નિરંજન મહેતા
ફિલ્મોમાં જુદા જુદા પ્રસંગે શુભેચ્છા આપતા ગીતો મુકાયા હોય છે, પછી તે લગ્ન પ્રસંગ હોય, કોઈ જન્મદિવસની ઉજવણી હોય કે અન્ય કોઈ પાર્ટી હોય. આવા કેટલાક ગીતો આ લેખમાં નોંધ્યા છે પણ મર્યાદિતતાને કારણે બધા ગીતોની નોંધ ન લેવાઈ હોય તો દરગુજર.
૧૯૫૩ની ફિલ્મ ‘અનારકલી’ જે એક પ્રેમકહાનીનું પ્રતિક છે તેમાં માંદગીને કારણે પથારીવશ પ્રદીપકુમારને સંબોધીને આ ગીત ગવાયું છે જેમાં બીનારોય તેની લાંબી ઉમરની કામના કરે છે, સાથે સાથે તે માટે પોતાની ઉમર આપવા તૈયાર છે.
दुआ कर ग़म-ए-दिल, खुदा से दुआ कर
वफ़ाओं का मजबूर दामन बिछा कर
दुआ कर ग़म-ए-दिल, खुदा से दुआ कर
जो बिजली चमकती है उनके महल पर
वो कर ले तसल्ली, मेरा घर जला कर
બીનારોય પર રચાયેલ આ ગીતના ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીતકાર છે સી. રામચંદ્ર. સુમધુર કંઠ છે લતાજીનો.
૧૯૫૯ની ફિલ્મ ‘સુજાતા’નુ આ ગીત જન્મદિવસની ઉજવણીને અનુલક્ષીને છે.
तुम जियो हज़ारों साल
साल के दिन हों पचास हज़ार
सूरज रोज़ आता रहे रोज़ गाता रहे
लेके किरणों के मेले
पलछिन कलियाँ गिन गिन तेरा हर दिन
तब तक रँगों से खेलें
रँग जब तक बाकी है बहारों में
શશીકલા અને સાથે સાથે નૂતનના જન્મદિવસના સંદર્ભમાં રચાયેલ આ ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. ગાયિકા આશા ભોસલે.
૧૯૬૧ની ફિલ્મ ‘સ્ત્રી’. જે શાંતારામની જ જૂની ફિલ્મ ‘શકુંતલા’ની રીમેક છે તેમાં કન્યા વિદાય વખતે ઋષિ કણ્વ શકુંતલાને આશીર્વાદના આ વચનો કહે છે
आओ बिटिया आज तुमे
……………
जाओ लाडली पति के घर तुम सुखी रहो
ભરત વ્યાસના શબ્દોને સંગીત આપ્યું છે સી. રામચંદ્રએ. સ્વર છે મન્નાડેનો.
૧૯૬૩ની ફિલ્મ ‘પારસમણિ’નુ ગીત એક પ્રેમીના ભાવોને દર્શાવે છે જેમાં તે તેના રૂપની પ્રશંસાનાં ફૂલ પાથરે છે પણ સાથે સાથે તેની સલામતીની ઈચ્છા પણ દર્શાવે છે.
रोशन तुम्हीं से दुनिया रौनक़ तुम्हीं जहाँ की
फूलों में पलने वाली रानी हो गुलसिताँ की
सलामत रहो, सलामत रहो
આ ફૂલો ગીતાંજલી માટે મહિપાલ વરસાવે છે જેના રચયિતા છે ઇન્દીવર, સ્વર છે રફીસાહેબનો. લક્ષ્મીકાંત પ્યારેલાલ આ ગીતના સંગીતકાર છે. આ તેમની પ્રથમ સ્વતંત્ર ફિલ્મ હતી અને તેના સંગીતને લઈને તેમનું ફિલ્મ જગતમાં નામ બન્યું.
૧૯૬૩ની ફિલ્મ ‘દિલ એક મંદિર’નુ આ ગીત દીકરીનાં જન્મદિવસે ગવાયું છે. સ્વાભાવિક છે કે એક માના મુખે શુભેચ્છાજ નીકળવાની.
