કૃત્રિમ બુદ્ધિ (આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સ-AI)
પાર્થ ત્રિવેદી
આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ શબ્દ સંભાળએ કે આપણને થાય કે આ શું હશે! AI જાણવાણી ઈચ્છા આજે કોઈપણ વ્યક્તિની હોઈ શકે…પછી ભલેને તે કોઈપણ ક્ષેત્રમાં કામ કેમ ન કરતી હોય. પરંતુ AI સુધીની સફર રાતો રાત ખેડાઈ નથી. તેની પાછળ ટેક્નોલોજી ઉપરાંત ડેટા અને તેના વિશ્લેષણની ઘણી બાબતોનો સમાવેશ થાય છે. આ AIને સમજવા માટે જરૂરી કેટલાક શબ્દોની અહીં સમજૂતી આપવામાં આવી છે.
કૃત્રિમ બુદ્ધિ (Artificial Intelligence-AI):
કોમ્પ્યુટર-મશીનને એવાં કાર્યો કરવાની ક્ષમતા કૃત્રિમ રીતે આપવી કે વિકસાવવી જેમાં યંત્ર માણસની
જેમ ભૂતકાળના અનુભવ યાદ રાખે, ધારણા કરે, અવાજની ઓળખ કરે, ભાષાનો અનુવાદ કરીને પોતાની એક “કૃત્રિમ સમજ’ બનાવે અને તેના આધારે નિર્ણય કરે. વળી તેને નવી વિગતો-ડેટા મળે તે સતત એકઠો કરીને તે મુજબની પોતાની ક્ષમતા અને વર્તન બદલતું રહે.
કોડ:
એલ્ગોરિધમ્સ અને અન્ય કમ્પ્યુટર પ્રોગ્રામ્સ લખવા માટે ઉપયોગમાં લેવાતી તકનીકી ભાષા. અથવા બીજી રીતે કહીએ તો કોડ એટલે સંદેશને રજૂ કરવા માટેની એવી પદ્ધતિ જેમાં સંદેશ ફક્ત તે જ વ્યક્તિ સમજી શકે, જેને તે સંદેશ આપવો છે.
બાયોમેટ્રિક :
અનન્ય(એક ને માત્ર એક) શારીરિક લાક્ષણિકતાઓ અથવા વર્તન દ્વારા વ્યક્તિને ઓળખવા માટે સ્વયંસંચાલિત પ્રક્રિયાઓનો સમૂહ. જેમાં અવાજ, ફિંગરપ્રિન્ટ, આંખની કીકીની છાપ, ચહેરા વગેરેનો સમાવેશ થઇ શકે.
ઉદા. તરીકે આપણી આંગળીની છાપથી અનાજ મળવું અથવા તો ઓફિસમાં દાખલ થયાની હાજરી લેવાઈ. હમણાં સુધી ફિલ્મોમાં જોયું છે તેમ આંખની કીકી સ્કેન થાય અને દરવાજો ખુલી જાય. આ બધી બાયોમેટ્રિક્સ વ્યવસ્થાઓ છે.
ડેટા સેટઃ
આગાહીઓ કરવા માટે અલ્ગોરિધમને તાલીમ આપવા માટે ઉપયોગમાં લેવાતા ડેટાનો સંગ્રહ.
ડેટા હાર્વેસ્ટિંગ:
વિવિધ સ્ત્રોતોમાંથી માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા, જેમ કે વેબસાઇટ્સ, એપ્લિકેશન્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વગેરે દરેક જગ્યાએથી કોઈ વિશેની માહિતી એક જગ્યાએ ભેગી કરીએ તે.
ડેટા માઇનિંગ:
જેને Knowledge in Data તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં બિગ ડેટામાંથી અથવા મોટા ડેટા સેટ્સમાંથી જરૂરી-કામની માહિતી જુદી તારવવામાં આવે છે. ધારો કે કોઈ કંપનીને પોતાની વસ્તુ વેચવા માટે ગ્રાહકોની યાદી જોઈએ છે. તો કરોડો લોકોનાં નામની યાદીમાંથી એવાં નામ શોધવાં કે જે કંપનીની વસ્તુ ચોક્કસ ખરીદે અથવા એવી પ્રક્રિયા શોધી કાઢવી કે જેનાથી આવી વ્યક્તિઓની યાદી બની શકે, તો તેને ડેટા માઈનિંગ કહીએ. બિગ ડેટાની ખાણમાંથી કામના ડેટા નામે હીરો શોધવો !
અવાજ ઓળખ (Voice Recognition):
કૃત્રિમ બુદ્ધિ (AI)જન્ય એવી ટેક્નોલોજી કે જે બોલાયેલા આદ્દશોનું અર્થઘટન કરે છે
અને તે મુજબનું કામ કરે અથવા બીજા શબ્દોમાં કહીએ તો અવાજ ઓળખીને આદેશનું પાલન કરે છે, અથવા વ્યક્તિના અવાજના આધારે વ્યક્તિને ઓળખવાનું કામ કરે.
ચહેરાની ઓળખ (Facial Recognition):
વ્યક્તિઓને શોધવા, ચહેરાને ઓળખીને તેના આધારે વ્યક્તિની ઉંમર, લિંગ, ભૌગોલિક વિશેષતા જેવી વસ્તી વિષયક બાબતો જાણવા માટે અથવા તેની ધારણા કરવા માટે ઉપયોગમાં લેવામાં
આવતી કૃત્રિમ બુદ્ધિ (AI)જન્ય ટેક્નોલોજી.
જેને માહિતીની ગોપનીયતા અથવા અંગતતા પણ કહેવામાં આવે છે, તે ડેટા સુરક્ષાના એક પાસા રૂપે છે. જેમાં માહિતીનો યોગ્ય સંગ્રહ, કોણ તેનો ઉપયોગ કરી શકે અને વિશેષ તો સંવેદનશીલ ડેટાની સુરક્ષા જેવી બાબતોનો
સમાવેશ થાય છે. સરળ ભાષામાં કહીએ તો મારું ઘર જેમ હું ઇચ્છું તે વ્યક્તિ માટે જ ખૂલે અને હું ઇચ્છું ત્યાં સુધી જ તે વ્યક્તિ આવી શકે તેમ મારા ડેટા પર મારો જ અધિકાર હોય.
ડેટા અધિકારોઃ

