નિરંજન મહેતા

आदमी मुसाफिर है, आता है, जाता है
आते जाते रस्तें में यादें छोड जाता है

झोंका हवा का, पानी का रेला
मेले में रह जाए जो अकेला
फिर वो अकेला ही रह जाता है

कब छोडता है ये रोग जी को
दिल भूल जाता है जब किसीको
वो भूलकर भी याद आता है

क्या साथ लाए, क्या तोड़ आए
रस्तें में हम क्या क्या छोड़ आए
मंज़िल पे जा के याद आता है

जब डोलती है जीवन की नैय्या
कोई तो बन जाता है खेवैय्या
कोई किनारे पे ही डूब जाता है

 

૧૯૭૭ની ફિલ્મ ‘અપનાપન’નું આ ગીત બસમાં ગવાય છે. બસની અંતિમ સીટ પર બેઠેલા સુધીર દળવી અને સાથી આ ગીત દ્વારા જીવનની ફિલસુફીને ઉજાગર કરે છે.

જન્મ લઈએ અને મૃત્યુ પામીએ તે વચ્ચેના સમયને આપણે જીવન કહીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે આ જીવન એક મુસાફરી સમાન છે. આ મુસાફરી દરમિયાન આપણે કેટલીયે આપણી યાદો છોડતા જઈએ છીએ કે અન્યોની યાદ માણતાં જઈએ છીએ. જેમ હવાની લહેર કે પાણીનો રેલો એકલો જ સફર કરે છે તેમ આ જીવનના મેળામાં જે એકલો રહે છે અને અન્યો સાથે ભળતો નથી તે પછી એકલો જ રહી જાય છે.

આગળ કહે છે કે જે આપણે ભૂલી ગયા હોઈએ તે વખત જતાં ફરી ફરીને યાદ આવ્યા કરે છે કારણ આપણને એક પ્રકારની ન ભૂલવાની માંદગી લાગુ હોય છે.

અવારનવાર આપણને જાણ કરાતી હોય છે કે તમે કશું લઈને નથી આવ્યા અને જશો ત્યારે પણ કશું સાથે લઇ નહી જાઓ. તે જ પ્રમાણે આ જીવનની મુસાફરીમાં વચ્ચે વચ્ચે આપણે જે પણ કાંઈ છોડીને આવ્યા છીએ તે આગળની સફરમાં યાદ આવતું રહે છે.

આગળ બહુ સુંદર કહે છે કે જ્યારે તમારી જીવનનૈયા ડોલતી હોય ત્યારે કોઈ નાવિકરૂપે તેને સંભાળતો હોય છે.

પણ કેટલાક એવા પણ છે જે નાવિકને શોધતા નથી અને ત્યારે તે કિનારે ઊભો હોવા છતાં ડૂબી જાય છે એટલે કે પાપની દુનિયામાં સરકી જાય છે.

ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાયકો છે લતાજી અને રફીસાહેબ.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. +91 22 28339258/ 91 9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com