નિરંજન મહેતા
કોમેડી ગીતોનો પહેલો ભાગ ૦૯.૦૮.૨૦૨૫માં મુકાયો હતો જેમાં ૧૯૫૯ સુધીના ગીતો આવરી લેવાયા હતાં. આ લેખમાં થોડા વધુ ગીતો રજુ કરૂં છું.
સૌ પ્રથમ છે ૧૯૬૨ની ફિલ્મ ‘મનમૌજી’નું ગીત.
ज़रूरत है ज़रूरत है, सख़्त ज़रूरत है!
एक श्रीमती की, कलावती की, सेवा करे जो पति की
પત્નીની જરૂરિયાત માટે સાધનાને પટાવવા કિશોરકુમાર પોતાની અદાકારીથી રજુઆત કરે છે. ગીતના શબ્દો છે રાજેન્દ્ર કૃષ્ણના અને સંગીત છે મદન મોહનનું. ગાયક પણ કિશોરકુમાર.
૧૯૬૨ની ફિલ્મ ‘હાફ ટીકીટ’નું આ ગીત કિશોરકુમારના અભિનયને કારણે રમુજ પહોંચાડે છે.
आ रहे थे इस्कूल से रास्ते में हमने देखा
एक खेल सस्ते में
क्या बेटा क्या आन मान
चील चिल चिल्लाके कजरी सुनाए
झूम-झूम कौवा भी ढोलक बजाए
નાસી છૂટીને ટ્રેનમાં સવારી કરતા કિશોરકુમાર આ ગીત ગાય છે. ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર સલીલ ચૌધરી. સ્વર પણ કિશોરકુમારનો.
આ જ ફિલ્મનું બીજું રમુજી ગીત છે
आके सीधी लगी दिल पे जैसे कटारिया
ओ सांवरिया ओये
आके सीधी लगी दिल पे जैसे कटारिया
ओ सांवरिया ओये होये
ओ तेरी तिरछी नजरिया
ले गई मेरा दिल तेरी जुल्मी नज़रिया
ओ गुजरिया ओये
પ્રાણથી બચવા કિશોરકુમાર સ્ત્રી વેષ ધારણ કરે છે અને સ્વના ભાગના ગીતને મહિલા કંઠે અને પ્રાણના ભાગના ગીતને પુરુષ સ્વરમાં ખુદ કિશોરકુમાર ગાય છે જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત છે સલીલ ચૌધરીનું.
૧૯૬૨ની ફિલ્મ ‘દિલ તેરા દીવાના’નું ગીત છે
धड़कने लगता है
मेरा दिल तेरे नाम से
धड़कने लगता है
मेरा दिल तेरे नाम से
ऐसा लगता है अब
हम गए काम से
धड़कने लगता है
मेरा दिल तेरे नाम से
ऐसा लगता है अब
हम गए काम से
ગીતની શરૂઆત જ રમુજી છે જે શમ્મીકપૂર દ્વારા રજુ થઇ છે. એક મહિલાને જોઇને તે આ ગીત ગાય છે જે મહિલા હકીકતમાં મેહમુદ હોય છે. બંનેના હાવભાવ ગીતને અનુરૂપ છે. હસરત જયપુરીનાં શબ્દોને સંગીત આપ્યું છે શંકર જયકિસને અને સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૪ની ફિલ્મ ‘સંગમ’નું ગીત એક મોટી ઉમરના પતિને ઉદ્દેશીને ગવાયું છે.
मैं क्या करूँ राम मुझे बुड्ढा मिल गया
हाय, हाय बुड्ढा मिल गया
मैं गुड़िया हसीन मेरी मोरनी सी चाल है
सर में सफ़ेद उसके दादा जी सा बाल है
बिगड़ेगा हर काम मुझे बुड्ढा मिल गया
मैं क्या करूँ राम मुझे बुड्ढा मिल गया
વૈજયંતિમાલા આ ગીત રાજકપૂરને સંબોધીને ગાય છે. ગીતકાર છે હસરત જયપુરી અને સંગીતકાર છે શંકર જયકિસન. ગાયિકા લતાજી.
