ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
હિન્દી ફિલ્મોનાં અનેક ગીતો એ હદે લોકપ્રિય થઈને આપણા જીવનમાં ગોઠવાઈ ગયાં છે કે ઘણી વાર યાદ કરવું પડે કે આ કોઈક ફિલ્મનું ગીત છે. દો આંખે બારહ હાથ’નું ‘એ માલિક તેરે બંદે હમ’ ઘણે અંશે આ શ્રેણીમાં મૂકી શકાય. બીજાં પણ અનેક છે. આ ગીતના રચયિતા ભરત વ્યાસ હતા. હિન્દી સિનેમાના ગીતકારોમાં હિન્દુસ્તાની- ઉર્દૂનું પ્રાચુર્ય હતું એવે સમયે ભરત વ્યાસ, પ્રદીપ, નરેન્દ્ર શર્મા, સરસ્વતીકુમાર ‘દીપક’ જેવા ગીતકારોએ વિશુદ્ધ હિન્દી શબ્દો પ્રયોજીને અદ્ભુત ગીતો લખ્યાં. ગીતોના શબ્દો દમદાર અને એને ધૂનમાં ઢાળનાર સંગીતકારો પણ એવા પ્રતિભાવંત કે એના થકી જે રચાયું એ વિસરવું મુશ્કેલ બની રહે.
ભરત વ્યાસની જુગલબંદી મુખ્યત્વે એસ.એન.ત્રિપાઠી (૧૮ ફિલ્મો), ચિત્રગુપ્ત (૧૨ ફિલ્મો), વસંત દેસાઈ (૧૨ ફિલ્મો) જેવા સંગીતકારો સાથે જામી. સી.રામચંદ્ર સાથે તેમણે ફક્ત ચાર જ ફિલ્મો કરી, પણ એ પૈકીની એક ‘નવરંગ’નાં ગીતો એવાં બન્યાં કે એમ જ લાગે આ જુગલબંદીએ અનેક ગીતો સર્જ્યાં હશે. જો કે, સૌથી નવાઈની વાત એ છે કે એસ.એન.ત્રિપાઠી જેટલી જ, એટલે કે ૧૮ ફિલ્મો ભરત વ્યાસે અવિનાશ વ્યાસ સાથે કરી છે.
વસંત દેસાઈ સાથેની ફિલ્મો પૈકી ‘તૂફાન ઔર દિયા’, ‘દો આંખે બારહ હાથ’, ‘મૌસી’, તેમજ ‘ગૂંજ ઉઠી શહનાઈ’નાં ગીતો અતિશય લોકપ્રિય બની રહ્યાં. આ ફિલ્મનાં ગીતોમાં ભરત વ્યાસની અને વસંત દેસાઈની આગવી મુદ્રા હતી. વસંત દેસાઈ સાથે ભરત વ્યાસની આવી જ એક ફિલ્મ એટલે ‘પ્યાર કી પ્યાસ.’

અનુપમ ચિત્ર નિર્મિત, મહેશ કૌલ દિગ્દર્શીત આ ફિલ્મની રજૂઆત ૧૯૬૧માં થયેલી. હની ઈરાની, શ્રીકાન્ત, નિશી, મનમોહન કૃષ્ણ, ડેવિડ, મનોરમા જેવા કલાકારોની તેમાં મુખ્ય ભૂમિકા હતી.

સિનેમાસ્કોપમાં બનેલી આ પ્રથમ રંગીન ભારતીય ફિલ્મ હતી.

