ત્રીજા અંકમાં, સુશ્રી પ્રીતિબહેનના એકલ પ્રવાસોની સહેલગાહ આપણે શંબ્દદેહે માણી. હવે આ અંતિમ અંકમાં તેમના આવા એકલ પ્રવાસોનું તેમનું દર્શન સમજીએ …..

હંમેશાં એકલી જ પ્રવાસ કરીશ, એવું કાંઈ નક્કી નહોતું કરી રાખ્યું. અરે, એવું વિચાર્યુ પણ નહોતું. ભારતમાં તો છોકરીએ ક્યાંયે એકલાં જવાનું જ ના હોય. એવી જરૂર નહીં, ને એવી રજા પણ તહીં. મને ય નહતી. ઉપરાંત, ભારતમાં ક્યાંયે એ સ્વીકાર્ય પણ નથી. સાથે આવે એવાં, કે જેને આવી ઈચ્છા હોય તેવાં કોઈ મિત્ર હતાં નહીં. ને સાચે તો, હું એવું પૂછવા પણ નહોતી રહી. મારા સમયે, ને ઇચ્છા પ્રમાણે, નીકળી જવામાં કશું અસ્વાભાવિક, કે ભયજનક મને ક્યારેય લાગ્યું જ નથી.

હું પોતે હજીયે આશ્ચર્ય પામું છું કે કર્યું કઈ રીતે આ બધું? કેટલા અઘરા, ને ખતરનાક પ્રવાસો થયા. ત્રીજા વિશ્વના દેશો, મુસ્લિમ દેશો, ભાષા બીલકુલ ના જાણતાં હોઈએ એવા દેશો; ક્યાંક શાકાહારી ખાવાનું મેળવવાની મુશ્કેલી, ફયાંક રહેવાની જગ્યા શોધવાની મુંઝવણ. જાણે કશુંયે સહેલું નહીં. વળી, કોઈક જાતે જ બનાવેલા નિયમ મુજબ, ચાલી શકાય તો બસ નહીં,

ને બસ હોય તો ટેફસી નહીં કરવાની ! જ્યા જાઉં ત્યાંના સમાજ સાથે ભળવાની, ત્યાંના જીવનને સમજવાની ઉત્કંઠા. અમુક દેશોમાં, ત્વચાના રંગ ને મુખાકૃતિને કારણે આપણે કૈંક પણ અંશે એમનાં જેવાં લાગીએ, પણ જાપાનમાં, ને કયારેક યુરોપના ગોરા દેશોમાં પણ, લોકોને હું ત્યાંની જ લાગું, ને તે મારા એમને સુસંગત વર્તનને લીધે.

મને બહુ જ સંતોષ થાય – એમ, કે મને તો ત્યાં ઘર જેવું લાગે જ છે, પણ એમને પણ હું જાણે ઘરની જ લાગું છું. જુદા પડવાની નહીં, બલ્કે ભળી જવાની તત્પરતા ! ઘણા દેશોમાં મારાં મિત્રો બન્યાં છે, સ્થાનિક ઘરોમાં હું રહી છું, ને સ્થાનો ભલે જુદાં દેખાય, જીવન બધે કેવું સરખું હોય છે તે પ્રમાણ્યું છે.

એમ તો ઘણા પ્રવાસ દરમ્યાન “પુરતી’ તકલીફો પડી હોય, પણ એ ભુલાઈ જ જાય ! એક દાખલો આપું : મધ્ય-અમેરિકાના સાત દેશોમાં હું સ્થાનિક બસો લઈ લઈને ગઈ. બેલિઝ, ગૉતેમાલા, હોન્દુરાસ, નિકારાગ્વા, એંલ સાલ્વાદોર, કોસ્તા રિકા અને પનામા. દરેક સરહદ પગપાળા ઓળંગવાની. ઘણાં જણ મને ત્યાં ત્યાંની, સ્પેનિશભાષી માની લે. બાવન જેટલા દિવસ ફરી, એમાં પહેલા બત્રીસ દિવસ તો ભાત ને ચોળા સિવાય ભાગ્યે જ કશું શાકાહારી મળ્યું હશે. પણ થાય, કે કાંઈ નહીં, ભાવે તેવું તો છે ને! ઉપરાંત, નાની નાની, ધરમશાળા જેવી જગ્યાઓમાં રહું. મોડી રાત સુધી, અને પરોઢિયાંથી, વાહનો અને બસોનો ઘરઘરાટ થતો
રહે. ઊંઘ આવે નહીં, ક્યાંતો ઊડી જાય. ચાલીસેક જેટલી રાતો આમ ગયા પછી આખરે રાતે રાતે પુરતી ઊંઘ મળતી થઈ હતી. પણ ઘેર પાછી આવી પછી કોઈ પુછે, તો આ બધું યાદ જ તના આવે. હું તો કહું કે બહુ જ મઝા આવી ! શ્રમ ઘણો લીધેલો, પણ એ પ્રવાસ પર મને બહુ સ્નેહ છે. એના પરનું પુસ્તક તે “એક પંખીનાં પીંછાં સાત.”

