તુલા-સંજય
ઔર ઇશ્ક કી કિતાબ કા કોઈ નયા પૃષ્ઠ ખોલો !
આજ વારિસ શાહ સે કહતી હૂં – અપની કબ્ર મેં સે બોલો
ઔર ઇશ્ક કી કિતાબ કા કોઈ નયા પૃષ્ઠ ખોલો !
પંજાબ કી એક બેટી રોઈ થી, તૂને એક લમ્બી દાસ્તાન લિખી,
આજ લાખોં બેટિયાં રો રહી હૈ વારિસ શાહ ! તુમસે કહ રહી હૈ:
ઐ દર્દમંદોં કે દોસ્ત, પંજાબ કી હાલત દેખો
ચૌપાલ લાશોં સે અટા પડા હૈ, ચનાબ લહૂ સે ભર ગયા હૈ….
આ વખતે આપણે જમ્મુ-કશ્મીરની ૨૫ દિવસની ‘સ્નેહ શિક્ષણ’ યાત્રામાં ૫૦ કલ્યાણ મિત્રો સાથે ચનાબ(ચિનાબ) વેલીનો પ્રદેશ એવા ડોડા જિલ્લામાં ગયા. ભર્યું ભર્યું કામ થયું એનો આછેરો ઉલ્લેખ માત્ર…
૧) ૧૧૦થી વધુ શાળાઓમાં બાળકો-શિક્ષકો સાથે સર્જનાત્મક અને રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સંવાદ (જેમાં પપેટ, સંગીત, નૃત્ય, વાર્તા, પેપરબેગ બનાવવી, કોર્ડ મેકિંગ, રમકડાં બનાવવાં, પેટી રેંટિયો, પેઇન્ટિંગ, રમત-ગમત, વિજ્ઞાનના પ્રયોગો વિ. જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ).

૨) “સમગ્રતાનું શિક્ષણ ગાંધી માર્ગે” વિષયની આસપાસ ૧ દિવસીય એવી ૧૦ કાર્યશાળાઓ થઈ. પ્રત્યેક કાર્યશાળામાં સરેરાશ ૪૦ જેટલા શિક્ષકો રહેતા. આમ ૪૦૦ જેટલા શિક્ષકો સાથે સંવાદ થયો. મુ. ડંકેશભાઈ ઓઝા મુખ્ય સંવાદકર્તા હતા.
૪) જાણીતાં લોકગાયિકા, હિંદી ફિલ્મોના પાર્શ્ર્વગાયિકા મેઘા ડાલ્ટન દ્વારા (૧૦૦ વર્ષ પહેલાં ઝારખંડના આદિવાસીઓ ગાંધીને ગાતા તે) ગાંધી ગીતોને રજૂ કરતો ‘ગાંધીગાન’ કાર્યક્રમ ડોડા જિલ્લામાં ૭ સ્થળે થયો.
૫) ત્રણ કૉલેજ અને ચાર હાયર સેક્ધડરી શાળાઓમાં બે-બે દિવસીય કુલ ૭ ફિલ્મ-મેકિંગ વર્કશોપ આપણે યોજ્યા. જેમાં મોબાઈલ ફોન થકી એક મિનિટની સિંગલ શોટ ફિલ્મનું સર્જન, સિનેમાનો ઇતિહાસ – ફિલ્મ સર્જકોનો પરિચય, નાનીમોટી ફિલ્મકૃતિઓનું સ્ક્રિનિંગ વગેરે જય ખોલિયા થકી થયું.
આ સઘળાં કામો દરમિયાન ત્યાંના લોકો સાથે પુષ્કળ સંવાદ થયો. ઘણા બધા વિચારો-સંવેદનોનું આદાનપ્રદાન થયું. એકબીજા સાથે બેસવાનું-એકબીજાને સમજવાનું-અનુભવવાનું, સાથે હસવાનું અને ક્યાંક-ક્યારેક ભાવવિભોર બની સાથે રડવાનું પણ થયું. આ એ પ્રદેશ છે કે જ્યાં ૧૯૯૦થી લઈને ૨૦૦૩ સુધી આતંકવાદે માઝા મૂકી હતી અને આ એ પ્રદેશ પણ છે કે જ્યાં આતંકવાદ સૌથી પહેલાં સમાપ્ત થયો.
