ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

કુલદીપ સિંગ ‘ ચાંદ ‘ સાહેબે ૧૯૫૮ ની  ‘ તકદીર ‘ ફિલ્મમાં માત્ર બે ગીતો લખ્યા. અહીં આપી છે એ એકમાત્ર ગઝલ સિવાયના ગીતનું મુખડું હતું ‘ જબ હમ હૈં તો ફિર ક્યા ગમ હૈ ‘ જે શમશાદ બેગમે ગાયેલું.

એમની કેવળ એક ગઝલ તે આ –

આ દિલ સે દિલ મિલા લે, નઝરોં કે તીર ખા લે
તિરછી નિગાહોં વાલે આ દિલ સે દિલ મિલા લે

મસ્તી ભરી બહારેં, હમ કિસ તરહ ગુઝારેં
પહલુ મેં દિલ પુકારે, દિલ કી લગી બુઝા લે

યે રાત હૈ સુહાની, ભરપૂર હૈ જવાની
ઝુલ્ફોં કી છાંવ મેં આ, ઉલ્ફત કે ગીત ગા લે

દુનિયા હૈ એક સરાયે, કોઈ આએ કોઈ જાએ
દો દિન કી ઝિંદગી મેં, એક બાર મુસ્કુરા લે..

– ફિલ્મ : તકદીર ૧૯૫૮
– ગીતા દત્ત
– ધનીરામ


ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com  વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.