ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
અસરાર ઉર્દુ શબ્દનો અર્થ થાય રહસ્યો કે ભેદ. અસરાર જામઈ નામના એક ઉર્દુ વ્યંગ રચનાકાર થઈ ગયા અને મોહસીન અસરાર તેમ જ અસરાર અકબરાબાદી નામના અન્ય શાયર પણ. આજે જેમની ગઝલ ઉલ્લેખી છે એ આમાંના એકે નથી.
અહીં આપેલી એકમાત્ર ખૂબસુરત ગઝલ સિવાય એમનું ફિલ્મોમાં કોઈ પ્રદાન જણાતું નથી.
ગર યે ઝમીં નહીં વો મેરા આસ્માં તો હૈ
યે ક્યા હૈ કમ કે કોઈ મેરા મેહરબાં તો હૈ
મંઝિલ મિલે – મિલે ન મિલે ઈસકા ગમ નહીં
મંઝિલ કી જુસ્તજુ મેં મેરા કારવાં તો હૈ
ઐ માદરે વતન ન યું તૂફાને ગમ સે ડર
કુરબાં તેરે લિયે તેરા હર નૌજવાં તો હૈ..
ફિલ્મઃ હમારે ગમ સે મત ખેલો (૧૯૬૭)
મહેન્દ્ર કપૂર
જયદેવ
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
