વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

પદ્ય સાહિત્ય

યે બચ્ચા કિસકા બચ્ચા હૈ

ભગવાન થાવરાણી

હીં આપેલી આ લાંબી ઉર્દૂ નઝમ વિખ્યાત ઉર્દૂ શાયર ઇબ્ને ઇંશા ( ૧૯૨૭ – ૧૯૭૮ ) ની જગપ્રસિદ્ધ રચના છે. સાથે એ રચનાનો એ જ બહરમાં છંદોબદ્ધ અનુવાદ પણ સામેલ છે.

એમણે આ રચના આજથી ૬૦ વર્ષ પહેલાં આફ્રિકન દેશ એરિટ્રિયામાં ભૂખે મરતાં બાળકોને જોઈને લખેલી. રચનામાંથી પસાર થઈએ ત્યારે લાગ્યા વિના રહે નહીં કે વિશ્વના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં આજે પણ બાળકોની આ જ હાલત છે !
ये बच्चा किसका बच्चा है
____________________
1.
ये बच्चा कैसा बच्चा है
ये बच्चा काला काला सा
ये काला सा मटियाला सा
ये बच्चा भूका भूका सा
ये बच्चा सूखा सूखा सा
ये बच्चा किस का बच्चा है
ये बच्चा कैसा बच्चा है
जो रेत पे तन्हा बैठा है
ना इस के पेट में रोटी है
ना इस के तन पर कपड़ा है
ना इस के सर पर टोपी है
ना इस के पैर में जूता है
ना इस के पास खिलौनों में
कोई भालू है, कोई घोड़ा है
ना इस का जी बहलाने को
कोई लोरी है, कोई झूला है
ना इस की जेब में धेला है
ना इस के हाथ में पैसा है
ना इस के अम्मी अब्बू हैं
ना इस की आपा ख़ाला है
ये सारे जग में तन्हा है
ये बच्चा कैसा बच्चा है
2
ये सहरा कैसा सहरा है
ना इस सहरा में बादल है
ना इस सहरा में बरखा है
ना इस सहरा में बाली है
ना इस सहरा में ख़ोशा है
ना इस सहरा में सब्ज़ा है
ना इस सहरा में साया है
ये सहरा भूक का सहरा है
ये सहरा मौत का सहरा है
3
ये बच्चा कैसे बैठा है
ये बच्चा कब से बैठा है
ये बच्चा क्या कुछ पूछता है
ये बच्चा क्या कुछ कहता है
ये दुनिया कैसी दुनिया है
ये दुनिया किस की दुनिया है
4
इस दुनिया के कुछ टुकड़ों में
कहीं फूल खिले कहीं सब्ज़ा है
कहीं बादल घिर घिर आते हैं
कहीं चश्मा है कहीं दरिया है
कहीं ऊँचे महल अटारीयाँ हैं
कहीं महफ़िल है कहीं मेला है
कहीं कपड़ों के बाज़ार सजे
ये रेशम है ये दीबा है
कहीं ग़ल्ले के अम्बार लगे
सब गेहूँ धान मुहय्या है
कहीं दौलत के संदूक़ भरे
हाँ ताँबा सोना रूपा है
तुम जो माँगो सो हाज़िर है
तुम जो चाहो सो मिलता है
इस भूक के दुख की दुनिया में
ये कैसा सुख का सपना है
वो किस धरती के टुकड़े हैं
ये किस दुनिया का हिस्सा है
5
हम जिस आदम के बेटे हैं
ये उस आदम का बेटा है
ये आदम एक ही आदम है
ये गोरा है या काला है
ये धरती एक ही धरती है
ये दुनिया एक ही दुनिया है
सब इक दाता के बंदे हैं
सब बंदों का इक दाता है
कुछ पूरब पच्छम फ़र्क़ नहीं
इस धरती पर हक़ सब का है
6
ये तन्हा बच्चा बे-चारा
ये बच्चा जो यहाँ बैठा है
इस बच्चे की कहीं भूक मिटे
(क्या मुश्किल है हो सकता है)
इस बच्चे को कहीं दूध मिले
(हाँ दूध यहाँ बहतेरा है)
इस बच्चे का कोई तन ढाँके
(क्या कपड़ों का यहाँ तोड़ा है)
इस बच्चे को कोई गोद में ले
(इंसान जो अब तक ज़िंदा है)
फिर देखे कैसा बच्चा है
ये कितना प्यारा बच्चा है
7
इस जग में सब कुछ रब का है
जो रब का है वो सब का है
सब अपने हैं कोई ग़ैर नहीं