૧૯૬૪ની ફિલ્મ ‘જીદ્દી’નું આ ગીત એક પ્રેમમાં તડપતા પ્રેમીની વ્યથાને રમુજી શબ્દોમાં વર્ણવે છે.
दुनिया बनाने वाले सुनले मेरी कहानी
रोये मेरी मोहब्बत
तड़पे तड़पे मेरी जवानी ई ई ई
प्यार की आग में तन बदन जल गया
प्यार की आग में तन बदन जल गया
जाने फिर क्यों जलाती है दुनिआ मुझे
जाने फिर क्यों जलाती है दुनिआ मुझे
प्यार की आग में तन बदन जल गया
મેહમુદ આ ગીતના કલાકાર જેના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. યોગ્ય સ્વરમાં રજૂઆત કરે છે મન્નાડે.
૧૯૬૫ની ફિલ્મ ‘ગુમનામ’નું ગીત એક સ્વપ્નમાં રાચતા મેહમુદ પર છે
हमें काले हैइं तो क्या हुआ दिलवाले हैइं
हमें तेरे तेरे तेरे चाहने वाले हैइं
हम काले हैं तो
ये गोरे गालाँ तन्दाना
ये रेशमी बालाँ तन्दाना
ये सोला सालाँ तन्दाना
हाय तेरे ख़यालाँ तन्दाना
हमें तेरे तेरे तेरे चाहने
પોતાના કાળા રૂપને લઈને કોઈ મહિલા તેને પસંદ નથી કરતી એટલે તે આ પ્રકારનું સ્વપ્ન જુએ છે. ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર છે શંકર જયકિસન. ગીતમાં મેહમુદ અને રફીસાહેબના સ્વર.
https://youtu.be/pgeyRvKTFdc?list=RDpgeyRvKTFdc
૧૯૬૬ની ફિલ્મ ‘દસ લાખ’નું આ કટાક્ષભર્યું ગીત એક વયસ્ક યુગલ પર છે.
तेरी पतली कमर तेरी बाली उमर
तेरी बांकी अदा पे हम कुर्बान
अरे तुम भी जवा हम भी जवा
अरे तुम भी जवाँ हम भी जवाँ
यहाँ हेल्थ भी है वेल्थ भी
लव का सीज़न दिल में अरमान
अरे तुम भी जवाँ हम भी जवाँ
ઓમ પ્રકાશ મનોરમાણે મનાવવા આ ગીત ગાય છે. પ્રેમ ધવનનાં શબ્દોને સંગીત આપ્યું છે રવિએ. ગાયકો છે રફીસાહેબ અને આશા ભોસલે.
https://youtu.be/dDfOYrX9YUQ?list=RDdDfOYrX9YUQ
૧૯૬૭ની ફિલ્મ ‘શાગિર્દ’નું ગીત કોઈ મહિલાને કેમ પટાવવી તે દર્શાવે છે.
बड़े मियाँ दीवाने ऐसे ना बनो
हसीना क्या चाहे हमसे सुनो
ओ बड़े मियाँ दीवाने ऐसे ना बनो
हसीना क्या चाहे (यही तो मालूम नहीं है) हमसे सुनो
જોય મુકરજી આઈ.એસ.જોહરણે આ માટે શિખામણ આપે છે કે કેમ કોઈ કન્યાને પટાવવી. ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે રફીસાહેબનો.
https://youtu.be/aeDqBR4K0EA?list=RDaeDqBR4K0EA
એક રમુજી ફિલ્મ તરીકે જાણીતી ૧૯૬૮ની ફિલ્મ ’પડોસન’માં એક કરતાં વધુ રમુજી ગીત તો હોવાના. પહેલું ગીત તો આજે પણ એટલું જ પ્રખ્યાત છે અને ગવાય છે.