પહેલી વાર મધ્ય-પૂર્વ ગઈ ત્યારે ઇજિપ્તથી ઈઝરાયેલ વિમાનમાં ગઈ, પણ પાછાં આવતાં ભમિ-માર્ગે જવાનું વિચાર્યું. ન્યુયોર્ક ટાઈમ્સમાં એવી સફર વિષે કોઈએ લખેલું. મેં વાંચ્યું એટલે બસ, મારે પણ એમ કરવું હતું. તેલ-અવીવથી મુસાફરી શરૂ થઈ, બે બસો બદલવી પડી, સાઈનાઈ રણને પસાર કર્યું, નૌકા વારા સુએઝ કૅનાલને પેલે પાર ગઈ, ને પછી હજી એક બસ લઈને કેરો પહોંચી ત્યારે રાતના બાર વાગી ગયા હતા. અઢાર કલાક થયા હતા. જાણે માંડ માંડ પહોંચી. ઘણી અઘરી સફર હતી. એ વિષે લખવા માંડ્યું ત્યારે મે એક નવો વાક્ય-પ્રયોગ બનાવ્યો : “ હિંમતે-જનાના, તો મદદે-યગાના.” કોઈ સ્ત્રી હિંમત દાખવે તો જે ખાસ
મિત્ર છે તે – એટલેકે ખુદા – મદદે જરૂર આવશે ! આવા જ વિશ્વાસે જીવનના વહેણમાં મારાં વહાણ ચાલતાં રહ્યાં છે !

વહાણની વાત નીકળી છે તો એક-બે વાત કરું. કેટલીક સાગર-સફરો કરી, એમાં એક વાર તો વહાણ ભાંગ્યું હતું. હું ગ્રીસ બીજી વાર ગઈ ત્યારના પ્રવાસ દરમ્યાન નાફ્સોસ નામના એક તાના ટાપુ પરથી એથેન્સ જતું વહાણ લેવાની હતી, પણ ચારેક દિવસ સુધી વહાણ આવ્યાં કે ગયાં જ નહતાં, કારણકે દરિયામાં ખૂબ તોફાન થયેલાં, ને બે વહાણો અને દોઢસો જેટલાં મુસાફરો ડુબી ગયેલાં. લગભગ આવું જ બનેલું ઉત્તર યુરોપની સફરમાં. સ્વિડનથી વહાણ લઈને સામે ફિનલૅન્ડને કિનારે હું તો પહોંચી ગઈ, પણ પછીને દિવસે એક મોટું વહાણ ત્યાં જ ડૂબ્યું હતું. હું બચતી રહી, તે કોઈની કૃપાને જ કારણે. મને એક વાર કોઈએ કહ્યું હતું, કે “ તારા માથા પર કૃષ્ણ છે.” એટલેકે, જેમ વાસુદેવના માથા પરની છાબડીમાં બાળ-કૃષ્ણ હતા, તે જમનાનાં પૂર પણ ખસી ગયાં હતાં, તેમ.

હવે જે અનુભવ કહેવાનો છે તે સ્પેઈનથી મોરોક્કો જતાં થયેલો. ઈન્ડિયન, તે પણ એકલી, ને તે પણ સ્ત્રી – આવી ત્રિશૂલી પરિસ્થિતિમાં કેટલાં પડતાં હશે? એ વહાણમાં મને એકલી જોઈને સ્થાનિક પુરુષો કહેવા માંડ્યા, “ તમારાંથી મોરોક્કો એકલાં જવાય જ નહીં. એમાં બહુ જોખમ છે. પાછાં જતાં રહો.” મેં કટાક્ષમાં કહ્યું, “વહાણ તો અત્યારે મધ-દરિયે છે. તરતી તરતી કિનારા તરફ જાઉં તો છે!” હું વહાણને આશરે જ હતી, ને નસીબજોગે આ વખતે એ તૂટ્યું કે અથડાયું કે ડૂબ્યું નહીં !

