ભૃણ હત્યા

– એષા દાદાવાળા

મા બોલ
હવે તને આ ખાલી પેટનો ભાર લાગે છે ને ?
પેટ પર વાગતીને મીઠ્ઠી લાગતી એ લાતો,
આંખોની પેલે પાર બહુ વાગે છે ને ?

તારામાં ઊગી’તી એ નાનીશી વેલને,
પહેલાં તો આપ્યો’તો આધાર,
તારામાં શ્વસતો એ જીવ હું છું,
એ જાણ્યા પછી પેટનોયે લાગ્યો’તો ભાર ?
અરીસા સામે જોઈ મલકાતી તું હવે એનાથી પણ દૂર ભાગે છે ને ?

તમારું પણ કેવું પહેલાં તો
પ્રાર્થી-પ્રાર્થીને તમે જ બાળકને માંગો,
પેટમાં દીકરો નથી એવી ખબર પડે
પછી ભગવાનને કહી દોતમે જ રાખો !
અનાયાસે દેખાતું લોહી હવે ભારોભાર પસ્તાવો અપાવે છે ને ?

છૂટાં પડતા રડવું આવે,
એવો આપણો ક્યાં હતો સંબંધ?
તારાંય જીવતરની પડી ગઈ સાંજ
આકાશનો લાલ લાલ થઈ ગયો રંગ !
પરી જેવી ઢીંગલી ચુમી ભરે એવું શમણું હજીયે આવે છે ને ?

તારી આંખોમાં તું ડૂબ હવેધીમેથી 

– કાજલ ઓઝા

 

તારી આંખોમાં તું ડૂબ હવેધીમેથી
બીજાની આંખોમાં તરવાનું છોડ.

વાયદાનાં ફૂલોની મોસમ તો વીતી ગઈ
વગડે વગડે હવે ફરવાનું છોડ.

તારી આંખોમાં ભલે ખાલીપો ઝૂરતો
બીજાની રાતોને ભરવાનું છોડ.

તારી હથેળીમાં ચડવા દે રંગ કોઇ
મુઠ્ઠીની રેત જેમ સરવાનું છોડ.

પગલાંની છાપ હવે ક્યાંય નથી પડવાની
છોડ બધુંનીકળી જા… ડરવાનું છોડ.

એની સુગંધે ક્યાં લગી જીવીશ તું ?
એક એક શ્વાસ માટે મરવાનું છોડ.

તારી ભીતર આખો ઝાકળનો દેશ છે.
તડકાના ટુકડા સંઘરવાનું છોડ.

તારી ભીનાશ એની સમજણની બહાર છે
રૂંવે રૂંવેથી નીતરવાનું છોડ.

બાવળ તો બાવળ ને થોરડું તો થોરડું
જાણી લેફૂલ નથી – ખરવાનું છોડ.

બીજાથી જુદોપણ એય નર્યો માણસ છે.
માગવા-તરફડવા-કરગરવાનું છોડ.

કોણે કીધું કે તને કોઈ નથી ઝંખતુ – ચાહતું
એક પછી એક સાપ ડંખવાનું છોડ.