નિરંજન મહેતા
કિશોરકુમારના કાંઠે એક વધુ ફિલસુફી ભર્યું ગીત. આ ગીત તેની જ ફિલ ‘દૂર કા રાહી’નુ છે જેના શબ્દો છે ઇર્શાદના અને સંગીત અને સ્વર છે કિશોરકુમારના. નાના બાળકો સાથે સફર કરતાં કિશોરકુમાર તેમને જીવનનો બોધપાઠ આપે છે. નાના બાળકોમાં અમિતકુમાર પણ સામેલ છે.
जिन्ना जिन जिन जिन्नारा
साथ तेरे है ऊपर वाला वही है तेरा रखवाला
जीवन से ना हार ओ जीने वाले
बात मेरी तू मान अरे मतवाले
हर ग़म को तू अपना कर
दिल का दर्द छुपाकर
बढ़ता चल तू लहरा कर
दुनिया के सुख-दुख को बिसरा कर
सुख-दुख जीवन के दो पैराए
धूप सुनहरी कहीं घनेरे साए जो सूरज अँधि
यारे में खो जाए वही लौटकर नया सवेरा लाए
तो बढ़ता चल तू लहरा कर
दुनिया के सुख-दुख को बिसरा कर
जीवन से ना हार ओ जीने वाले
बहती नदिया तुझको याद दिलाए
समय जो जाए कभी लौट ना आए
दीप तो वो जो हवा में जलता जाए
खुद को जलाकर जग को राह दिखाए
જીવનની ફિલસુફી આ ગીતમાં બહુ જ સુંદર રીતે સમજાવાઈ છે. કહે છે કે ઉપરવાળો તારી સાથે છે માટે જીવનમાં હતાશા અનુભવી તુ હારી ના બેસ. હરેક દર્દને હૃદયમાં તુ અપનાવી લે અને જિંદગીના દરેક સુખ-દુઃખને ભૂલીને તું આગળ વધતો રહે.
આપણે જાણીએ છીએ કે ક્યારેક તડકો તો ક્યારે છાંયડો હોય છે. બીજા અર્થમાં સુખ-દુઃખ જીવનની ગાડીના બે પૈડા માફક છે. જેમ સુરજ અસ્ત થઇ ફરી ઊગે છે અને નવા દિવસનો ઉદય થાય છે તે જ રીતે તું જગતના બધા સુખ-દુઃખને ભૂલીને આનંદથી જીવન જીવ. જ્યારે દુઃખનો અનુભવ થાય ત્યારે હાર માનીને બેસી ન રહે પણ ત્યારે વહેતી નદીને યાદ કર જે આવતા અવરોધોને પાર કરીને અવિરત વહ્યા કરે છે અને તારૂં જીવન પણ તે જ રીતે આગળ વહેવા દે.
યાદ રાખજે કે સમય એકવાર વિતી જાય પછી તે ક્યારેય પાછો નથી આવતો. તારે તો એક દીપકની જેમ જીવવાનું છે જે પવનનો સામનો કરીને પણ પ્રજ્વલ્લિત રહે છે અને આમ જાતે સળગતા રહી અન્યોને પોતાના પ્રકાશ વડે રાહ દેખાડે છે.
Niranjan Mehta
