ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ગીતકાર મનમોહન સાબિર નું નામ પણ સાવ અજાણ્યું. એમની ગઝલોની જાણકારીનો તો સવાલ જ નથી ! ( સાબિર એટલે સબ્ર કરનાર, ધૈર્યવાન )
મનમોહન સાબિર મૂળભૂત રીતે ફિલ્મકાર હતા. અમિતાભ બચ્ચનની પહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની ‘ (૧૯૬૯) નું નિર્માણ એમણે કરેલું. આકાશ, પહેલી મોહબ્બત, ભગવાન ઔર શૈતાન, રિટર્ન ઓફ સુપરમેન, જિંદા લાશ, બ્યુટી ક્વિન, વક્ત કા બાદશાહ, જેવી નિષ્ફળ ફિલ્મોનું નિર્દેશન પણ એમણે કર્યું.
લકી નંબર, શીશે કી દિવાર, હોટેલ, ભગવાન ઔર શૈતાન, ઝિંદા લાશ, રિટર્ન ઓફ સુપરમેન જેવી કુલ 8 ફિલ્મોમાં માત્ર 36 ગીતો લખ્યા. 2012માં અવસાન પામ્યા. ફિલ્મ અભિનેતા આકાશદીપના તેઓ પિતા અને અભિનેત્રી શીબાના શ્વસુર થાય.
એમણે લખેલી બે ગઝલો :
સારા ચમન થા અપના વો ભી થા એક ઝમાના
અબ સામને નઝર કે જલતા હૈં આશિયાના
અબ ઇસ મર મર કે જીને સે મિટા દેતે તો અચ્છા થા
મોહબ્બત કી ન ઇતની તુમ સઝા દેતે તો અચ્છા થા
ઘડીભર મુસ્કુરા કર ઉમ્ર ભર કા અબ તો રોના હૈ
નજર મિલતે હી ગર મુજકો રુલા દેતે તો અચ્છા થા
મોહબ્બત કે ચરાગોં કો બુઝાના થા બુઝા દેતે
મગર દિલ કી લગી કો ભી બુઝા દેતે તો અચ્છા થા..
( શરૂઆતની બે પંક્તિઓ ગીતની સાખી છે. )
આ ગઝલ વાંચતાં તલત – લતાનું ‘ યાસ્મીન ‘ ફિલ્મનું યુગલ ગીત ‘ તુમ અપની યાદ ભી દિલ સે ભૂલા જાતે તો અચ્છા થા ‘ યાદ આવી જાય !
– ફિલ્મ : આકાશ ૧૯૫૨
– લતા
– અનિલ બિશ્વાસ
દિલ હમ કો ઢુંઢતા હૈ હમ દિલ કો ઢૂંઢતે હૈં
મંઝિલ કે પાસ આકર મંઝિલ કો ઢુંઢતે હૈં
ઉલ્ફત કરો તો જાનેં દિલ દો તો હમ ભી માને
દિલ કો લીયે હુએ હમ કાતિલ કો ઢુંઢતે હૈં
આસાં હૈ પ્યાર કરના કર કે નિભાના મુશ્કિલ
મુશ્કિલ સે લડને વાલે મુશ્કિલ કો ઢુંઢતે હૈં
ઉલ્ફત હૈ મૌજે દરિયા જિસકા નહીં કિનારા
મૌજોં મેં ઘિર ગયે હમ સાહિલ કો ઢુંઢતે હૈં
ઇસ ઇશ્ક ને ખબર હૈ ક્યા ક્યા હૈં ગુલ ખિલાએ
લૈલા કો ચાહને વાલે મેહમિલ કો ઢુંઢતે હૈં..
( મેહમિલ = ઊંટ, વજન ઉપાડનાર )
આ જ બહર, કાફિયા અને રદીફથી એક ગઝલ જાંનિસ્સાર અખ્તર સાહેબે ફિલ્મ ‘ યાસ્મીન ‘ માટે ૧૯૫૫5 માં લખેલી જેને આપણે આ શૃંખલાના જાંનિસ્સાર સાહેબ વાળા પ્રકરણમાં સામેલ કરી ચૂક્યા છીએ. આ ગઝલ કોઈ વાદ્ય વૃંદ વિના ખૂબ જ અદભુત રીતે ગવાઈ છે. જરૂર સાંભળશો.
– ફિલ્મ : રિટર્ન ઓફ સુપરમેન ૧૯૬૦
– મીના કપુર / શંકર દાસગુપ્તા
– અનિલ બિશ્વાસ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
