ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

હવે આ લેખમાળાના એવા તબક્કામાં પ્રવેશીએ છીએ જ્યાં કેટલાંક ગીતકારો નો ખાસ પરિચય ઉપલબ્ધ નથી અને જે જાણીતી હસ્તીઓ છે , એમની પણ માત્ર એક જ ગઝલ ઉપલબ્ધ છે !

પુનરાવર્તનના ભોગે એ સ્પષ્ટીકરણ પણ કરી દઉં કે અહીં ( ૮૦ ના દાયકા પહેલાંના ) માત્ર એ જ ગીતકારોને સમાવિષ્ટ કર્યાં છે જેમણે ફિલ્મોમાં એક કે વધુ ગઝલો લખી. નીરજ અને કવિ પ્રદીપ જેવા મોટા ગજાના કવિઓને આ જ કારણસર લઈ નથી શકાયા.

આ તબક્કાની શરૂઆત કરીએ પરવેઝ શમ્સીથી. એમણે માત્ર એક જ ફિલ્મ ” નૌશેરવાં એ આદિલ ” ( ૧૯૫૭ ) માં કુલ નવ ગીત લખ્યા. એમાં જેને જમાનાઓથી સાંભળતા આવ્યાં છીએ એવાં બે યુગલ ગીત ‘ તારોં કી ઝુબાં પર હૈ મહોબત કી કહાની ‘ અને ‘ ભૂલ જાએં સારે ગમ ડૂબ જાએ પ્યાર મેં ‘ ( લતા – રફી ) પણ છે ! ફિલ્મમાં સંગીત હતું સી રામચંદ્રનું .

આ ફિલ્મમાં મોહંમદ રફી સાહેબે ગાયેલી આ ગઝલ એ એમની એકમાત્ર ગઝલ –

યે હસરત થી કે ઇસ દુનિયા મેં બસ દો કામ કર જાતે
તુમ્હારી યાદ મેં જીતે તુમ્હારે ગમ મેં મર જાતે

યે દુનિયા ડૂબતી તુફાન આતા ઇસ કયામત કા
અગર દમ ભર કો આંખોં મેં મેરી આંસૂ ઠહર જાતે

તુમ્હારી યાદ આ આ કર મેરે નશતર ચુભોતી હૈ
વગરના દિલ કે સારે ઝખ્મ ઇતને દિન મેં ભર જાતે

કહાં તક દુઃખ ઉઠાએં તેરી ફુરકત ઔર જુદાઈ કે
અગર મરના હી થા એક દિન ન કયું ફિર આજ મર જાતે..

– ફિલ્મ : નૌશેરવાં એ આદિલ ૧૯૫૭
– મોહમ્મદ રફી
– સી રામચંદ્ર


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.