ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
આઈ સી કપૂર અર્થાત ઈશ્વર ચંદ કપૂર પણ એક એવા ગીતકાર જેમનું નામ કાળની ગર્તામાં વિલીન થઈ ચુક્યું છે. મારા પ્રિય સંગીતકાર ચિત્રગુપ્તની ફિલ્મ ‘ ચાંદ મેરે આજા ‘ નું શીર્ષક ગીત ( રફી – લતા ) ‘ ચાંદ કો દેખો જી ‘ એમણે લખ્યું છે એ મને મોડી મોડી ખબર પડી. કેટલીક ફિલ્મોની કથા- પટકથા – સંવાદ પણ એમણે લખ્યા. એક સિંધી પ્રેમ કથાના અમર પાત્રો ઉપર આધારિત ફિલ્મ ‘ સસ્સી પુનું ‘ એમણે પોતે બનાવી. ૧૯૫૨ ની ફિલ્મ ‘ તરંગ ‘ નું નિર્દેશન પણ એમણે કર્યું. ઘર કી ઈજ્જત, દુસરી શાદી, ભોલી, ચહેરા, ચાંદ સિતારે, માનસરોવર, માં કા પ્યાર, અમર રાજ, ભાઈ બહેન, બેદર્દી, બચપન, મુસ્કુરાહટ, ફાઈટિંગ હીરો, એટમ બોમ્બ, યે હૈ દુનિયા, રોનક, નસીબ, રત્નાવલી, પીયા ઘર આજા, મધુબાલા, છોટી બહેન, અને સાવન જેવી ફિલ્મોમાં ૫૦ આસપાસ ગીતો લખ્યાં.
એમણે લખેલી બે ખુબસુરત ગઝલ :
આંખો મેં આંસુઓ કો પીયે જા રહી હું મૈં
ઔર દિલ કો તાર તાર કિયે જા રહી હું મૈં
બન બન કે આશિયાં મેરા ઉજડા બહાર મેં
ઇસ પર ભી ઐતબાર કીયે જા રહી હું મૈં
યે કશ્મકશ હે જિંદગી કી ઉનસે ક્યા ગિલા
અબ મૌત સે ભી પ્યાર કિયે રહી હું મૈં ..
( નૌશાદ સાહેબે પોતાની ફિલ્મ ‘ દુલારી ‘ માં લતાએ ગાયેલ ગીત ‘ ઐ દિલ તુજે કસમ હૈ તુ હિંમત ન હારના ‘ ની પ્રેરણા આ ગઝલની ધૂનમાંથી લીધી હોવી જોઈએ ! )
– ફિલ્મ : ચેહરા ૧૯૪૬
– શમશાદ બેગમ
– એમ એ મુખ્તાર
કભી ખુશીયો કે નગમે હૈ કભી ગમ કા તરાના હૈ
યહી દસ્તુરે દુનિયા હૈ યહી દર્દે ઝમાના હૈ
સમજ કુછ ભી નહીં આતા બસ ઇતના હમ સમજતે હૈં
બહાના ભી હકીકત હૈ હકીકત ભી બહાના હૈ
સુનો ઇસ ઝિંદગી કી દાસ્તાં તુમકો સુનાતે હૈં
હૈ દિલ મેં દર્દ કા તુફાં લબોં કો મુસ્કુરાના હૈ
મૈં મેહમાં હી સહી લેકિન મુજે ઉલ્ફત હૈ
ઇસ ઘર સે મુજે હર એક કીમત પર તેરે ઘર કો બસાના હૈ..
– ફિલ્મ : તરંગ ૧૯૫૨
– રાજકુમારી દુબે
– ચિત્રગુપ્ત
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