ત્યાંની એક શાળાના નાનાશા ચિનાર વૃક્ષની નીચે હું ત્યાંના ત્રણેક શિક્ષકો સાથે વાતો કરતો હતો ત્યારે ત્યાંના એક હિંદુ શિક્ષકે કહ્યું કે: “ઉસ દૌર મેં મેરે મામા ઔર ઉનકે બેટે કો માર દિયા થા.” બીજા મુસ્લિમ શિક્ષક તરફ આંગળી ધરી કહે છે કે “ઉસકા છોટા ભાઈ એન્કાઉન્ટર કે વક્ત બીચમેં આ ગયા થા ઔર મારા ગયા થા. જો સિર્ફ સાત સાલ કા થા.” ત્રીજા શિક્ષક તરફ જોઈને કહે છે કે “ઉસકે દોનોં ચચરે ભાઈ કો ભી માર ડાલા થા !!!” હું વાત સાંભળી સ્તબ્ધ થઈ જાઉં છું. આ ત્રણેયના ઘરમાંથી… અને મને ડૉ. કરણસિંહે એમના ઘરે કહેલી : ‘બેટા કશ્મીર કા હર ગાંવ કબ્રસ્તાન બના હુઆ હૈ. હિલીંગ ટચ કી જરૂરત હૈ’ (વાળી) વાતનું સ્મરણ થાય છે અને થાય છે કે યહાં તો હર ઘર કબ્રસ્તાન બના હુઆ હૈ !!!
એક વાર ‘ગાંધીગાન’ના કાર્યક્રમમાં અમને લઈ જતા ડ્રાઈવરની તેજસ્વીતાની આભા એની કારમાં પણ અનુભવાતી હતી, તેવા રફિક નામના ડ્રાઈવરને મેં પૂછ્યું કે આપ હોંશિયાર હો તો પઢે ક્યું નહીં ?! એનો જવાબ હતો : સર, વો મીલીટન્સ કે દૌર મેં મૈં તો આઠવી કક્ષા મેં થા ઔર મેરા બાપ મુજે જમ્મુ લે ગયા થા ઔર એક હોટલવાલે સે કહા થા કિ, “ઇસસે જો ભી કામ કરવાના હો કરવાના, મુજે પૈસે નહીં ચાહીએ. બસ ઉસે જિંદા રખના.” આઠ સાલ વહીં બીત ગયે. મૈં બડા તો હો ગયા લેકિન દેખો સર, જિંદગી કિતની છોટી હો ગઈ ! સિર્ફ ડ્રાઈવર બનકર રહ ગયા… લેકિન હાઁ મેઘાજી, આપ ગાંધી કે લીયે તો ગાતી હો પર હમ ડ્રાઈવરોં કે લીયે ભી કુછ જરૂર ગાના !
ડોડા શહેરથી ૮૦ કિ.મી. દૂર ત્રણ કલાકના અંતરે આવેલા એક છેવાડાના ગામના શિક્ષકે કહેલું કે : ઉન દિનોં જૈસે હી શામ ઢલતી થી કિ હમેં ઘર મેં બિઠાકર ઘરકી ખીડકીયોં મેં પડદે ડાલ દિયે જાતે થે ઔર અંધેરા જલાયા જાતા થા તાકી દોનોં તરફ કે લોગોં મેં સે કોઈ હમેં ઉઠા લે ન જાયે ! વો ભી ક્યા દિન થે ?! હમને યાદ હી રખા નહીં હૈ વો સબ….
