નિરંજન મહેતા

આ શ્રેણીનો આ ત્રીજો અને છેલ્લો ભાગ પ્રસ્તુત કરૂ છું. અહી મુકાયેલા ગીતો બાદના વર્ષોના ગીતો નજરમાં નથી એટલે જેટલા મળ્યા તેટલા ગીતો આપની સમક્ષ રજુ કરૂ છું.

સૌ પ્રથમ જોઈએ ૧૯૭૧ની ફિલ્મ ‘કારવાં’ નું આ ગીત

दैया हाय में ये कहाँ आ फसी
हाय रे फसी कैसे फसी
रों आवे ना आवे हसी
पापे बचालो तुषि

અમરીશ પુરીથી બચવા આશા પારેખ વેશ બદલી ભાગે છે પણ તેમાં ગરબડ થાય છે એટલે તેનાથી ઉપરના શબ્દો ગવાય છે. તેને સાથ આપ્યો છે જીતેન્દ્રએ. મજરૂહ સુલતાનપુરીના શબ્દો અને આર. ડી. બર્મનનું સંગીત. રમુજી અવાજ આશા ભોસલેનો.

૧૯૭૪ની ફિલ્મ ‘કુંવારા બાપ’ જે મેહમુદની જીવન કથની પરથી બન્યું એમ કહેવાય છે તેનું ગીત છે

मैं हूँ घोड़ा, ये है गाड़ी, मेरी रिक्शा सब से निराली
ना गोरी है ना ये काली, हो हो हो हो हो हो
घर तक पहुंचा देने वाली

રિક્ષા ચલાવતા રમુજી રીતે પ્રસ્તુત કરે છે મેહમુદ જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર છે રાજેશ

રોશનનું. સ્વર છે. કિશોરકુમાર અને મેહમુદના.

૧૯૭૪ની ફિલ્મ ‘આપ કી કસમ’નું ગીત ભાંગના નશામાં ધૂત રાજેશ ખન્ના અને મુમતાઝ પર રચાયું છે.

जय जय शिव शंकर
काँटा लगे न कंकरजो प्याला तेरे नाम का पिया
ओ~ गिर जाऊँगी, मैं मर जाऊँगी
जो तूने मुझे थाम न लियासो रब दी

જુદા જુદા ભાવ દર્શાવતા આ ગીતના રચયિતા છે આનંદ બક્ષી અને સંગીતકાર છે આર. ડી. બર્મન કિશોરકુમાર અને લતાજી ગાયકો.

૧૯૭૫ની ફિલ્મ ‘ચુપકે ચુપકે’ જે ખુદ એક રમુજી ફિલ્મ છે તેનું આ ગીત માણવા લાયક છે.  :

चल शुरू होजा उहुं उहुं

(खांसता है)

है हा है हा

(गला ठीक करता है)

सा आ अ आ आ आ अरे !

बस बस बस बस ! सा पे रुक गया
आगे बढ़ रेरे के आगे क्या है गा
अरे वाह वाह वाह वाह!

क्या गले में तासीर हैये बात है !
तो माचल वापस आजा अपनी जगह पे
અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર વચ્ચેની આ જુગલબંધી આજે પણ લોકો માણે છે. આનંદ બક્ષીનાં શબ્દો, સચિનદેવ બર્મનનું સંગીત. ગાયકો કિશોરકુમાર અને રફીસાહેબ

૧૯૭૬ની ફિલ્મ ‘સબ સે બડા રૂપૈયા’નું આ ગીત જેમાં પૈસાને મહત્વ આપનાર પર એક કટાક્ષમય ગીત છે.

न बिवी न बच्चा न
बाप बड़ा न माइयाँ
थे व्होल थिंग इस धेट के
भैया सबसे बड़ा रुपैया

न बिवी न बछा न
बाप बड़ा न माइयाँ
थे व्होल थिंग इस धेट के
भैया सबसे बड़ा रुपैया

એક પાર્ટીમાં ગવાતા આ ગીતના કલાકાર છે મેહમુદ જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીનાં અને સંગીત આપ્યું છે  બાસુ મનોહારીએ. ગીત ખુદ મેહમુદે ગાયું છે.

૧૯૭૭ની ફિલ્મ ‘ખટ્ટા મીઠા’નું આ ગીત એક જુદા જ પ્રકારની રમુજ આપે છે.

