ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

‘ ઠોકર ‘ ૧૯૫૩ ફિલ્મના એક વધુ ગીતકાર એટલે શોર નિયાઝી. એમના વિષે ખાસ વિગતો ઉપલબ્ધ નથી. એમણે ‘ ઠોકર ‘ ફિલ્મની અહીં આપેલી ગઝલ ઉપરાંત ઓ તેરા ક્યા કહના, ગોલીબારી, ઝાલિમ જાદૂગર, કાલા જાદૂ અને ગન ફાઈટર ફિલ્મોમાં બાર ગીત લખ્યા. ૧૯૫૭ ની ફિલ્મ ‘ દો રોટી ‘ અને ૧૯૬૭ ની ‘ ચંદન કા પલના ‘ ના સંવાદ પણ એમણે લખેલા.

એમની એકમાત્ર ગઝલ –

મૌજ કી ઔર ન તૂફાં કી ખબર હોતી હૈ
ડૂબને વાલે કી સાહિલ પે નઝર હોતી હૈ

યે ન પૂછો શબે ગમ કૈસે બસર હોતી હૈ
કરવટેં રાત દિન લે લે કે સહર હોતી હૈ

દિલ કી ધડકન તેરા પૈગામ સુનાતી હૈ મુજે
તુજસે પહલે તેરે આને કી ખબર હોતી હૈ

પૂછતા હૈ જો કોઈ મુજસે મેરા હાલ હૈ જો
કહના પડતા હૈ કે હંસતે હી ગુઝર હોતી હૈ

– ફિલ્મ : ઠોકર ૧૯૫૩
– આશા ભોંસલે
– સરદાર મલિક


ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.