સાડા છ હજાર ફૂટની ઊંચાઈ પર આવેલ એક સુંદર ગામની અંદર-બહારથી સુંદર એવી શિક્ષિકાબહેને એક વાત કહી : તબ મૈં સાત સાલ કી થી ઔર મેરે પાપા સરકારી મુલાજીમ થે – છોટી સી તનખા થી, ઔર ઉન લોગોં ને પાપા સે દો લાખ રૂપયે વસુલે થે. વો જબ પાપા કો ઉઠાને આયે તબ એક ઔરત કે કપડે પહનકર વેશ બદલકર પાપા જમ્મુ ભાગે થે !! પર હાં હમ છોટે બચ્ચે ઉનકો બહુત દેખતે રહેતે થે…. કંધે તક બડે બડે ઉડતે બાલ-લંબી સી દાઢી-કપડોં મેં છુપાઈ બંદુકે લેકર જબ વો ગાંવ સે ગુજરતે થે તબ હમ ઉસે દેખા કરતે થે- કભી કભી વો હમારે સાથ વૉલીબોલ ભી ખેલતે થે ઔર સુકામેવા ભી હમેં દેતે થે, એક રફભશક્ષફશિંજ્ઞક્ષ થા !!
સૌમ્યતાની મૂર્તિ સમા એક આચાર્યાબહેને બહુ જ ભાવવિભોર બનીને મને કહેલું કે : ઉસ દૌર મેં મૈં મેરી ડિલિવરી પર જમ્મુ થી ઔર મેરે પતિ કો ઉન લોગોં ને ઉઠા લીયા, પર ઈશ્ર્વર કૃપા સે વો ભાગ નિકલનેમેં સફલ હુએ. ઉન દિનોં મેરા બડા બેટા તીન સાલ કા થા ઔર ઘર મેં અકેલા થા પર ઉસકી પુરી પરવરીશ ઉન દિનોં હમારે મુસ્લિમ પડોશીયોંને હી કી થી !
ધર્મને આધારે ડોડા જિલ્લામાં ૬૦% મુસ્લિમ અને ૪૦% હિંદુ છે. પરંતુ એમના સાંસ્કૃતિક-સામાજિક અને પ્રાકૃતિક તાણાવાણાનું પારસ્પરિક પોત એટલું સઘન-પ્રબળ છે કે અહીંના Composite Cultureના સૌંદર્યની સુવાસ અમે આ દિવસોમાં રોજેરોજ અને ઠેરઠેર ચાખી અને એથી જ કદાચ સમગ્ર જમ્મુ કશ્મીરમાં સૌથી પહેલો આતંકવાદનો અંત અહીંયાં આવેલો !!

એક હિંદુ શિક્ષિકાએ કહ્યું કે : મારા ગામમાં મોટેભાગે મુસ્લિમ પરિવારો વસે છે. પરંતુ હું નાની હતી ત્યારે મને શુકનવંતી માનવામાં આવતી ને એથી વાવણીના સમયે પહેલું બીજ રોપવા માટે મને બધા જ ખેડૂત પરિવારો વારાફરથી લઈ જતા. મેરી માં ભી ઉન દિનોં મુજે નયે કપડે પહનાતી થી ઔર મૈં પરી જૈસી લગતી થી…. ઇસ ખેત સે ઉસ ખેત મેં ઉડાઉડ કરતી થી ઔર જબ શામકો ઘર આતી થી તો મિટ્ટી કે રંગ મેં (પુરી કી પુરી) રંગી હુઈ આતી થી !!
