ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
આ ગીતકારનું નામ પણ પ્રથમ દ્રષ્ટિએ અજાણ્યું લાગે પણ એમણે રચેલી ગૈર ફિલ્મી રચનાઓ ના મુખડા જાણીને પણ આ પ્રકારના ગીતોના શોખીનોના દિલ બાગ બાગ થઈ જાય ! યાદ કરો મન્ના ડેએ ગાયેલી આ રચનાઓ. ‘ નઝારોં મેં હો તુમ ખયાલો મેં હો તુમ ‘ અને ‘ યાદ ફિર આઇ દર્દ સંગ લાઈ ‘. આ બંને રચનાઓના રચયિતા છે ચંદ્રશેખર પાંડે. આમાં એમણે લખેલું મદનમોહનની ફિલ્મ ‘ છોટે બાબુ ‘ નું હેમંતકુમારે ગાયેલું ગીત ‘ લે લે દર્દ પરાયા કર દે દૂર ગમ કા સાયા ‘ ઉમેરીએ તો તો સોનામાં સુગંધ ભળે!
ચોર, લાડલી, મહાત્મા કબીર, ગવૈયા, ભક્ત પુંડલિક જેવી છ ફિલ્મોમાં માત્ર તેર ગીતો લખ્યાં. એમાં આ બે ગઝલો પણ શામેલ છે :
જિંદગી કી રોશની તો ખો ગઈ
એક અંધેરી રાત બસ મૈં હો ગઈ
ખ્વાબ લે આંખો મેં બસને આઈની
આંખ કી દો બુંદ મેં ખુદ સો ગઈ
દેને ઠંડક પહોંચી મસ્તાની હવા
આંખ દિલ કી લગતે હી લૂ હો ગઈ
સાથી બસ વો તારા થા ઉસકે લિયે
મેરી કિસ્મત કાલી બદરી હો ગઈ
કોઈ તો બતલાયે કબ પાઉંગી મૈં
ટુટે દિલ કી રોશની જો ખો ગઈ ..
– ફિલ્મ : લાડલી ૧૯૪૯
– લતા
– અનિલ વિશ્વાસ
હમારી આંખો સે દિલ કે ટુકડે અબ આંસુ બન કર નિકલ રહે હૈં
કે આજ તેરે કરીબ રહ કર તેરી જુદાઈ મેં જલ રહે હૈં
હમારી કિસ્મત સે જિંદગી કી કોઈ તમન્ના હુઈ ન પૂરી
હમારે ઇસ નામુરાદ દિલ કે હઝારોં અરમાં મચલ રહે હૈં
યહી તમન્ના હૈ અબ હમારી કે આખરી બાર તુમકો દેખેં
તુમ્હારી સુરત કે દેખને કો ચરાગ આંખોં કે જલ રહે હૈં ..
– ફિલ્મ : ગવૈયા ૧૯૫૪
– સુરેન્દ્ર
– રામ ગાંગુલી
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