हर चीज़ में सब का साझा है
जो बढ़ता है जो उगता है
वो दाना है या मेवा है
जो कपड़ा है जो कम्बल है
जो चाँदी है जो सोना है
वो सारा है इस बच्चे का
जो तेरा है जो मेरा है
ये बच्चा किस का बच्चा है
ये बच्चा सब का बच्चा है!
– इब्न ए इंशा
આ બાળક કોનું બાળક છે
———————————
૧.
આ બાળક કેવું બાળક છે
આ બાળક કાળું – કાળું શું
આ કાળો મેલો ઘેલો શો
આ બાળક ભૂખ્યો તરસ્યો શો
આ બાળક સુક્કી ડાળી શો
આ બાળક કોનું બાળક છે
આ બાળક કેવું બાળક છે
જે ધૂળમાં એકલું બેઠું છે
ના એના પેટમાં ભોજન છે
ના એના તન પર કપડાં છે
ના એના માથે ટોપી છે
ના એના પગમાં જોડા છે
ના એની પાસ રમકડાંમાં
કોઈ રીંછ ન કોઈ ઘોડો છે
ના એનું મન રીઝવવાને
કોઈ હાલરડું કે ઝૂલો છે
ના એના ખિસ્સે કાવડિયા
ના એના હાથમાં રોકડ છે
ના એના મમ્મી પપ્પા છે
ના એની બહેન કે માસી છે
એ જગ આખામાં અટૂલો છે
આ બાળક કેવું બાળક છે
૨.
આ રણ કેવું સુક્કું રણ છે
ના આ રણમાં કોઈ વાદળ છે
ના આ રણમાં કોઈ વર્ષા છે
ના આ રણમાં કોઈ ડાળી છે
ના અહીં કોઈ હરિયાળી છે
ના આ રણમાં કોઈ લીલપ છે
ના આ રણમાં કોઈ છાંયો છે
આ રણ જે છે ભૂખ્યું રણ છે
આ રણ જાણે મૃત્યુ – રણ છે
૩.
આ બાળક કેવું બેઠું છે
આ બાળક ક્યારનું બેઠું છે
આ બાળક શું કંઈ પૂછે છે
આ બાળક શું કંઈ બોલે છે
આ દુનિયા કેવી દુનિયા છે
આ દુનિયા કોની દુનિયા છે
૪.
આ જગના અમુક હિસ્સાઓમાં
છે ફૂલ કશે, કશે લીલપ છે
કશે મેઘ બહુ ઘેરાયા છે
કશે ઝરણું ક્યાંક સમંદર છે
કશે ઉન્નત મહેલ, અટારી છે
કશે જલસો છે કશે મેળો છે
કશે ભર્યા બજાર છે કપડાંના
આ રેશમ છે, આ મખમલ છે
ક્યાંક ધાન્યના ઢગલે ઢગલા છે
ઘઉં, જુવાર, બાજરી, ચોખા છે
ક્યાંક ભર્યા પટારા દોલતના
તાંબું છે, સોનું – રૂપું છે
જે માગો તે અહીં હાજર છે
જે ઈચ્છો તે ઉપલબ્ધ અહીં
આ ભૂખના દુઃખની દુનિયામાં
આ કેવું સુખનું સપનું છે
એ કઈ ધરતીના ટુકડા છે
આ કઈ દુનિયાના હિસ્સા છે
૫.
જે મનુષ્યની ઓલાદ છીએ
આ એ જ મનુનો બેટો છે
આ મનુષ્ય એક જ મનુષ્ય છે
આ ગોરો છે કે કાળો છે
આ ધરતી એક જ ધરતી છે
આ દુનિયા એક જ દુનિયા છે
સૌ એક દાતારના બંદા છે
સૌ બંદાનો એક જ દાતા
કોઈ ફરક ન પૂર્વ કે પશ્ચિમમાં
આ ધરતી પર સૌનો હક છે
૬.
આ એકલું બાળક બિચારું
આ બાળક જે અહીં બેઠું છે
આ બાળકની જો ભૂખ મટે
( એ શક્ય જ છે – ક્યાં મુશ્કેલ છે ! )
આ બાળકને જો દૂધ મળે
( હા, દૂધની તો અહીં નદીઓ છે ! )
કોઈ આ બાળકનું કોઈ તન ઢાંકે
( શું કપડાંનો અહીં તોટો છે ! )
આ બાળકને કોઈ ખોળે લે
( એ માણસ છે ને જીવે છે ! )
ને જુઓ પછી આ બાળકને
એ કેવું વહાલું બાળક છે
૭.
આ જગમાં બધું છે ઈશ્વરનું
જે ઈશ્વરનું તે સહુનું છે
સૌ સ્વજન – પરાયું કોઈ નથી
હર ચીજમાં સૌનો હિસ્સો છે
જે વૃદ્ધિ કરે, જે ઉગે છે
એ દાણો હો યા મેવો હો
જે કાપડ છે જે કંબલ છે
જે ચાંદી છે જે સોનું છે
એ બધુંય છે આ બાળકનું
જે તારું છે, જે મારું છે
આ બાળક કોનું બાળક છે
આ બાળક સૌનું બાળક છે !
– ઈબ્ન એ ઇન્શા
– ઉર્દૂ પરથી મૂળ રચનાના લયમાં ભાવાનુવાદ :


ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

Leave a comment