ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં ફિલ્મોના ઉઘાડની એક શૈલી એવી પણ હતી કે જેમાં ફિલ્મનો નાયક ખુલ્લી જીપ કે કારમાં ફરવા નીકળ્યો હોય, પોતે પ્રકૃતિપ્રેમી, હસીનોનો કદરદાન અને મસ્તમિજાજ હોય અને પોતાનાં આ લક્ષણ તે ગાઈને સંભળાવે. વાહન ચલાવતાં ચલાવતાં તે પ્રકૃતિદર્શન કરતો જાય, જરૂરતમંદની મદદ કરતો જાય, ‘હસીનોં કી ટોલી’ હોય તો એમની સામે મલકાતો પણ જાય. આગળઉપર ફિલ્મની કથા અને નાયકનું પાત્ર ભલે જે રીતે વિકસે એ રીતે, પણ શરૂઆત આવી હોય. કેવળ નમૂના પૂરતાં ચાર-છ ગીતોની વાત કરું તો આ પહેલવહેલાં યાદ આવે. હમ હૈ રાહી પ્યાર કે, હમ સે કુછ ન બોલીયે (દેવ આનંદ/નૌ દો ગ્યારહ), કિસી ના કિસી સે, કભી ના કભી, કહીં ના કહીં દિલ લગાના પડેગા (શમ્મી કપૂર/કશ્મીર કી કલી), પુકારતા ચલા હૂં મૈં (વિશ્વજીત/મેરે સનમ), આહા આહા આ યે સુહાના સફર (શશી કપૂર/સુહાના સફર), મૈં રાહી અન્જાન, રાહોં કા (રાજેન્દ્ર કુમાર/અન્જાના) અને બીજાં અનેક ગીતો યાદ આવે. (સૌ પોતાને સ્મૃતિ અનુસાર ઉમેરી શકે)

૧૯૬૩માં રજૂઆત પામેલી પ્રસાદ પ્રોડક્શન્સ નિર્મિત, ટી. પ્રકાશ રાવ દિગ્દર્શીત ‘હમરાહી’ના ટાઈટલ સોન્ગ તરીકે પણ આવું જ એક ગીત હતું. રાજેન્દ્રકુમાર, જમુના, મહેમૂદ, શુભા ખોટે, લલિતા પવાર, રાજેન્દ્ર નાથ જેવા કલાકારોને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મમાં કુલ 8 ગીતો હતાં, જે શૈલેન્દ્ર અને હસરત જયપુરી વચ્ચે વહેંચાયેલાં હતાં. સંગીતકાર હતા શંકર-જયકિશન.

‘વો દિન યાદ કરો’ (લતા, રફી), ‘વો ચલે, ઝટક કે દામન’ (રફી), ‘મુઝકો અપને ગલે લગા લો એ મેરે હમરાહી’ (મુબારક બેગમ, રફી), ‘યે આંસૂ મેરે દિલ કી ઝુબાન હૈ’ તેમજ ‘મૈં અલબેલા, જવાં હૂં રંગીલા’ (રફી) – આ પાંચ ગીતો હસરતની કલમમાંથી નીપજ્યા હતા. ‘દિલ તૂ ભી ગા’ (રફી અને સાથીઓ), ‘મન રે તૂ હી બતા’ (લતા) અને ‘કર કે જિસકા ઈંતજાર’ (લતા, રફી)- આ ત્રણ ગીતો શૈલેન્દ્રે લખ્યાં હતાં. ગીતના શબ્દો સાંભળતાં જ બન્ને ગીતકારોની મુદ્રા પરખાઈ આવે એવી છે.

આ પૈકી ‘મૈં અલબેલા, જવાં હૂં રંગીલા’ ગીતને ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે લેવામાં આવ્યું છે. તેના શબ્દો આ મુજબ છે.
मैं अलबेला, जवां हूं रंगीला
ए दिल, मंज़िल है प्यार की
झूम झूम गाउं
नजारों पे छाउं
सनम, महफ़िल बहार की
मैं अलबेला, जवां हूं रंगीला
ए दिल, मंज़िल है प्यार की
झूम झूम गाउं
नजारों पे छाउं
सनम, महफ़िल बहार की
कलियां मेरी राह में
झूमे बिजली बांह में
कलियां मेरी राह में
झूमे बिजली बांह में
खेलूं मैं तो आग से
जाने किस की चाह में
मैं अलबेला, जवां हूं रंगीला
ए दिल, मंज़िल है प्यार की
झूम झूम गाउं
नजारों पे छाउं
सनम, महफ़िल बहार की
मैं अलबेला, जवां हूं रंगीला
ए दिल, मंज़िल है प्यार की
झूम झूम गाउं
नजारों पे छाउं
सनम, महफ़िल बहार की
हसीनों की टोलियां
फूल जिनकी डोलियां
भरती जाये हर कदम
अपने दिल की झोलियां
मैं अलबेला, जवां हूं रंगीला
ए दिल, मंज़िल है प्यार की
झूम झूम गाउं
नजारों पे छाउं
सनम, महफ़िल बहार की
આ ગીતની ધૂન અને સંગીત પર શંકર-જયકિશનની આગવી મુદ્રા છે.
એટલી નોંધ જરૂરી કે આ ઉપરાંત ૧૯૪૫માં, ૧૯૭૪માં અને ૨૦૦૭માં પણ ‘હમરાહી’ નામે ફિલ્મ રજૂઆત પામી હતી.
આ ગીત નીચેની લીન્ક પર સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
