નિરંજન મહેતા
૧૯૭૫ની ફિલ્મ ‘ઝમીર;નું આ ગીત બહુ પ્રચલિત છે.
ज़िन्दगी हसने गाने के लिए है पल दो पल
इसे खोना नही, खो के रोना नही
ज़िन्दगी हसने गाने के लिए है पल
दो पल तेरे गिरने मे भी, तेरी हार नही
कि तू आदमी है अवतार नही
जो हो देश वो भेष बना प्यारे
चले जैसे काम चला प्यारे
प्यारे तू गम ना कर
ज़िन्दगी हसने गाने के लिए है पल दो पल
जहा सच ना चले, वहा झूठ सही
जहाँ हक़ न मिले वह लूट सही
यहा चोर है कई, कोई साधु नही
सुख धुंध ले, सुख अपराध नही,
प्यारे तू गम ना कर..
સૌ સમજે છે કે જિંદગી ચાર દિવસની ચાંદની જેવું છે જેમાં ચઢાવ ઉતાર આવતા રહે છે. એટલે જેટલી સમય મળ્યો છે તે આનંદથી વિતાવવો એવો આ ગીતનો ભાવાર્થ છે.
કહે છે આવી પળોને માણો, તેને ગુમાવો નહી. કદાચ કોઈ કારણસર આ પળ ખોવાઈ જાય તો પછી તેનો અફસોસ પણ ન કરવો.
આવતા ઉતાર ચઢાવમાં પતન થાય તો પણ માનજે કે તેમાં તારી હાર નથી કારણ તું એક માનવી છે ઈશ્વર નહી એટલે આમ થાય તો તેનો અફસોસ ન કરવો. કહે છે જેવો દેશ તેવો વેશ. જીવનના રોજબરોજના કાર્યોમાં આ સિદ્ધાંત જો સમજાઈ જાય તો કામ સરળ થઇ જશે. જેમ જેમ દિવસો આવશે ત્યારે સુખ દુઃખ પણ આવશે. પણ તે બધાનો સ્વીકાર કર અને કોઈ રોદણા ન રડ.
આગળ ઉપર જરા જુદી ફિલસુફી કહી છે. કહે છે ક્યારેક સત્ય ન ચાલે ત્યારે જરૂર હોય ત્યાં જુઠનો આશરો લેવામાં કોઈ હરકત નથી. જ્યાં તમારા હક્કનું ન મળે ત્યાં તેને લૂંટી લેવામાં પણ અચકાવું નહી. કારણ બધા અહી સાધુ નથી અને ચોરોની કમી નથી. આ જો સુખ શોધવા માટે કરવું પડે તો તે કોઈ ગુનો નથી. એટલે તું શોક ન કરતો.
અમિતાભ બચ્ચન પર રચાયેલ આ ગીતના ગીતકાર છે સાહિર લુંધિયાનવી અને સંગીત આપ્યું છે સપન ચક્રવર્તીએ. સ્વર છે કિશોરકુમારનો.
Niranjan Mehta
