નિરંજન મહેતા
૧૯૭૯ની ફિલ્મ ‘ગોલમાલ’નું આ ગીત બહુ જાણીતી ફિલસુફી પર આધારિત છે.
आनेवाला पल जानेवाला है
आनेवाला पल जानेवाला है
हो सके तो इसमें जिंदगी बिता दो
पल जो ये जानेवाला है
एक बार यूँ मिली, मासूम सी कली
एक बार यूँ मिली, मासूम सी कली
हो खिलते हुए कहा, खुशबाश मैं चली
देखा तो यहीं है, ढूंढा तो नहीं है
पल जो ये जानेवाला है
एक बार वक्त से, लम्हा गिरा कहीं
एक बार वक्त से, लम्हा गिरा कहीं
वहाँ दास्ताँ मिली, लम्हा कहीं नहीं
थोडा सा हँसा के, थोडा सा रुला के
पल ये भी जानेवाला है
કહે છે કે દરેક પળ ક્ષણજીવી હોય છે. આવેલી ક્ષણ થોડાક જ સમયમાં જતી રહે છે. આ જનારી પળને તમે ભોગવી શકો તો ભોગવી લો. કારણ ક્યારે તે જતી રહી તેની તમને જાણ પણ નહી રહે.
જેમ ફૂલની કળી નાજુક હોય છે પણ જોતજોતામાં તે કળીમાંથી ફૂલમાં પરિવર્તિત થઇ જાય છે તેનો ખયાલ આવતો નથી. એક પળ તે કળી હોય છે તો બીજી પળે તે ફૂલ બની જાય છે. ત્યારબાદ શોધશો તો પણ તે કળી મળશે નહી. તેવું જ હાથમાં આવેલી પળનું છે. લાગે કે તે છે પણ તે હકીકતમાં તરત જ વીતી જાય છે અને શોધશો તો પણ તે પળ ફરી મળશે નહી. તેથી હાથમાં આવેલી પળનો સમજી વિચારીને ઉપયોગ કરી લો.
જેમ સમયથી દૂર ગયેલી ક્ષણ ફરી મળતી નથી તેમ હાલની પળ થોડું સુખ અને થોડું દુઃખ આપીને જતી રહેવાની છે તે સમજશો તો તમને તેનો અફસોસ નહી રહે.
અમોલ પાલેકર પર રચાયેલ આ ગીતના રચયિતા છે ગુલઝાર જેણે સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. સ્વર છે કિશોરકુમારનો.
Niranjan Mehta