ટેક્નોલોજી દ્વારા સરકારો અથવા કોર્પોરેશનો દ્વારા એકત્રિત કરવામાં આવેલી વ્યક્તિગત માહિતીની ગોપનીયતા, અંગતતા અને નૈતિક ઉપયોગ વિશેના અધિકાર. જેમાં માનવ અધિકારનો ઉલ્લેખ કરવો, તેના ઉપયોગ અંગે અંકુશ મૂકવા અને તેના ભંગ માટે સજાની જોગવાઈ કરવી. આ બધી બાબતો ડેટાના અધિકાર સાથે જોડાયેલી છે.
કૃત્રિમ ન્યૂરલ નેટવકર્સઃ
(ANNs, જેને Neural Networks અથવા ન્યૂરલ નેટ) એ મશીન લર્નિંગ મોડલની શાખાઓ છે જે પ્રાણીઓના મગજની રચના કરતા જૈવિક ન્યૂરલ નેટવર્ક્સમાં જોડાણ દ્રારા શોધાયેલ ન્યૂરોનલ સંસ્થાના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અલબત્ત, પોતાની પાસે ઉપલબ્ધ ડેટાની મદદથી.
મશીન લર્નિંગ:
કૃત્રિમ બુદ્ધિ (AI)નો એવો અભિગમ જે સિસ્ટમને(કમ્યુટરને) માણસ દ્વારા સતત અને પ્રોગ્રામ કર્યા વિના ડેટામાંથી પેટર્ન શીખવાની ક્ષમતા પ્રદાન કરે છે. ટૂંકમાં કહીએ તો મશીનને માત્ર જે કામ કરવાનું છે તેનો કમાન્ડ આપવો, એ કામ કઈ રીતે કરવું તે મશીન-કમ્યુટર પોતાની રીતે શીખીને કરશે.

બિગ ડેટાઃ
ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વ્યક્તિઓ અને વ્યવસ્થા વિશેની શક્ય તેટલી વધુ માહિતીનો સામૂહિક સંગ્રહ. ઉદાહરણ તરીકે એક વ્યક્તિના ફોનમાં કેટલી બધી માહિતી(ડેટા)નો સંગ્રહ થયેલો છે. તેવા લાખો-કરોડો લોકોના ફોનની માહિતી ડિજિટલ સ્વરૂપે હોય તેને બિગ ડેટા કહી શકાય.
સોશિયલ ક્રેડિટ સ્કોરઃ:
ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી દ્રારા ડિઝાઇન કરાયેલ AI સિસ્ટમ કે જે વ્યક્તિની વિશ્વસનીયતાનું મૂલ્યાંકન કરવા માટે તેના
ડેટાને ટ્રેક કરે છે અને તેનું વિશ્લેષણ કરે છે. એટલે કે કોઈ વ્યક્તિ સરકારની નીતિઓના વિરોધમાં કશું લખે-બોલે તો તેની વિશ્વસનીયતા ઓછી. તેના આધારે વ્યક્તિઓ પર નિયંત્રણ પણ લાદવામાં આવે છે.
જાપ્તો (Surveillance):
સરકાર દ્રારા કાયદો અને વ્યવસ્થાના હેતુઓ માટે, કોર્પોરેશનો દ્વારા વ્યાપારી હિતો માટે અને હરીફાઈ તોડવા અથવા
નફો મેળવવા રાખવામાં આવતી દેખરેખ. આનો હેતુ વ્યક્તિની વર્તણૂક પ્રભાવિત કરવા પણ હોઈ શકે, જેમાં ઘણી સૂક્મ રીતે પ્રજાનું નિરીક્ષણ કરવામાં આવે છે.
સાભાર સૌજન્યઃ ભૂમિપુત્ર, ૯ ઓગસ્ટ ૨૦૨૩

ક્રુત્રિમ બુધ્ધિમતા વિશે ના પાયારુપ શબ્દોની વ્યાખ્યાઓ વિશય ને આગળ સમજવા માટે ઉપયોગી થશે. AI કેમ કામ કરે છે તે બાબત વિગતે સમજણ ની રાહ જોઇએ. આભાર.
LikeLike