ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

પાલ પ્રેમી ગીતકાર, અભિનેતા, લેખક અને નિર્દેશક હતા. એમના વિશે એટલી માહિતી મળે છે કે એમણે ડોલતી નૈયા (૧૯૫૦), રામ ભરોસે (૧૯૫૧), અલ્લાદીન કા ચિરાગ (૧૯૫૭), પથ્થર કે ખ્વાબ (૧૯૬૯) જેવી ફિલ્મોમાં માત્ર બાર ગીત લખ્યાં. અભિનેતા તરીકે ખુલ જા સિમસિમ અને શ્રીમાન ફંટૂશમાં નાની ભૂમિકાઓ ભજવી. અલ્લાદીન કા ચિરાગ અને હૈવાન (૧૯૭૭) ફિલ્મોનું લેખન પણ કર્યું. અહીં આપી છે એ એમની એક માત્ર ગઝલ વાળી ફિલ્મ ‘ પથ્થર કે ખ્વાબ ‘ અને અને ‘ હમારે ગમ સે મત ખેલો ‘ (૧૯૬૭) ફિલ્મોનું નિર્દેશન પણ એમણે કર્યું.

એમની ગઝલ :

યાદોં કા સહારા ના હોતા હમ છોડ કે દુનિયા ચલ દેતે
યે દર્દ જો પ્યારા ના હોતા હમ છોડ કે દુનિયા ચલ દેતે

ટૂટા હુઆ દિલ ટૂટે અરમાં તેરી હૈ અમાનત પાસ મેરે
યે દિલ જો તુમ્હારા ના હોતા હમ છોડ કે દુનિયા ચલ દેતે

શાયદ કે તેરે કામ આ જાએ યે જાન મેરી ઓ જાને જિગર
કિસ્મત કા ઈશારા ના હોતા હમ છોડ કે દુનિયા ચલ દેતે

રુક જાએં કહાં હૈ કિસકો ખબર દૌરાને સફર યા મંઝિલ પર
ગર્દિશ મેં સિતારા ના હોતા હમ છોડ કે દુનિયા ચલ દેતે..

– ફિલ્મ : પથ્થર કે ખ્વાબ ૧૯૬૯
– તલત મહેમૂદ
– એન દત્તા


ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.