ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
આજના ગીતકાર છે આગા મહશર શિરાઝી. એમની લખેલી આ એકમાત્ર રચના ગઝલ છે અને એ ૧૯૪૩ ની ફિલ્મ ‘ તકદીર ‘ માંથી છે. શમશાદ બેગમ સાથે કોણ પુરુષ ગાયક છે એની માહિતી નથી અને કળાતું પણ નથી. ગઝલના શબ્દો –
સૂરજ કી તરહ રૌશન તકદીર હમારી હૈ
બદલે જો ઝમાને કો તકદીર હમારી હૈ
મન – જિસ્મ ધિરે હૈં સબ ભારત કે સપૂતોં કે
હીરોં સે ચમકતી વો ઝંજીર હમારી હૈ
ઈસ મુલ્ક પે હમકો હૈ પૈદાઈશી હક હાસિલ
ઈસ મુલ્ક કી જો શય હૈ જાગીર હમારી હૈ..
– ફિલ્મ : તકદીર ૧૯૪૩
– શમશાદ બેગમ અને અજ્ઞાત પુરુષ ગાયક
– રફીક ગઝનવી
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