‘ગાંધીગાન’ કાર્યક્રમ માટે અમારે ઘણું દૂર પોણા ત્રણ કલાકના અંતરે ખીલત્રાણ જવાનું હતું. કાર્યક્રમ પછી ત્યાંના શિક્ષણ અગ્રણીઓ, જઉખ વગેરે સાથે ભોજન લેવાનું હતું. અમને ગાડી લઈને લેવા આવેલ ડ્રાઈવરનું ઘર ખીલત્રાણથી છ-સાત કિલોમીટર જેટલું જ દૂર હતું. જમવાનું તમારે મારે ઘેર જ હોય ને, એવો એનો આગ્રહ એટલો હૃદયથી હતો કે અડધું ભોજન જઉખ સાથે લઈ અડધું પેટ ખાલી રાખી કાર્યક્રમ પછી અમે એના ઘરે જઈએ છીએ. અદ્ભુત સ્થળે એ ઘર હતું ! પણ એથી પણ વિશેષ તો એ પરિવારનો પ્રેમ હતો !! મીઠી મકાઈના મીઠા રોટલા. બે પ્રકારના સ્થાનિક શાકભાજી-અખરોટની ચટણી-ઘરની ગાયનું ઘી (સૌના માટે અલગ-અલગ કાચના બાઉલમાં) અને બીજું ઘણું બધું જાણે પ્રબળ પ્રેમ કે પાલે પડકર…
એના પિતા હમણાં જ નિવૃત્ત થયેલા, ઉં। પોલીસમાં નાના અફસર હતા. વાત કરતા કહેલું કે ૧૦ પૈસે ભી ઈસ ચાલીસ સાલમેં હરામ કે નહીં લીયે હૈ. ઇસ લીયે હી દેખો હમ સબ આબાદ હૈં !
ઉસ દૌર મેં ભી મૈં તો જમ્મુ યા શ્રીનગર થા, કભી કભી ૧૫-૧૫ દહેશતગર્ઝ આ જાતે થે, લેકિન ગાંવ કે સભી લોગ મિલકર-ડટકર ઉનકા સામના કરતે થે. દેખો મેરે ઘર કે ઇસ ઓર દો હિંદુઓંકે ઘર હૈ, મેરે ખેત કી દાંઈ ઔર બાંઈ ઓર હિંદુ હૈ !
“માફ કરના લેકિન હમારા ભલેશા (ભલે લોગોં કા દેશ) આપકા ગુજરાત નહીં હૈ, હમ એક દૂસરે સે ઘીરે નહીં હૈ… હમ એક દૂસરે સે બને હૈં….”
એક બુજુર્ગે પણ કહ્યાનું યાદ છે કે બહાર કી ઝહરીલી હવાએં હમને યહાઁ આને નહીં દી હૈ ! ક્યું કી યે ભલેશા-(ભલે લોગોં કા દેશ) હૈ.
લેખના અંતમાં હું પાંચ વર્ષ પાછળ જાઉં છું.
એ દિવસોમાં ત્યાં એક વ્યક્તિનું ખૂન થયેલું ને એ ઘટનાને હિંદુ-મુસ્લિમનો રંગ આપવાનો પ્રયત્ન થયેલો. એ જોતાં ત્યાંની મસ્જિદના ઈમામ અને ગઈ ના મોટા ગજાના નેતાએ રમજાન મહિનાની જુમાની નમાજની તકરીરમાં કહેલું કે : કલ જો હમારે યહાં હુઆ હૈ ઉસમેં ન મુસ્લિમ મરા હૈ – ન હિંદુ મરા હૈ. મગર વો એક ઇન્સાન મરા હૈ. ઔર સબ યાદ રખો કિ હમ હમારી ચિનાબ કો જલને ન દેંગે…..
મારા દાદાનાં ફોઈ વહેલી સવારે એક ડોલ પાણીથી ખુલ્લી ચોકડીમાં નાહતાં ત્યારે ન્હાતાં-ન્હાતાં બોલતાં : ગંગામાં નાહ્યા – ગોદાવરીમાં નાહ્યા – નર્મદામાં નાહ્યા…
આપણે ગંગા-જમના-ચિનાબ-બ્રહ્મપુત્રા-નર્મદા ને કાવેરીના જળથી નહાવાનું છે-જીવવાનું છે એમને માણસના લોહીથી નવડાવવાની નથી.
બુદ્ધમ્ શરણમ્ ગચ્છામી…
– તુલા-સંજય
વિશ્વગ્રામ, મો.: ૯૫૯૬૧૮૭૨૩૩
સ્રોત સંદર્ભઃ ભૂમિપુત્ર : ૧૬ જુલાઈ, ૨૦૨૪