ઉત્તર મોરોક્કોના તાન્જિયેર બંદરે ઊતરી ત્યારે મોડી સાંજ પડી ગયેલી, ને પુરુષોની ઘણી ભીડ હતી. કોઈએ મદદ માટે ના પૂછ્યું, પણ કોઈએ સહેજે છેડતી કરી નહીં. ગામ તરફ જતે રસ્તે મેં જવા માંડ્યું. એક તરફ ઘુઘવાટ કરતો દરિયો, ને બીજી તરફ કેટલીક નાની હોટેલો દેખાઈ. મેં એકમાં પુછ્યું, તો મને રૂમ આપવાની ના પાડી. જરા આગળ બીજીમાં પુછ્યું, ત્યાં પણ ના પાડી. અંધારું થઈ ગયેલું, ને હવે મારા મનમાં, હંમેશ મુજબ, “પ્લાન બી’ ની આવશ્યકતા ચકરાવા લાગી. જોકે, રહેવાસીઓનાં ઘરનાં બારણાં ઠોકવાં પડે તે પહેલાં એ જ રસ્તે હજી આગળ ગઈ. ત્રીજી હોટેલ આવી. ત્યાં પુછ્યું, તો વળી મને રૂમ આપ્યો. નાનકડો, પણ ચોખ્ખી ચાદરવાળો ખાટલો તો હતો. આહા, કેવી નિરાંત !

એકલી સ્ત્રીને રૂમ આપવા બધાં તેયાર નથી હોતાં. આવું ભારતમાં તો બને જ છે. પૂનામાં એક વાર મને સાતમી હોટેલમાં માંડ જગ્યા મળેલી. એમાંની એકમાં તો મને ચોખ્ખું જ કહેલું, કે એકલી સ્ત્રીને રૂમ આપીએ તો કાંઈ ને કાંઈ ગરબડ થતી જ હોય છે. આસામમાં પણ આમ બનેલું. મણિપુરના ઈમ્ફાલ શહેરમાં અડધી રાતે કોઈ દારૂ પીધેલા માણસે બારણું ખખડાવ્યા કરેલું. બીજે દિવસે મેં હોટેલ બદલી લીધેલી. શિલિગુડીમાં પણ કોઈએ વહેલી સવારે બારણું ઠોક્યું, ને કહે, “ ખોલો, કામ છે.” હસવું, રડવું, કે ગુસ્સે થવું, તે પણ ના સમજાય. એમ કહો, કે બારણાં તોડવા સુધી કોઈ નથી પહોંચ્યું !

અન્ય-વિશ્વાસ તો સ્વભાવમાં જ હતો, પણ આત્મ-વિશ્વાસ કે સ્વતંત્ર વિચારસરણી પર તો કુટુંબના માનસ દ્વારા નિયંત્રણ જ હતાં. છતાં, દબાયેલો-દટાયેલો આત્મ-વિશ્વાસ થોડો પણ હશે તો ખરો જને, નહીં તો કઈ રીતે આરંભનાં વર્ષો ગયાં હશે અમેરિકામાં? પ્રવાસી તરીકે એ વધતો ગયો, ને એના મૂળમાં કોઈએ બોલેલું એક વાક્ય હતું. અજાણી ભાષાઓવાળા દેશોમાં – યુરોપ ખંડમાં – સૌથી પહેલી વાર ગઈ ( હવે તો ત્યાં ચાલીસ-પિસ્તાલિસ વાર ગઈ હોઈશ.) ત્યારે લંડનથી શરૃ કરીને, ટ્રેન દ્વારા ડોવરના બંદરે પહોંચેલી. ત્યાંથી જે વહાણ લેવાનું હતું તે મધરાતે ઊપડવાનું હતું. ગામમાં ફરતાં એક થિયેટરમાં ડિ.એચ.લૉરેન્સની એક
નવલકથા પરથી થયેલું નાટક ચાલતું જોયું, ને ટિકિટ ખરીદીને હું એ જોવા બેસી ગઈ. પછી વહાણ લઈને બેલ્જિયમના ઉસ્ટેન્ડ બંદરે ઊતરી. ત્યાંથી ટ્રેન લઈને બ્રુઝુહ નામના ગામે આવી ત્યારે મળસકાના સાડા ત્રણેક વાગેલા.