एक चतुर नार कर के सिंगार
मेरे मन के द्वार ये घुसत जात
हम मरत जात, अरे हे हे हे
यक चतुर नार कर के सिंगार…
સુનીલ દત્ત સાયરાબાનુ ઉપર પોતાની ગાયકીની સાબિતી માટે આ ગીત ગાય છે. તેને સાથ આપે છે કિશોરકુમાર. રાજેન્દ્ર કૃષ્ણના શબ્દો અને આર.ડી. બર્મનનું અવિસ્મરણીય સંગીત. ગાયકો છે કિશોરકુમાર, મન્નાડે અને મેહમુદ.
બીજું ગીત છે
मेरे भोले बलम, मेरे प्यारे बलम
मेरा जीवन तेरे बिना, ओ मेरे पिया, है वो दिया
जिसमें तेल न हो, के जिसमे तेल न हो …
मेरा जीवन तेरे बिना, वो एक बाग है बहार
जिससे हटकर गुज़रे, दूर दूर से गुज़रे …
ओ, मुझे अपना बना ले,
ओ, भोले अपना बना ले,
हाय रे भोले, अपना बना ले, हाय
तेरे कदमों में मेरा प्यार, मेरा संसार, मेरी किस्मत है
मुझे अपना बना ले
સાયરાબાનુને કેમ મનાવવી તે માટે સુનીલ દત્તને કિશોરકુમાર આ ગીત દ્વારા સમજાવે છે.. અહીં પણ કિશોરકુમાર પોતાની અદાકારીને ચમકાવે છે. રાજેન્દ્ર કૃષ્ણનાં શબ્દો અને આર.ડી. બર્મનનું અવિસ્મરણીય સંગીત. ગાયક છે
કિશોરકુમાર.
ત્રીજું ગીત મેહમુદ પર રચાયું છે જે સાયરાબાનુના પ્રેમમાં છે એટલે તેને સંબોધીને ગાય છે.
आओ आओ सुनी रे सजरिया
सांवरिया सांवरिया हाय
आओ आओ आओ सांवरिया, ओ सांवरिया
आओ आओ आओ सांवरिया
तू क्या जाने पिया, जले मोरा जिया
ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ અને સંગીતકાર આર.ડી. બર્મન. સ્વર છે મન્નાડેનો.
૧૯૭૦ની ફિલ્મ ‘પગલા કહી કા’નું ગીત એક પાગલખાનાની પાર્શ્વભૂમિપર રચાયું છે.
क्यों मारा क्यों मारा
क्यों क्यों क्यों क्यों क्यों
क्यों क्यों क्यों क्यों क्यों क्यों
मेरी भैंस को डंडा
मेरी भैंस को डंडा क्यों मारा
वो खेत में चारा चरति थी
तेरे बाप का वो क्या करती थी आए आए
શમ્મી કપૂર પર રચિત આ ગીતના શબ્દકાર છે હસરત જયપુરી અને સંગીતકાર શંકર જયકિસન. યોગ્ય સ્વર છે મન્નાડેનો.
૧૯૭૨ની ફિલ્મ ‘વિક્ટોરિયા નં ૨૦૩’નું આ ગીત જેલમાંથી છૂટેલા બે કેદીઓ પર રચાયું છે.
दो बेचारे बिना सहारे
देखो पूछ-पूछ कर हारे
बिन ताले की ओ चाभी लेकर
फिरते मारे-मारे
मैं हूँ राजा ये है राना
ओ मैं दीवाना ये मस्ताना
दोनों मिलके गाये गाना
ओ हसीना आ
ओ ज़रा रुक जाना
બે કેદીઓ અશોકકુમાર અને પ્રાણને એક ચાવી મળે છે પણ તે કઈ તિજોરીની છે તેની જાણ નથી હોતી. જરૂર કોઈ મોટો દલ્લો હાથ લાગશે માની તેઓ તે જાણવા ઠેર ઠેર ભટકે છે. ગીતના શબ્દો છે વર્મા મલિકના અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. યુગલ ગીતના ગાયકો છે કિશોરકુમાર અને મહેન્દ્ર કપૂર.
