ટાઈટલ સોન્‍ગ

(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

બીરેન કોઠારી

‘લોહા લોહે કો કાટતા હૈ’. આ જાણીતી કહેવત ‘શોલે’ના એક સંવાદ તરીકે વધુ પ્રચલિત બની રહી. એક અનિષ્ટને જેર કરવા બીજા અનિષ્ટનો સહારો લેવો પડે છે એમ એ સૂચવે છે. ‘શોલે’ના કથાનકમાં મુખ્ય બીજ આ જ હતું. અલબત્ત, આ અને આવા કથાનકવાળી બીજી અનેક અંગ્રેજી, હિન્‍દી કે અન્ય ભાષાની ફિલ્મોની ગંગોત્રી એટલે જાપાનના દિગ્દર્શક અકીરા કુરોસાવાની ફિલ્મ ‘સેવન સમુરાઈ’. ૧૯૫૪માં રજૂઆત પામેલી આ ફિલ્મનું કથાનક શાશ્વત કહી શકાય એવું છે, અને પોતપોતાના અર્થઘટન વડે વિવિધ ફિલ્મકાર એની પરથી ફિલ્મ બનાવતા રહ્યા છે.

૧૯૭૪માં રજૂઆત પામેલી, મેવાડ ફિલ્મ્સ નિર્મિત, નરીન્દર બેદી દિગ્દર્શીત ‘ખોટે સિક્કે’ પણ મૂળભૂત રીતે ‘સેવન સમુરાઈ’ના કથાનકથી પ્રેરિત હતી. એક ગામને રંજાડતા ડાકુ જંગા(અજિત) અને તેની સામે ઝીંક ઝીલવા માટે એકઠા કરાતા ચુનંદા લોકો. કોઈ એક કાર્યને અંજામ આપવા માટે વિવિધ પ્રતિભા ધરાવતા લોકોની ટીમ બનાવવાનું તેમજ મનથી હારી ચૂકેલા લોકોમાં હિંમતનો સંચાર કરવાનું કથાનક પણ ‘સેવન સમુરાઈ’ ફિલ્મની દેન છે, જે અનેક ફિલ્મોમાં વિવિધ સ્વરૂપે જોવા મળે છે.

આ ફિલ્મમાં ફિરોઝ ખાન, નરેન્દ્ર નાથ, ડેની, રણજિત, સુધીર, પેન્ટલ, રેહાના સુલતાન, મધુછંદા, અજિત જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મનાં કુલ ત્રણ ગીતો હતાં, જે મજરૂહ સુલતાનપુરીએ લખ્યાં હતાં, જ્યારે સંગીત હતું રાહુલદેવ બર્મનનું. ‘પ્યારી પ્યારી સૂરતવાલે‘ (આશા ભોસલે, ઉષા મંગેશકર), ‘માર સૂટિયા‘ (આશા ભોસલે) ગીત પ્રમાણમાં ઓછાં જાણીતાં અને ઠીક કહી શકાય એવાં હતાં, પણ તેનું ટાઈટલ સોન્ગ યાદગાર કહી શકાય એવું હતું. હિન્દી ફિલ્મોનાં આવાં ઘણાં ગીતો લખાયાં હોય છે ફિલ્મના કથાનક કે ચોક્કસ પરિસ્થિતિ માટે, પણ તેમાં રહેલા ભાવને કારણે તે સર્વકાલીન પ્રસ્તુત બની રહે છે. આ ગીત આવી જ શ્રેણીમાં મૂકી શકાય.

‘ખોટે સિક્કે’ના ટાઈટલ સોન્ગના શબ્દો આ મુજબ છે:

जीवन में तू डरना नहीं
सर नीचा कभी करना नहीं
हिम्मतवाले को मरना नहीं
मरना नहीं
मरना नहीं
मरना नहीं
जीवन में तू डरना नहीं
सर नीचा कभी करना नहीं
हिम्मतवाले को मरना नहीं
मरना नहीं
मरना नहीं
मरना नहीं
तू है साथी अपना
कोई दूजा नहीं तेरा
अपनी हर मुश्किल में
तू अकेला ही मुस्कुरा
जग में तू सबसे बड़ा है
दिल छोटा करना नहीं
करना नहीं
करना नहीं
करना नहीं
जीना है तो प्यारे
तू लड़ना ज़िन्दगी से
आंधी हो या तूफाँ
ना दबना तू किसी से
जग में तू आगे ही बढ़ना
पीछे कदम धरना नहीं
धरना नहीं
धरना नहीं
धरना नहीं
जीवन में तू डरना नहीं
सर नीचा कभी करना नहीं
हिम्मतवाले को मरना नहीं
मरना नहीं
मरना नहीं
मरना नहीं

ત્રણે અંતરા ધરાવતું આખું ગીત નીચેની લીન્‍ક પર સાંભળી શકાશે.

(નોંધ: આ જ નામની પાર્થો ઘોષ દિગ્દર્શીત ફિલ્મ ૧૯૯૮માં રજૂઆત પામી હતી.)


(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)