તાના સ્ટેશનના વેઇટિન્ગર્મમાંની લાકડાની એક બેન્ચ પર હું સૂઈ ગઈ. પોણા સાતેક વાગ્યે જાગી ત્યારે કલબલાટ સંભળાયો. માંડ માંડ આંખો ખોલીને જોયું તો રૂમ ગણવેશ પહેરેલા, સ્કૂલે જતા છોકરાઓથી અને કામે જતા લોકોથી ભરાઈ ગયેલો. કોઈએ મને જગાડી કે ઢંઢોળી «હતી. ખૂબ સંકોચ સાથે હું ઊઠી ગઈ. બાથરૂમમાં મોઢું ને આંખો ધોયાં, બ્રશ કર્યું, એક થેલા જેટલો સામાન હતો તે લોકરમાં મૂફ્યો, ને ગામ તરફ ગઈ. આ બ્રુઝૂહ ગામ ખૂબ સુંદર અને એતિહાસિક ગણાય છે, તેથી આખા યુરોપ ખંડને જોવાની શરૂઆત મેં ત્યાંથી કરેલી. ફરતાં ફરતાં એક અમેરિકન યુવક મળ્યો. વાતચીત દરમ્યાન એણે કહ્યું, કે “ એકલો પ્રવાસે નીકળ્યો છું એટલે મનમાં જરા બીક લાગ્યા કરે છે.” બસ, આ એક જ વાક્ય, ને મારા મનમાં જે મુંઝવણના ભાવ હશે તે દૂર થઈ ગયા. મને થયું, “ઓહો, એક અમેરિકન પુરુષને પણ ગભરાટ થઈ શકે છે, એકલાં ફરતાં ડર લાગી શકે છે, તો હું તો એક યુવતી, ને તેય ગોરી નહીં, પણ એકલી બહુ દેખાતી ના હોય તેવી ઈન્ડિયન જાતિની; તો આ સાવ શરૂઆતે મને જરા ફફડાટ હોય, સંકોચ થતો હોય તો તે સ્વાભાવિક ગણાય.’

ડર-બર જેવા ભાવ તો જાણે એ ઘડીએ જ ગયા. આ પછી સહેજ અનિશ્ચિતતાનો ભાવ પણ એક જ વાર અનુભવેલો, ને તે પહેલી વાર સિંગાપોર પહોંચી ત્યારે. ચીની મહોલ્લામાં એક રૂમ લીધેલો, ને મન જરા ચંચળ હતું. ત્યારે મેં જાતને કહેલું, “અરે, અડધા કલાક જેટલો સમય તો આપ પોતાને.” ને ખરેખર, એટલા વખતમાં મેં એરપોર્ટથી લીધેલાં ચોપાનિયાં વાંચી લીધાં, શહેરનો નકશો જોઈ લીધો, ને પછી શહેરને જાણતી હોઉં તેમ નીકળી પડી –

સિંગાપોરની રાતે સિંગાપોરની ગલીઓમાં. મારી જ આ સલાહ મને હંમેશાં યાદ રહી છે, ને તે વખતથી કોઈ પણ જગ્યાને સહેજમાં મારી કરી લેવા માટે હું તૈયાર હોઉ છું.

* * *              * * *                  * * *

દુન્યવી ખાસ કશું જોઈતું નહતું, ને મળી તો આખી દુનિયા પોતે. જોકે એ સહેલું નહતું જ. અરે, ઘણી કંઠિનાઈ સહન કરી છે. ને અસંખ્ય અપમાનો. ક્યારેક હું કહી ૬ઉ છું, કે દરેક બોર્ડર પર મેં “લાતો’ ખાધી છે. તે શાને લીધે, એ કહીશ તો કોઈ માનશે નહીં. આંતરરાષ્ટીય પ્રવાસ દરમ્યાન મારી ભારતીયતા અને ભારતીય દેખાવને કારણે ઘણા ઓંફીસરો કૃદ્ધ થતા હશે. એને માટે હું કહું, “યહ મુંહ ઓર મસૂર કી દાલ!’ ભારતીય પાસપોર્ટ હતો ત્યારે તો જાણે માથે પસ્તાળ જ પડતી, ને અમેરિકન પાસપોર્ટ થયા પછી પણ કયારેક ઉપરોક્ત કારણો નડ્યાં છે.