जूही की कली मेरी लाडलीनाज़ों की पली मेरी लाडली
ओ आस-किरन जुग-जुग तू जीए
नन्ही सी परी मेरी लाडली, ओ मेरी लाडली
મીનાકુમારી પર રચાયેલ આ ગીતના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીતકાર છે શંકર જયકિસન. સ્વર સુમન કલ્યાણપુર
૧૯૬૪ની ફિલ્મ ‘દૂર કી આવાઝ’નુ આ ગીત જન્મદિવસના ઉપલક્ષમાં છે.
हम भी अगर बच्चे होते
नाम हमारा होता गबलू बबलू
खाने को मिलते लड्डू
और दुनिया कहती
Happy birthday to you
બાળ કલાકારનું નામ દર્શાવ્યું નથી પણ જોની વોકર, સાઈરાબાનુ અને જોય મુકરજી આ ગીતના કલાકારો છે. ગીતના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીતકાર છે રવિ. ગાયકો છે આશા ભોસલે, મન્નાડે અને રફીસાહેબ.
૧૯૬૪ની ફિલ્મ ‘ઉપકાર’નુ આ ગીત એક દુઆના રૂપમાં છે.
हर ख़ुशी हो वहाँ, तू जहाँ भी रहे
हर ख़ुशी हो वहाँ, तू जहाँ भी रहे
ज़िंदगी हो वहाँ, तू जहाँ भी रहे
જેલમાં કેદ પ્રેમ ચોપરા(?)ને અનુલક્ષીને આશા પારેખ આ ગીત ગાય છે જેમાં તેને જેલમાં કોઈ તકલીફ ન પડે તેમ ઈચ્છે છે. શબ્દો છે ગુલશન બાવરાના, સંગીત છે કલ્યાણજી આણંદજીનું અને સ્વર છે લતાજીનો.
૧૯૬૪ની ફિલ્મ ‘આઈ મિલન કી બેલા’નુ આ ગીત પણ એક જન્મદિવસની ઉજવણી પર રચાયું છે.
तुम्हें और क्या दूँ मैं दिल के सिवा
तुमको हमारी उमर लग जाए
मुरादें हों पूरी सजे हर तमन्ना
मुहब्बत की दुनिया के तुम चाँद बनना
बहारों की मंज़िल पे हँसना-हँसाना
ख़ुशी में हमारी भी आवाज़ सुनना
कभी ज़िन्दगी में कोई ग़म न आए
રાજેન્દ્રકુમારને શુભેચ્છા આપનાર છે સાઈરાબાનુ. શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત છે શંકર જયકિસનનુ. સ્વર છે લતાજીનો.
૧૯૬૭ની ફિલ્મ ‘ફર્ઝ’નુ આ ગીત પણ જન્મદિવસના પ્રસંગે શુભેચ્છાઓ આપતું ગીત છે.
बार बार दिल ये गाये
तू जिये हजारों साल
ये मेरी है आरजू
Happy birthday to you
બબીતાના જન્મદિવસે જીતેન્દ્ર આ નૃત્યગીત રજુ કરે છે. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનુ. સ્વર છે રફીસાહેબનો.
https://youtu.be/Jn9_6yINCy4?list=TLGGsflSrQntqJ0xNTA4MjAyNA
૧૯૬૭ની ફિલ્મ ‘મેરા મુન્ના’નુ આ ગીત ફરી એકવાર જન્મદિવસની ઉજવણીને અનુલક્ષીને છે. આ ગીત બાળકો પર રચાયું છે.
