ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ગીતકારોની અડધી સદી વટાવ્યા પછી પણ બે મુખ્ય ગીતકારો રહી ગયા હતા કારણ કે એમની લખેલી ગઝલો શોધી જડતી નહોતી. હવે એ છાનબીનની ફળશ્રુતિ મળી છે તો એમને સામેલ કરી લઈએ.
પહેલાં અનજાન. અસલ નામ લાલજી પાંડે. મૂળભૂત રીતે ગુણી કવિ હોવા છતાં બજારની ચપેટમાં આવીને ઉંદર દોડમાં એ પણ મામુલી ગીતો લખવા માંડેલા. એમના શરૂઆતના સર્જનાત્મક દૌરમાં એમણે લંબે હાથ, ગોદાન, નમસ્તેજી, બહારેં ફિર ભી આએગી, બંધન અને યાદગાર જેવી ફિલ્મો માટે કેટલાક અર્થપૂર્ણ ગીતો પણ લખેલા. ( ‘બહારોં થામ લો અબ દિલ મેરા ‘ – મુકેશ / લતા અને ‘હિયા ઝરત રહત દિન રૈન‘ મુકેશ ). ‘૭૦ અને ‘૮૦ ના દાયકામાં એમણે લખેલા સેંકડો ગીતોમાંથી ભાગ્યે જ કોઈમાં દમ હતો.
વર્તમાન યુગના ‘ સફળ ‘ ગીતકાર સમીર એમના સુપુત્ર.
૩૦૦ થી વધુ ફિલ્મોમાં ૧૫૦૦ ઉપરાંત ગીતો છતાં માંડ મળેલી એમની બે ગઝલો :
હરેક દિલ કો હમને ટટોલા હૈ લેકિન કિસી દિલ મેં ભી અબ મુરવ્વત નહીં હૈ
યે દુનિયા બડી બેવફા હૈ યહાં પર કિસી કો કિસી સે મોહબ્બત નહીં હૈ
જલાકર ખુદ અપને હી દાગે જિગર કો ઉજાલા ભી કર લેંગે હમ અપને ઘર મેં
કિસી ચાંદ સુરજ કી હસરત નહીં અબ કિસી રોશની કી જરૂરત નહીં હૈ
અગર અપને અશ્કો કો હમ હુકમ દે દેં તો પલ મેં યે સારી ખુદાઈ બહા દેં
કયામત સે પહેલે કયામત જગા દેં મગર હમકો રોને કી આદત નહીં હૈ…
– ફિલ્મ : બાઝાર બંધ કરો ૧૯૭૪
– આશા ભોંસલે
– બપ્પી લાહિરી
ઇસ કદર આપ હમકો જો તડપાયેંગે તો કસમ આપકી હમ તો મર જાયેંગે
આપ કરકે જો વાદા મુકર જાયેંગે તો કસમ આપકી હમ તો મર જાયેંગે
ના ઘટા હે ના બુંદે ન પૂર્વાઇયાં ફિર ભી ભીગી સી રહેતી હૈં તન્હાઈયાં
ઘિર કે બાદલ જો યુ હી બિખર જાયેંગે તો કસમ આપકી હમ તો મર જાયેંગે
ઇશ્ક ઇતના જો કરતે સનમ બેરહેમ તો ખુદા કે ભી તેવર બદલ દેતે હમ
આપકા દિલ જો હાસિલ ન કર પાયેંગે તો કસમ આપકી હમ તો મર જાએંગે..
– ફિલ્મ : અપને રંગ હઝાર ૧૯૭૫
– લતા
– લક્ષ્મીકાંત પ્યારેલાલ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
