
શ્રીદક્ષિણામૂર્તિ બાલસાહિત્ય વાટિકા : પુસ્તક ૧૭ મું
સંપાદક : ગિજુભાઈ
ઋતુના રંગ
લેખક :
ગિજુભાઈ બધેકા
આવૃત્તિઓ
પહેલી આવૃત્તિ : જાન્યુઆરી૧૯૩૭
બીજી વાર : ઓગસ્ટ ૧૯૬૪
પુનર્મુદ્રણ : માર્ચ ૧૯૬૪
આ પુસ્તકની ૧૯૬૪ની આવૃત્તિ ૭૨ પાનાંની હતી.
પ રિ ચ ય
આ ચોપડીઓમાં જુદી જુદી ઋતુઓના નિસર્ગના થતા ફેરફારોનું દર્શન કરાવવામાં આવેલું છે. કુદરતના બનતા બનાવો વચ્ચે આનંદ અનુભવતા માણસે પત્ર રૂપે નાનાં બાળકોને આ લખાણ દર બુધવારે મોકલેલું છે.
‘બુધવારિયું’ નામના હસ્તલિખિત અઠવાડિયામાંની આ એક વાનગી છે.
જાન્યુઆરીથી જુલાઈ સુધીનો નિસર્ગપરિચય આ ચોપડીમાં છે. આની પાછળ બીજી ચોપડી ઊભેલી છે.
માહિતી સ્રોત : વિકિસ્રોત