बधाई हो बधाई, जनमदिन की तुमको
जनमदिन तुम्हारा मिलेंगे लड्डू हमको
बधाई हो बधाई, जनमदिन की तुमको
सदा दिल लगा के तू मेहनत से पढ़ना
मेहनत से पढ़ना पढ़ाई में आगे से आगे ही बढ़ना
બબલુના જન્મદિવસે જુનિયર મેહમુદ વધાઈ આપતા બાળમાનસને પણ ઉજાગર કરે છે. ગીતના શબ્દો છે કમર જલાલાબાદીના અને સંગીત છે કલ્યાણજી આણંદજીનું. સ્વર આપ્યો છે લતાજીએ.
https://youtu.be/oPUTfEph1kk?list=TLGGkV5atyK_CXcxNTA4MjAyNA
૧૯૬૯ની ફિલ્મ ‘અનોખી રાત’નુ આ ગીત પણ દીકરી માટે એક માની શુભેચ્છા દર્શાવે છે.
महलों का राजा मिला के रानी बेटी राज करेगी
खुशी-खुशी कर दो बिदा तुम्हारी बेटी राज करेगी
આ શુભેચ્છાઓ આપનાર છે ઝાહીદા. ગીતકાર ઇન્દીવર અને સંગીતકાર રોશન. સ્વર લતાજીનો.
૧૯૬૯ની ફિલ્મ ‘સુહાગરાત’નુ ગીત એક જુદા પ્રકારનું ગીત છે જેમાં પોતાની પ્રેયસીને અન્ય સાથે લગ્ન થતાં પ્રેમી તેને આ પ્રકારની શુભેચ્છાઓ આપે છે
ख़ुश रहो हर ख़ुशी है तुम्हारे लिये<
छोड़ दो आँसुओं को हमारे लिये
કલાકારો છે જીતેન્દ્ર અને રાજશ્રી. ગીતના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. સ્વર છે મુકેશનો.
૧૯૬૯ની ફિલ્મ ‘આરાધના’નુ આ ટાઈટલ ગીત પાર્શ્વગીત તરીકે નિરાશ થયેલી નાયિકાને ઉદ્દેશીને મુકાયું છે.
बनेगी आशा एक दिन तेरी ये निराशा
काहे को रोये चाहे जो होए
सफल होगी तेरी आराधना
ગીતમાં દેખાતા કલાકારો છે પહાડી સન્યાલ અને શર્મિલા ટાગોર. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીતકાર અને ગાયક છે સચિન દેવ બર્મન.
૧૯૭૦ની ફિલ્મ ‘ખીલોના’નુ ગીત પણ પોતાની પ્રેયસીના અન્ય સાથે લગ્ન થતાં સંજીવકુમાર આ ગીત ગાય છે.
तेरी शादी पे दूँ तुझको तोहफ़ा मैं क्या
पेश करता हूँ दिल एक टूटा हुआ
खुश रहे तू सदा, ये दुआ है मेरी
वफ़ा ही सही, दिलरुबा है मेरी
અન્ય કલાકારો છે શત્રુઘ્ન સિંહા અને મુમતાઝ. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાયક છે મુકેશ.
૧૯૭૧ની ફિલ્મ ’આપ આયે બહાર આઈ’નુ ગીત ફરી એકવાર જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે છે.
तारे तारे कितने नील गगन पे तारे
तेरी उमर हो इतने साल जीतने नील गगन पे तारे
तारे तारे कितने नील गगन पे तारे
કલાકારો છે રાજેન્દ્ર કુમાર અને સાધના. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાયકો છે હેમલતા અને રફીસાહેબ.
૧૯૮૩ની ફિલ્મ ‘નાસ્તિક’નુ આ ગીત લગ્ન પ્રસંગે ગવાયું છે.
हो दिल पे दिलबर की यारो हकुमत रहे
गाती हस्ती सदा ये मोहब्बत रहे
मेरे अल्लाह की तुज पे इनायत रहे
दूल्हा दुल्हन की जोड़ी सलामत रहे
ગીત જોતા જણાય છે કે અમિતાભ બચ્ચન છૂપા વેશમાં નવવધુને આશીર્વાદ આપવા આવ્યો છે. સાથે હેમા માલિની, પ્રાણ વગેરે કલાકારો પણ સામેલ છે. આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ અને ગાયક છે કિશોરકુમાર.
આશા છે ઉપર મુકેલા ગીતો સુજ્ઞ વાચકોને પસંદ પડ્યા હશે,
Niranjan Mehta