मम्मी ओ मम्मी
तू कब सास बनेगी
जब जब मेरी शादी होगी
तब तब तब तू दादी होगी
वान वान वान वान

પોતાની ઉંમર થઇ હોવા છતાં દેવેન વર્માનાં લગ્ન થયા નથી હોતા એટલે તે પોતાની મમ્મી પીલુ વાડિયાને તે તરફ આ ગીત દ્વારા ધ્યાન દોરે છે. ગીતના શબ્દો છે ગુલઝારના અને સંગીતકાર છે રાજેશ રોશન. ગાયક કિશોરકુમાર.

આ જ ફિલ્મનું બીજું ગીત પણ એક સિચ્યુએશન કોમેડી ગીત છે.

रोल रोल माको निसा
माको निशा दोबारा
रोल रोल माको निसा
माको निशा दोबारा

अरे दम निकल न
जाये जरा दम लगा
दम निकल न
जाये जरा दम लगा

અશોકુમારનું કુટુંબ ઘર બદલવા કારમાં જાય છે ત્યારે કાર ખોટકાઈ જાય છે અને બધાએ ધક્કા મારવા પડે છે. ત્યારે આ ગીત બધાને જોશ આપવા અશોકકુમાર ગાય છે જેના શબ્દો છે ગુલઝારનાં અને સંગીત છે રાજેશ રોશનનું. સ્વર છે કિશોરકુમારનો.

૧૯૭૭ની બહુ પ્રચલિત ફિલ્મ ‘અમર અકબર એન્થની’નું ગીત જોઈએ.

तय्यब अली प्यार का दुशमन हाय हाय
मेरी जान का दुश्मन
हाय हाय हाय हाय

तय्यब अली प्यार का दुशमन हाय हाय
मेरी जान का दुश्मन
हाय हाय हाय हाय

નીતુ સિંહના પ્રેમમાં રિશી કપૂરને મુકરી દાદ નથી આપતો એટલે પોતાનું ખુન્નસ કાઢવા રિશી કપૂર ત્રિપંથી લોકોની સહાય લઇ મુકરીને પરેશાન કરે છે. આનંદ બક્ષીનાં શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. ગાયક રફીસાહેબ.

 

૧૯૭૮ની ફિલ્મ ‘ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન’નાં આ ગીતમાં ફરી એકવાર રિશી કપૂર અને મુકરી સામસામે છે.

मनु भाई मोटर चले पाम पं पाम
चोपती जायेंगे न भेल पूरी खाएँगे
चोपती जायेंगे न भेल पूरी खाएँगे
अछि अछि सुरतो से नजरे लड़ायेंगे
हल्ला मचाएंगे गुल्ला मचाएंगे
बैंड बाजा बजेगा धूम धूम धूम

પોતાની મોટર ચાલુ ન થતા રિશી કપૂરને મુકરી વિનંતી કરે છે જે તેના સાથીદારો સાથે મળી કરી આપે છે અને પછી તેમાં સૌ બેસી આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે રાજીન્દર કૃષ્ણના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. કિશોરકુમારનો સ્વર.

૧૯૭૯ની ફિલ્મ ‘ગોલમાલ’ જે હ્રીશિદાની એક ઉત્કૃષ્ટ ફિલ્મ છે તેનું આ ગીત આજે પણ વગાડાય છે.

गोल माल है भइ सब गोल माल है
अरे गोल माल है भइ सब गोल माल है
हर सीधे रस्ते की एक टेढ़ी चाल है
सीधे रस्ते की एक टेढ़ी चाल है
गोल माल है भइ सब गोल माल है

અમોલ પાલેકર, આનંદ અને અન્યો સાથે આ ગીતમાં ભાગ લે છે જેના શબ્દો છે ગુલઝારનાં. આર. ડી. બર્મનનું મધુર સંગીત અને ગાયકો છે આર. ડી. બર્મન અને સપન ચક્રવર્તી

૧૯૭૯ની ફિલ્મ ‘મિ. નટવરલાલ’નું આ ગીત આમ તો બાળગીત ગણાય પણ અંતમાં અમિતાભના મુખે જે શાવ્બ્દો મુકાયા છે તેને લઈને આ ગીત કોમેડી ગીત બની ગયું છે.

