ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

ગીતકાર નીલકંઠ તિવારી ગીત લેખક ઉપરાંત અભિનેતા, ગાયક, લેખક અને વિવેચક પણ હતા. ૪૦ અને ૫૦ ના દાયકામાં વિશેષ સક્રિય રહેલા નીલકંઠ તિવારીની એક ઓળખાણ એ કે ગાયક કિશોર કુમારે યોડેલિંગનો પ્રથમ પ્રયોગ એમણે લખેલા ફિલ્મ ‘ અધિકાર ‘ (૧૯૫૪ ) ના ગીત ‘ તિકડમબાઝી મિયાં રાઝી ‘ દ્વારા કરેલો. ( સંગીત અવિનાશ વ્યાસ ). એમણે લખેલાં ‘ ચુપકે ચુપકે જબ સે હુઆ પ્યાર ‘ ( માયા મછિન્દ્ર ૧૯૫૧ ) અને ‘ દિલ કો લગેલા મુહોબત કા ચસકા ‘ ( પુલિસ ૧૯૫૮ ) પણ ખાસ્સા લોકપ્રિય થયેલા. એમણે જે સંગીતકારો સાથે કામ કર્યું એમાં પ્રેમ નાથ ( અભિનેતા નહીં ! ), હેમંત કુમાર, અશોક ઘોષ અને શાંતિ કુમારના નામ ગણાવી શકાય. લાલાજી, અમાનત, વીર કુણાલ, કમલા, ખાનદાની, જલસા, કિનારા, દિલરૂબા, રામ જન્મ, રામ બાણ, ઇન્દ્રાસન, ભાગ્યવાન, રામાયણ, પોલીસ અને હમીર હઠ જેવી ફિલ્મોમાં એમણે સોથી વધુ ગીત લખ્યાં.

તેઓ ૧૯૭૬ માં અવસાન પામ્યા.

એમની લખેલી એકમાત્ર ગઝલ આ રહી :

વાદા વફા કા કર કે કિસીને ભુલા દિયા
દિલ ના મિલાયા ખાક મેં દિલ કો મિલા દિયા

કશ્તી મેરી ડુબો કે કિનારે પે જા લગે
બરબાદ કરને કે લિયે હી આસરા દિયા

દિલ કી લગી હુઈ ન કભી આગ કમ હુઈ
રો રો કે મૈંને આંખ સે દરિયા બહા દિયા

બાદે સબા તૂ જા કે ઝરા ઉનસે ઇતના પૂછ
મેરી મુહોબતો કા મુજે યે સિલા દિયા..

 

– ફિલ્મ : કમલા ૧૯૪૬
– અમીરબાઈ કર્ણાટકી
– જ્ઞાન દત્ત


ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.