આ ફિલ્મનાં કુલ સાત ગીતો હતાં, પણ જાણે કે આખી ફિલ્મ ગીતોથી ભરપૂર હોય એમ લાગે છે, કેમ કે, અનેક ગીતો એકથી વધુ વખત ફિલ્મમાં વાગે છે. ‘મેરે અંગના મેં ઉજિયાલા, મેરી ગોદી મેં ગોપાલા‘ (લતા, ગીતાદત્ત, સાથીઓ), ‘ઉત્તર મેં હૈ ખડા હિમાલય, દક્ષિણ મેં હૈ સાગર વિશાલ‘ (મન્નાડે, લતા, ગીતા, બેબી રેણુ, સાથીઓ), ‘પ્યાસ બુઝાને સબ કે મનકી, ઝૂલા બનકે પ્યાર આયા‘ (લતા, આશા, મહેન્દ્ર કપૂર, સાથીઓ), ‘ચંદા ઢલે, પંખા ઝલે, મૈયા તુમ્હારી‘ (લતા), ‘આયા આયા જનમદિન આયા‘ (બાળસ્વરોમાં), ‘ઝૂલો મોરે લલના, ગોદી કા પલના‘ (લતા, આશા, સાથીઓ) અને ‘પ્યાર કી પાસ’ (રફી, લતા, સાથીઓ). આ પૈકીનું ‘પ્યાર કી પાસ’ ગીત ટાઈટલ સોન્ગ તરીકે ઉપયોગમાં લેવાયું છે. આ ગીતનું કોરસ, એની સંગીતરચના સાંભળીને ‘તૂફાન ઔર દિયા’ કે ‘દો આંખે બારહ હાથ’નાં ગીતો યાદ ન આવે તો જ નવાઈ.
‘ચંદા ઢલે, પંખા ઝલે, મૈયા તુમ્હારી’ ગીત ફિલ્મમાં ત્રણ વખત અલગ અલગ પરિસ્થિતિમાં આવે છે. ‘ઝૂલો મોરે લલના, ગોદી કા પલના’ પણ બે વખત આવે છે. તેમજ ફિલ્મના અંતે ‘આયા આયા જનમદિન આયા’ સાંભળી શકાય છે. ‘પ્યાસ બુઝાને સબ કે મનકી, ઝૂલા બનકે પ્યાર આયા’ નો એક અંતરો પણ ફિલ્મમાં પુનરાવર્તિત થાય છે.
ટાઈટલ દરમિયાન સંભળાતા ગીતના શબ્દો આ મુજબ છે.
प्यार की प्यास,
प्यार की प्यास,
प्यार की प्यास,
क्या धरती और क्या आकाश
क्या धरती और क्या आकाश
सबको प्यार की प्यास
प्यार की प्यास,
प्यार की प्यास
सरिता को सागर की प्यास
सागर में लहरों का वास
सरिता को सागर की प्यास
सागर में लहरों का वास
लहरें उठ-उठ जाना चाहें
पूनम के चंदा के पास
मन से मन को, हर जीवन को
मन से मन को, हर जीवन को
सब को एक विश्वास
प्यार की प्यास,
क्या धरती और क्या आकाश
सबको प्यार की प्यास
प्यार की प्यास,
प्यार की प्यास
આ એક અંતરા સાથે ટાઈટલ ગીત પૂરું થાય છે. એ પછી આ ગીતનો આ અંતરો ફિલ્મમાં વચ્ચે સાંભળી શકાય છે.
पहली किरण को छूकर के
फूल चमन का खिल जाता
एक प्यार के चुम्बन से
जड़ पत्थर भी हिल जाता
जुग-जुग के प्यासे चातक को
जुग-जुग के प्यासे चातक को
एक बूँद की आस
प्यार की प्यास
क्या धरती और क्या आकाश
सबको प्यार की प्यास
प्यार की प्यास, प्यार की प्यास
આની સાથે જ ટાઈટલવાળો આખો અંતરો પુનરાવર્તિત થાય છે.
सरिता को सागर की प्यास
सागर में लहरों का वास
सरिता को सागर की प्यास
सागर में लहरों का वास
लहरें उठ-उठ जाना चाहें
पूनम के चंदा के पास
मन से मन को, हर जीवन को
मन से मन को, हर जीवन को
सब को एक विश्वास
प्यार की प्यास,
क्या धरती और क्या आकाश
सबको प्यार की प्यास
प्यार की प्यास
હજી એક વાર ફિલ્મમાં આ ગીતનો નીચે મુજબનો અંતરો સંભળાય છે.
प्यार की प्यास,
प्यार की प्यास,
प्यार की प्यास,
क्या धरती और क्या आकाश
सबको प्यार की प्यास
प्यार की प्यास, प्यार की प्यास
लाखों तारों की आँखें
रात को भर-भर आती हैं
भोर भए तो कलियों पर
शबनम बन झर जाती है
प्राण का पतझड़ पल-पल ढूँढे
जीवन का मधुमास
प्यार की प्यास,
क्या धरती और क्या आकाश
सबको प्यार की प्यास
प्यार की प्यास
प्यासा-प्यासा जग सारा
प्यासी जग की हर धारा
महा प्यास की प्यास लिए
प्यासा खुद सरजनहारा
प्यास की धरती पर ईश्वर ने
प्यास की धरती पर ईश्वर ने
लिखा सृष्टि इतिहास
प्यार की प्यास
क्या धरती और क्या आकाश
सबको प्यार की प्यास
प्यार की प्यास
प्यार की प्यास
આ ગીત નીચેની લીન્ક પર સાંભળી શકાશે. પણ તેના અંતરા આડાઅવળા છે. મોટા ભાગની લીન્કમાં એક કે બે અંતરાવાળું જ ગીત છે. અહીં લખેલા અંતરા ફિલ્મમાં આવતા ક્રમાનુસાર છે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