आओ बच्चों आज तुम्हे
एक कहानी सुनाता हूँ मैं
शेर की कहानी सुनोगे
मेरे पास आओ मेरे
दोस्तों एक किस्सा सुनो
मेरे पास आओ मेरे
दोस्तों एक किस्सा सुनो

કલાકારો છે અમિતાભ બચ્ચન, માસ્ટર રવિ અને અન્ય. આનદ બક્ષીની રચનાને રાજેશ રોશનનું સંગીત સાંપડ્યું છે જેને સ્વર આપ્યો છે ખુદ અમિતાભ બચ્ચને. સાથ આપ્યો છે માસ્ટર રવિએ.

૧૯૮૦ની ફિલ્મ ‘દો ઔર દો પાંચ’ બે કલાકારોની સ્પર્ધાનું પ્રતિક છે

अरे तूने अभी देखा नहीं,
देखा है तो जाना नहीं,
जाना है तो माना नहीं,
मुझे पहचाना नहीं,

दुनिया दीवानी मेरी,
मेरे पीछे पीछे भागी,
किस में है दम यहाँ,
ठहरे जो मेरे आगे,
मेरे आगे आना नहीं,
देखो टकराना नहीं,
किसी से भी हारे नहीं हम

અમિતાભ બચ્ચન અને શશી કપૂર એકબીજાને નીચા પાડવા પેંતરા રચતા હોય છે જેમાં આ ગીત દ્વારા તેઓ  બાળકોને પ્રભાવિત કરવા પ્રયત્ન કરે છે. અનજાનનાં શબ્દોને સંગીત આપ્યું છે રાજેશ રોશને. કિશોરકુમારનો સ્વર.

૧૯૮૦ની ફિલ્મ ‘ખુબસુરત’ જે એક કોમેડી સાથે સાથે સંદેશાત્મક ફિલ્મ છે તેનું ગીત છે :

अरे सुन सुन सुन दीदी तेरे लिए
एक रिश्ता आया है
सुन सुन सुन लड़के मैं
क्या गुण सुन सुन दीदी सुन यययय
सुन सुन सुन दीदी तेरे लिया

રેખા પોતાની બહેન આરાધના દેશપાંડેને હેરાન કરવા આ ગીત ગાય છે જેના શબ્દો છે ગુલઝારનાં અને સંગીત છે  આર.ડી.બર્મનનું. રમુજી સ્વર છે આશા ભોસલેનો.

૧૯૮૦ની ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ એક જુદા પ્રકારની ફિલ્મ હતી જેમાં લગ્નેતરના સંબંધને વણી લેવાયો છે.

ठन्डे ठन्डे पानी से
नहाना चाहिए
हो हो
ठन्डे ठन्डे पानी
से नहाना चाहिए
गाना आये या ना आये
जाना चाहिए

કલાકારો છે સંજીવકુમાર અને વિદ્યા સિંહા. અને બાળ કલાકાર. આનંદ બક્ષીનાં શબ્દોને સંગીત આપ્યું છે રવીન્દ્ર જૈને. સ્વર છે મહેન્દ્ર કપૂર અને આશા ભોસલેના.

૧૯૮૧ની ફિલ્મ ‘લાવારીસ’નું આ ગીત ઠેર ઠેર ગવાય છે.

मेरे अंगने में तुम्हारा क्या काम है
जो है नाम वाला वही तो बदनाम है
मेरे अंगने में तुम्हारा क्या काम है

જુદા જુદા પ્રકારની મહિલાઓને આવરી લેતા આ ગીતમાં અમિતાભ બચ્ચન પોતાની આગવી કળા દાખવે છે. સાથે છે રણજીત અને અન્ય. શબ્દો છે અનજાનના અને સંગીતકાર છે કલ્યાણજી આણંદજી. ગાયું છે સ્વયં અમિતાભે.

૧૯૮૨ની ફિલ્મ ‘સત્તે પે સત્તા’નું આ ગીત સાત કુંવારા ભાઈઓ પર બનાવાયું છે.