હું તોયે પ્રયાણ કરતી રહી છું, વિશ્વને ચાહતી રહી છું. અમેરિકામાં ૨૦૦૧માં જે હોનારત થઈ, તે પછી જાણે એક કલાકમાં જ વિશ્વ-માનસ બદલાઈ ગયું. તરત જ, જેને હું “ શંકાનો યુગ” કહું છું, તે શૠ થઈ ગયો. અમેરિકી નાગરિકોની આંખમાં, ઈન્ડિયન ચહેરા, ઈન્ડિયન વ્યફ્રિતઓ મુસ્લિમ. કે આરબ જેવાં લાગવા માંડ્યાં. એટલે એમના વર્તાવમાં તત્કાળ સંદેહ અને અસહિષ્ણુતા દેખાઈ આવવા લાગ્યાં. ત્યાં સુધી એકલી પ્રવાસ કરતી સ્ત્રી જોઈને કદાચ તવાઈ લાગે, પણ વેરભાવ ના જાગે. આ કારમા આત્મઘાતી વિમાની હુમલા પછી, એકલી નીકળી પડેલી સ્ત્રી – ને તેય મુસ્લિમ જેવી દેખાતી – શંકાને પાત્ર બની, અને આપઘાતી બૉમ્બર મનાવા લાગી. ઈન્ડિયન તરીકે અપમાન અને તિરસ્કાર અનુભવ્યાં હતાં. હવે એથી પણ વધારે ખરાબ વલણ ને વર્તાવ અનુભવવાનાં આવ્યાં.

મારા નસીબની એટલી બલિહારી કે હું કયારેય કોઈ શારીરિક અત્યાચારનો ભોગ ના બની. બધી જગ્યાએ એકલી જ હોઉં, પણ પુરુષ તરફથી કોઈ કનડગત ક્યારેય ના થઈ. પહેલી વાર દક્ષિણ અમેરિકા ગઈ ત્યારે ત્યાંના પુરુષોના લેટિન – રોમાન્ટિક – સ્વભાવ માટે ચિંતા હતી. પણ કોઈએ છેડતી કે ઈશારા પણ કર્યા નહીં. ત્યારે હું હસતી, કે કોઈને મારા દેખાવમાં રસ «હતો, ફક્ત મારા અમેરિકન નાણામાં જ હતો !

વ્યક્તિ તરીકે, ને વ્યક્તિતગત રીતે હું નસીબદાર રહી છું. જે ઇચ્છયું તે મળતું રહ્યું. પણ અનેકાનેક વાર પરિચિતોનાં અણગમા અને અસૂયાનું સહેલું નિશાન બનતી રહી છું. આમ કેમ હશે, તે કયારેય હું સમજી નથી. કદાચ એ પણ નસીબનું કોઈ દયાહીન પાસું જ હશે. મનદુઃખ અને માનસિક સંતાપથી બચવા માટે હું જાતને અળગી કરીને, સાક્ષીભાવે જીવનને જોતાં શીખી. જીવની આસપાસ એક દૃઢ કોચલું બનાવતી ગઈ, કે જેથી અંદર રહેલી ઋજુ જગ્યાને હાનિ ના પહોંચે.

મેં જે કર્યું તે આપમેળે અને આપબળે જ કર્યું. ભાષારત તેમજ ભ્રમણરત એકાકી ભાવે રહેતાં રહેતાં જાત સાથે એકલાં રહેવાની ખૂબ સરસ ટેવ પડી, મન સાથે સારી ઓળખાણ થઈ, ને બાહ્ય કોઈ આધારનું પ્રયોજન ના રહ્યું. મને કોઈએ હાથ ઝાલીને દોરી નથી. વિશ્વ-ક્ષેત્રે નહીં, ને શબ્દ-ક્ષેત્રે પણ નહીં. જાણે એક સૈનિકનું બનેલું સૈન્ય, અને એક ચાહકની સર્વ-સ્થાન માટેની ઝંખના. પછી તો લક્ષ્ય પણ એક જ થઈ ગયું હતું – વિશ્વ પોતે ! પૃથ્વી પર જોયેલી બધી નદીઓ જેમ મહાસાગરોમાં ભળીને એકરૂપ થવા માંગતી હશે, તેવું કંઇક.