ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
રામમૂર્તિ ચતુર્વેદી ગીતકાર ઉપરાંત અભિનેતા, લેખક અને નિર્દેશક પણ હતા. ૭૦ ના દાયકા લગી તેઓ સક્રિય રહ્યા. આપસ કી બાત, ઈમાન ધરમ, આંખિન દેખી, બાદલ, મહેબૂબા, ફિર કબ મિલોગી, દગાબાઝ જેવી ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કર્યું. બિદેસિયા ( ભોજપુરી ), આયા તૂફાન, આધી રોટી, અલબેલી, સ્ટેશન માસ્ટર જેવી ફિલ્મોના કથા – પટકથા લખી.
૧૫૦ થી ય વધુ ગીતો લખ્યા. એમણે ગીત લખ્યા એમાં મોટા ભાગની ફિલ્મો ધાર્મિક અને પૈરાણિક હતી. એમાં સાજન, રાજા, પરિંદે, રૂપા, ભક્ત પ્રહલાદ, નસીબ, દેહાતી, સાવન આયા રે, હમારા ઘર, ચોર, અલખ નિરંજન, નઈ દુનિયા, દેવ કન્યા, મહાકવિ કાલીદાસ, રત્નાવલિ, સિપૈયા, ગાલી, દિલ કી બાત, જેલ યાત્રા, આદાબ અર્ઝ, અંગુરી, ઉષા હરણ, શરારત, પરાયા ધન, મુજરિમ, ગુડિયા, પુલ, મૈં ક્યા કરું જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
એમની એકમાત્ર ગઝલ –
ચૈન તુમસે કરાર તુમસે હૈ
ઝિંદગી કી બહાર તુમસે હૈ
હમને ખેલી હૈ જાન કી બાઝી
જીત તુમસે હૈ હાર તુમસે હૈ
દિલ મેં આતે હો આરઝૂ બન કર
દર્દ કો ભી કરાર તુમસે હૈ
મુજકો દુનિયા કી કુછ ખબર હી નહીં
હોશ ઈતના હૈ – પ્યાર તુમસે હૈ..
– ફિલ્મ : પનિહારી ૧૯૪૬
– સુરેન્દ્ર
– એસ એન ત્રિપાઠી – અલી હુસૈન
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