तुमने वो क्या देखा जो कहा दीवाना
हमको नहीं कुछ समझ ज़रा समझाना
प्यार में जब भी आँख कहीं लड़ जाये
तब धड़कन और बेचैनी बढ़ जाये
जब कोई गिनता है रातों को तारे
तब समझो उसे प्यार हो गया प्यारे

प्यार तुम्हें किस मोड़ पे ले आया
कि दिल करे हाय, हाय कोई ये बताए क्या होगा
प्यार हमे किस मोड़ पे ले आया
कि दिल करे हाय, हाय कोई ये बताए क्या होगा

ઉંમરલાયક થવાથી તેઓ પોતાની ભાવના આ ગીત દ્વારા રજુ કરે છે. કલાકરો છે સચિન, શક્તિ કપૂર વગેરે. ગુલશન બાવરાના શબ્દો અને આર.ડી.બર્મનનું સંગીત. ગાયકો છે આર.ડી.બર્મન, ગુલશન બાવરા, કિશોરકુમાર અને સપન ચક્રવર્તી.

૧૯૮૨ની ફિલ્મ ‘જીવન ધારા’નું આ ગીત એક પ્રસંગે બાળકોને ખુશ કરવા ગવાયું છે. :

गंगाराम कंवरा रह गया
गंगाराम कंवरा रह गया
गंगाराम कौन है
कौन है ये गंगाराम
अरे गंगाराम कौन है
गंगाराम कौन है
गंगाराम है एक तोते का नाम
तोताराम कंवरा रह गया
गंगाराम कंवरा रह गया

ગીતની શરૂઆતમા જુદા જુદા અભિનય દ્વારા અમોલ પાલેકર બાળકોને આનંદ આપે છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર છે કિશોરકુમારનો.

૧૯૮૩ની ફિલ્મ ‘નૌકર બીબી કા’નું આ ગીત રિસાયેલ પત્નીને ઉદ્દેશીને ગવાયું છે.  :

हे संभल
अरे लोग मुझे क्यूँ देते हैं ताना
हाँ मैं हूँ बीवी का दीवाना
अरे तो क्या हुआ
ज़माना तो है नौकर बीवी का

ધર્મેન્દ્ર અનીતા રાજ માટે આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે અનજાનના અને સંગીત આપ્યું છે બપ્પી લાહિરીએ. કિશોરકુમાર અને નિશી કોહલી ગાયકો.

૧૯૮૪ની ફિલ્મ ‘શરાબી’નું ગીત છે

जहाँ चार यार मिल जायें,वहीं रात हो गुलज़ार
जहाँ चार यार जहाँ चार यार मिल जायें ,
वहीं रात हो गुलज़ारजहाँ चार यारमहफ़िल रँगीन जमे ..

महफ़िल रँगीन जमे, दौर चले धूम मचेनज़र
देखे नये चमतकार, जहाँ चार यार…
महफ़िल रँगीन जमे …महफ़िल रँगीन जमे,
दौर चले धूम मचेनज़र देखे नये चमतकार, जहाँ चार यार…

રસ્તા ઉપર અજાણ્યા લોકો સાથે દારૂની મજા લેતા અમિતાભ બચ્ચન આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે પ્રકાશ મેહરાના અને સંગીતકાર છે બપ્પી લાહિરી. સ્વર છે કિશોરકુમારનો.

૧૯૮૯ની ફિલ્મ ‘જાદુગર. જેમાં અમિતાભ બચ્ચન એક જાદુગરનો રોલ ભજવે છે તે પોતાની પડોસન જયા પ્રદાથી પરેશાન હોય છે એટલે તે કૂકડાઓ દ્વારા પોતાની વ્યથા રજુ કરે છે.

ए दीवाने जैसे जाता है
है दीवाना जैसे जाता है
ज़ंजीरें तोड़के
अरे मुर्गा निकल गया
मेरा दरबे को छोड़ के
तो पडोशन
पडोशन अपनी मुर्गी को
रखना संभाल मेरा
मुर्गा हुआ है दीवाना
हा पडोशन अपनी मुर्गी
को रखना सम्भाल

 

જાવેદ અખ્તરનાં શબ્દોને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. સ્વર ખુદ અમિતાભનો.

૧૯૯૧ની ફિલ્મ ‘દુશ્મન દુનિયા’નું ગીત છે

बकरे वाला ये बाबा हिदायत करे
झाड़ू खाने में आना बुरी बात है
बुरी बात है
आ गए तो बैठो घडी दो घडी
आ के यु लौट जाना बुरी बात है

આ રમુજી ગીતના કલાકાર અને ગાયક છે મેહમુદ, રવીદ્ર જૈનના શબ્દો અને અનુ મલિકનું સંગીત

આ સાથે આ શ્રેણી સમાપ્ત કરૂ છું.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. +91 22 28339258/ 91 9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com