંક્તિમાં વ્યક્ત કરીને આત્મપ્રતીતિનું ગૌરવ સવિવેક જાળવીને જાણે જાતને સમેટે છે :
‘ ખૂણે બેસી ને ઝીણું રે નથી રાખ્યું કાંઈ કાચું.’
મીરાંને બે બાબતમાં રસ છે : અપ્રગટ રહેવામાં ને નક્કરની પ્રાપ્તિમાં. આથી તેણે ખૂણે બેસવું પસંદ કર્યું છે. કોઈ જુએ નહીં તેમ રહેવું ને સર્વ કાંઈ કાચી વસ્તુને પારખીને તેના ભણી ન ઘસવું એ મહામંત્ર મીરાં પામી છે. તેની આધ્યાત્મિક ખુમારીનો આ એક વધુ પુરાવો સાંપડે છે.
મીરાંના નામ વિશે મંતવ્ય આપતાં શ્રી નિરંજન ભગત નોંધે છે : “મીરાં” શબ્દ વિશે બે અનુમાનો છે. ‘મૌરાં’ શબ્દ ફારસીથી આવ્યો છે. એના અર્થો છે પરમેશ્વર, અગ્રણી અને અમીર. સંસ્કૃતમાં મીરાં ‘મીર +આ; રૂપે આવ્યો છે. સંસ્કૃતમાં ‘મીર’ નો અર્થ છે સમૃદ્ધ. ‘મીરાં’શબ્દ સંસ્કૃતના ‘મિહિર’નું પરિવર્તનરૂપ હોય તો ‘મિહિર’નો અર્થ ચે સૂર્ય. ‘મોરાં’ના તમામ અર્થો મેડતાની આ રાજકુમારીએ, પરમેશ્વરની આ અભૂતપૂર્વ એવી, રાજકુમારીએ સિદ્ધ કર્યા છે.
આરંભે શૃંગારમંડિત જણાતો મીરાંનો પ્રેમ આરંભથી અંત સુધી દિવ્ય છે. એના પદોમાં દિવ્યતાની સુગંધ ઠેર ઠેર છવાયેલી જોવા મળે છે. એ દિવ્યતામાં પ્રતિતી અને અનુભૂતિ ભળતાં એનં પદો શાશ્વતી પામે છે.
‘એ હંમેશાં સુંદર લાગે છે. એ હૃદયદ્વારક છે કારણકે એ સાચાં છે. મીરાએ એનાથી ગાયા વિના રહેવાયું નથી એથી ગાયું છે. એનાં પદ સીધાં હૃદયમાંથી ફૂટે છે, ફૂવારાની જેમ. અન્ય કેટલાંકનાં પદની જેમ એમનાં પદ કીર્તિ માટે કે લોકપ્રિયતા માટે રચાયાં નથી, એમાં એની હંમેશની અપીલનું રહસ્ય છે,’
મીરાંની અધ્યાત્મયાત્રા એની આત્મરતિને લઈને, એના દિવ્ય પ્રેમને લઈને, એના શાશ્વત સંદેશને લઈને સૌને કૃતાર્થ બનાવતી રહી છે. આ કારણે મીરાંનું સ્થાન માનવગુરુનું બન્યું છે. માત્ર પરમેશ્વરની પિયા હોવાને નાતે જ નહીં પણ જીવનનો અર્થ પામ્યાંને કારણે મીરાં મરમી માનવગુરુ સિદ્ધ થઈ છે.
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
