ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

આ પણ તદ્દન અજાણ્યા ગીતકાર, પણ એ સાવ સ્વાભાવિક છે. ઉર્દૂ સાહિત્યિક વર્તુળોમાં ખાસ્સું નામ હોવા છતાં ફિલ્મોમાં માત્ર એક જ ફિલ્મ ‘ શહનાઝ ‘  માટે કુલ પાંચ ગીત લખ્યા, જેમાં અહીં આપેલી બે ગઝલો પણ શામેલ છે.

અસલ નામ અમીનુર રહેમાન. ૧૯૨૦ માં જન્મ અને ૧૯૭૫ માં ઇન્તેકાલ. શાયર ઉપરાંત વાર્તાકાર અને વ્યંગકાર પણ હતા. એમની એક પ્રસિદ્ધ ગૈર ફિલ્મી ગઝલનો મત્લો કેવો ખૂબસૂરત છે !

ઇશ્ક કે મરાહિલ મેં વો ભી વક્ત આતા હૈ
આફતેં બરસતી હૈં, દિલ સુકુન પાતા હૈ..

એમની ગઝલો :

ઐ નિગાહે યાર તેરા શુક્રિયા
કર દિયા બીમાર તેરા શુક્રિયા

લુટને વાલે મેરા સબ્ર ઓ કરાર
શુક્રિયા સૌ બાર તેરા શુક્રિયા

તુ હી મેરી બેકસી કા દોસ્ત હૈ
ઐ ખયાલ એ યાર તેરા શુક્રિયા

જિંદગી બન જાતી ખુદ બરબાદ કી
ઇશ્ક કે આઝાર તેરા શુક્રિયા

દર્દ બક્ષા ગમ દિયા આંસુ દિયે
બક્ષિશે દિલદાર તેરા શુક્રિયા

ગમ પે ગમ ખા કર ભી તુ ખામોશ હૈ
ઐ દિલ એ બીમાર તેરા શુક્રિયા

ભરતે ભરતે ભર ન જાએ ઝખ્મ એ દિલ
ઓર ભી ઈસ્તાર તેરા શુક્રિયા

તુ કિએ જા હર ઘડી લાખોં સિતમ
મૈં કહું હર બાર તેરા શુક્રિયા..

 

( તલત મહેમુદનું ‘ આરામ ‘ 11952 નું ‘ શુક્રિયા ઐ પ્યાર તેરા શુક્રિયા ‘  તુરંત યાદ આવે ! )

– ફિલ્મ : શહનાઝ ૧૯૪૮

– અમીરબાઈ કર્ણાટકી (ગાયિકા અને સંગીતકાર )

 

મોહબ્બત મેં ખુદાયા ઐસે ગુઝરે જિંદગી અપની
વો નફરત ભી કરેં તો કમ ન હો ઉલ્ફત કભી અપની

ઉન્હી કો સૌંપ દી હૈ મૈને સારી જિંદગી અપની
કે વો જિસ ચીઝ મેં ખુશ હોં ઉસી મેં હૈ ખુશી અપની

તમન્ના કુછ નહીં મેરી બસ ઇતના ચાહતા હું મૈં
જો ગમ ઉનકા હૈ લે લું મૈં ઉન્હે દે દું ખુશી અપની

નજર ને ઉનકો દેખા ઝૂક ગયા દિલ ઉનકે કદમો પર
નહીં ઇસકે સિવા કુછ દાસ્તાને જિંદગી અપની..

 

( આ ગઝલ ફિલ્મ ‘ જુગનુ ‘ ૧૯૪૮ ની અસગર સરહદી લિખિત અને નૂરજહાંએ ગાયેલ ગઝલ ‘ હમેં તો શામે ગમ મેં કાટની હૈ જિંદગી અપની ‘  વાળા કાફિયા, રદીફ અને બહરમાં છે. )

–  ફિલ્મ શહનાઝ ૧૯૪૮

– મોહમ્મદ રફી

– અમીરબાઈ કર્ણાટકી


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.