ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
નૂર, આરઝૂ, બેહઝાદ, શમ્સ, મજાઝ અને હસરત લખનવી પછી વધુ એક લખનવી એટલે સાકિબ લખનવી સાહેબ. મૂળ નામ મિર્ઝા ઝાકિર હુસૈન કઝલબાશ. આ શૃંખલામાં સમાવિષ્ટ અન્ય કેટલાક શાયરોની જેમ એ પણ ઉર્દુ અદબની ઊંચી હસ્તી હતા. એમના બે જાણીતા શેર જોઈએ :
સુનને વાલે રો દિયે સુન કર મરીઝે ગમ કા હાલ
દેખને વાલે તરસ ખા કર દુઆ દેને લગે
આધી સે ઝિયાદા શબે ગમ કાટ ચુકા હું
અબ ભી અગર આ જાઓ તો યે રાત બડી હૈ
અહીં આપેલી ગઝલ એ એમની એકમાત્ર ફિલ્મી ગઝલ અને એટલું જ ફિલ્મી પ્રદાન. પહેલાં એ ગઝલ :
કહાં તક જફા હુસ્ન વાલોં કી સહતે
જવાની જો રહતી તો ફિર હમ ન રહતે
નશેમન ન જલતા નિશાની તો રહતી
હમારા થા ક્યા ઠીક રહતે ન રહતે
કોઈ નક્શ ઔર કોઈ દીવાર સમજા
ઝમાના હુઆ હમકો ઈસ તરહ રહતે
ઝમાના બડે શૌક સે સુન રહા થા
હમીં સો ગએ દાસ્તાં કહતે કહતે..
– ફિલ્મ : તોહફા ૧૯૪૭
– મુકેશ
– એમ એ રઉફ
ઉપરોક્ત ગઝલનો છેલ્લો શેર ઉર્દુના અમર શેરોમાં સ્થાન ધરાવે છે. ફિલ્મ સર્જક એસ યુ સન્ની ( મેલા, કોહીનૂર, પાલકી ) ને એ શેર એટલો પસંદ પડી ગયો કે એમણે એ શેરને પોતાની દરેક ફિલ્મમાં શરુઆતી ઓળખ તરીકે પસંદ કરેલો. ( જે રીતે મહેબૂબ ખાન સાહેબની દરેક ફિલ્મની શરૂઆતમાં ‘ મુદ્દઈ લાખ બુરા ચાહે તો ક્યા હોતા હૈ, જો ભી હોતા હૈ મંઝૂરે ખુદા હોતા હૈ ‘ નું પઠન આવતું )
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
