ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ફિલ્મોમાં સોથી વધુ ગીતો લખનાર શ્યામ હિંદીની પણ ખાસ વિગતો ઉપલબ્ધ નથી સિવાય કે એમણે ખુફિયા મહલ, ગુલામ બેગમ બાદશાહ, સિંદબાદ ધી સેઈલર, પુલિસવાલી, અલ્લાદીન ઔર જાદુઈ ચિરાગ, રાજ દરબાર, માલા ધી માઈટી, શાને હિંદ, મધુર મિલન, મમતા, જોડીદાર, તૂફાન ક્વીન, રૂમાલ, શૌકીન, જાદૂઈ સિંદૂર, સ્ટંટ ક્વીન, જોકર, બિગડે દિલ, શેક હેંડ, જયહિંદ અને દિલ્લી એક્સપ્રેસ જેવી ગુમનામ ફિલ્મોમાં ગીતો લખ્યા.
એમણે રંગા ઔર રાજા, સાઝ ઔર સનમ, હમ દિવાને, મૈં હું જાદુગર, રંગીલા રાજા, સચ્ચે કા બોલબાલા અને ખુફિયા મહલ જેવી ફિલ્મોમાં કથા અને સંવાદ પણ લખ્યાં.
એમની એકમાત્ર ગઝલ ફિલ્મ સર્કસ વાલે ( ૧૯૫૦ ) ની છે. એના ગાયક કોણ છે એની માહિતી નથી. સંગીત ચિત્રગુપ્તનું હતું. આ રચનાનો કોઈ વિડીયો કે ઓડિયો ઉપલબ્ધ નથી. એ રચનાના શબ્દો :
મુસ્કુરાતે હુએ યું આંખ ચુરાયા ન કરો
ગુલ ખિલાતે હુએ યું તીર ચલાયા ન કરો
હાથ ધો બૈઠેંગે હમ દિલ સે કિસી દિન યું હી
ઈન છલકતી હુઈ આંખોં સે પિલાયા ન કરો
ટૂટ કર રોતે હૈં દિલ ખોલ કે હમ રાતોં કો
મોતિયોં કો મેરી જાં ઐસે ગંવાયા ન કરો
દિલ બહલતા હૈ રકીબોં કા મૈં જલ જાતા હું
અપની મહેફિલ મેં હંસી મેરી ઉડાયા ન કરો..
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