૧૯૭૩ની ફિલ્મ ‘કહાની કિસ્મત કી’નું આ ગીત જાહેરમાં પોતાના પ્રેમને વ્યક્ત કરતુ રમુજી ગીત છે.
अरे सुनो सुनो, ओ भाइयों, बहनों
अरे मगन भाई, ओ छगन भाई, ओ सामालो रे दामालो
ओ राघोबा, ओ धोंडीबा
ओ कर्नल सिंह ओ जर्नैल सिंह
ओ तुस्सी भी सुनो पाप्पे
अरे रफ़्ता रफ़्ता देखो आँख मेरी लड़ी है
आँख जिससे लड़ी है वो पास मेरे खड़ी है
मुझे जानती है जबसे ये मरती है तबसे
मैं भी इससे चोरी छुपे चाहता हूँ तबसे
दिल में ये मेरे बस गई !
ऐ कुड़ी फ़ँस गई !!
ધર્મેન્દ્ર રેખા માટે પોતાના ભાવ આ ગીત દ્વારા રજુ કરે છે જેના શબ્દો છે રાજેન્દ્ર કૃષ્ણના અને સંગીત છે કલ્યાણજી આણંદજીનું. સ્વર છે કિશોરકુમારનો.
https://youtu.be/MD7s6NRUwKM?list=TLGGBAhRzr-2acEwNTA5MjAyNQ
૧૯૭૩ની ફિલ્મ ‘છૂપા રુસ્તમ’નું આ રમુજી ગીત છે
धीरे से जाना खटियन में ओ खटमल
धीरे से जाना खटियन में
सोई है राजकुमारी देख रही मीठे सपने
जा जा छुप जा तकियन में ओ खटमल
धीरे से जाना खटियन में
वीरान थी अपनी ज़िन्दगी और सूना था अपना मकान
हाइ हाइ रे किस्मत
પલંગમાં જતા માંકડને જોઇને આ ગીત મુકાયું છે. હેમા માલિની અને દેવઆનંદ પર રચાયેલ આ ગીતના ગીતકાર છે નીરજ અને સંગીતકાર છે સચિન દેવ બર્મન. કિશોરકુમારનો સ્વર. આ ગીત ‘ધીરે સે જાના બગીયન મેં’ નું પેરડી ગીત છે જે અગાઉ ખુદ સચિન દેવ બર્મને ગાયેલું છે.
https://youtu.be/EVkFqk7kA4k?list=TLGG5VIvWn5nwO4wNTA5MjAyNQ
૧૯૭૪ની ફિલ્મ ‘કસૌટી’નું ગીત પ્રાણ પર રચાયું છે જે જાસુસી કરતો હોય છે અને તેના સંદર્ભમાં આ ગીત રચાયું છે.
हम बोलेगा तो बोलोगे के बोलता है
एक मेमसाब है, साथ में साब भी है
मेमसाब सुन्दर-सुन्दर है, साब भी खूबसूरत है
दोनों पास-पास है, बातें खास-खास है
दुनिया चाहे कुछ भी बोले, बोले
हम कुछ नहीं बोलेगा
हम बोलेगा तो…
ગીતકાર વર્મા માલિક અને સંગીતકાર કલ્યાણજી આણંદજી. ગાયક કિશોરકુમાર.
૧૯૭૪ની ફિલ્મ ‘આજ કી તાજા ખબર’નું આ ગીત સિચ્યુએશન કોમેડી ગીત છે.
मुझे मेरी बीवी से बचाओ
मुझे मेरी बीवी से बचाओ
अकड़ती है बिगड़ती है
हमेशा मुझसे लड़ती है
मुझे मेरी बीवी से बचाओ
રાધા સલુજાની જોહુકમીને કારણે કિરણકુમાર આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે હસરત જયપુરીનાં અને સંગીત આપ્યું છે શંકર જયકિશને. ગાયક છે કિશોરકુમાર.
આ પછીના ગીતો ભાગ ત્રણમાં.
Niranjan Mehta
