પ્રો. અશ્વિનકુમાર ન. કારીઆ

આખરે સંસદનાં બંને ગૃહોએ મહિલા અનામત ખરડો પસાર કરી દીધો છે. પરંતુ તેનો ઇતિહાસ અને વર્તમાન સંસદીય ઇતિહાસમાં મહિલાઓનાં પ્રદાન વિશેની હકીકત જાણવાનું ગમશે. એ જાણીને નવાઈ લાગશે કે બ્રિટીશ સરકારે ગવર્મેન્ટ ઓફ ઇંડિયા એક્ટ, ૧૩૫ હેઠળ પ્રાંતીય ધારાસભાઓમાં ૪૧ ટકા અને કેન્દ્રિયગૃહમાં મર્યાદિત મહિલા અનામતની જોગવાઈ કરી હતી. પરંતુ તે સમયે મહિલા સંગઠનોએ જ આ અનામતની એમ કહીને ટીકા કરી હતી કે સ્વાતંત્ર્ય-ચળવળ અવરોધવાનો આ પ્રયાસ છે. આ વિરોધ છતાં, ૧૯૩૭માં યોજાયેલ પ્રાંતીય ધારાસભાઓમાં કુલ ૮૦ મહિલાઓ સફળ થઈ હતી. અમેરિકા અને રશિયા બાદ આ સંખ્યા વિશ્ર્વમાં ત્રીજા ક્રમે હતી. પ્રવીણ રાય નામના રાજકીય નિરીક્ષકે જજ્ઞીવિં અતશફ છયતયફભિવ લેખમાં જણાવાયું કે મહિલાઓના આ મર્યાદિત અનુભવે મહિલાઓ માટે નવી પ્રણાલિકા સ્થાપી હતી અને દાયકાઓ માદ મહિલા અનામત ૩૩ ટકા હવે વાસ્તવિક બનેલ છે.

આઝાદ ભારતમાં પ્રથમ સંસદમાં માત્ર એસ.સી.-એસ.ટી. માટે અનામતની જોગવાઈ હતી. મહિલા અનામતને સંસદમાં સ્થાન ન હતું. આમ છતાં ૧૯૫૨માં યોજાયેલ પ્રથમ લોકસભા ચૂંટણીમાં ૪.૪ ટકા મહિલાઓએ ચૂંટણીમાં સફળ થઈ લોકસભામાં પ્રવેશ મેળવ્યો હતો. તેમાંની કેટલીક મહિલાઓએ અગત્યના ખરડાઓ પસાર થવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તે સમયની લોકસભાની ૪૯૯ બેઠકોમાં ૨૨ મહિલાઓ હતી. તેમાં રાજકુમારી અમૃત કૌર, સુભદ્રા જોશી, સુચેતા કૃપલાની, અમ્મુ સ્વામીનાથન અને એન્ની, પ્રથમ લોકસભાનાં અગ્રીમ હરોળના મહિલા સાંસદો હતાં. કૌરને આરોગ્ય પ્રધાન અને મેરેગેથમ ચંદ્રશેખરને નાયબ આરોગ્ય પ્રધાન બનાવાયાં હતાં. રાજકુમારી અમૃત કૌર ચુસ્ત ગાંધીવાદી અને સામાજિક સુધારા માટે લડાયક મિજાજ ધરાવતાં હતાં. દેશના આરોગ્ય માળખામાં બદલાવ લાવનાર તેઓ પ્રથમ હતાં. ખાદ્ય ભેળસેળ નિવારણ ધારાનો ખરડો તેમણે ૧૦ ઓગસ્ટ ૧૯૫૨ના રોજ લોકસભામાં પેશ કર્યો હતો અને આ ખરડો ૧૯૫૪માં કાયદો બન્યો હતો.

રાજકુમારી અમૃત કૌરે અનુસ્નાતક તબીબી શિક્ષણ અને સંશોધનની સંસ્થાની રચના માટે પણ ખરડો રજૂ કર્યો હતો. આ ખરડો રજૂ કરતી વખતે તેમણે કહ્યું, “દેશમાં તબીબી શિક્ષણમાં ઉચ્ચ ધોરણો અનુસરવામાં આવે તે મારું સ્વપ્ન છે. તેમણે ૧૮ ફેબ્રુ. ૧૯૫૬ના રોજ રજૂ કરેલ આ ખરડો સંસદે સ્વીકાર્યો અને પરિણામે એઈમ્સનો જન્મ થયો. મુંબઈ પરા વિસ્તારમાંથી ચૂંટાયેલ જયશ્રી રાયજી અને સીતાપુરના સાંસદ ઉમા નહેરુએ ઓગસ્ટ ૧૯૫૩માં દહેજ પ્રતિબંધ માટેનો ખરડો રજૂ કર્યો હતો અને હાલ તે દહેજ પ્રતિબંધ ધારો, ૧૯૬૧ તરીકે અમલમાં છે. સરદાર પટેલની પુત્રી અને ખેડા મત વિસ્તારનાં સાંસદ મણિબહેન પટેલે ઝવય જીાાયિતતશજ્ઞક્ષ જ્ઞર ઈંળળજ્ઞફિહ ઝફિરરશભ ફક્ષમ ઇજ્ઞિવિંયહત । ઈવશહમયિક્ષ’ત ઈંક્ષતશિંશિંજ્ઞક્ષત નામના બે ખાનગી ખરડાઓ લોકસભામાં રજૂ કર્યા હતા. વડાપ્રધાન નહેરૂ અને સીતા પરમાનંદે આ ખરડાઓને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. મણિબહેનની રજૂઆત એ હતી કે બાળકોના હિતના નામે કેટલીક સંસ્થાઓ બોગસ છે. અને બાળકોનું શોષણ થઈ રહેલ હોવાથી તેના નિયમન માટે કાયદો હોવો જોઈએ. ૧૯૫૬માં આ કાયદો અસ્તિત્વમાં આવ્યો. કેટલીક મહિલા સાંસદોએ આગામી સમય પારખી ખરડાઓ રજૂ કરેલ છે. દા.ત. બંગાલનાં રેણુકા ચક્રવર્તીએ સમાન કામ માટે સમાન વેતન માટેનો ખરડો રજૂ કર્યો હતો અને ૧૯૭૬માં આ કાયદો પસાર થયો છે. આ ખરડો રજૂ કરતી વખતે તેમણે કહ્યું, “વિશ્ર્વના કેટલાક દેશોમાં આવો કાયદો અમલમાં છે. બંધારણમાં પણ આ જોગવાઈનો ઉલ્લેખ છે.” રેણુકા ચક્રવર્તીએ ’૮૦ના દાયકામાં ગૃહિણીઓ માટે અઠવાડિયામાં એક દિવસ ફરજિયાત રજા રાખવાનો પણ લોકસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જોકે આ પ્રસ્તાવ ઊડી ગયો હતો.

પ્રસ્તાવિત મહિલા વિરોધી સુધારાનો પણ મહિલા સાંસદોએ કરેલ જોરદાર વિરોધની નોંધ લીધા વગર આ લેખ અધૂરો જ ગણાય. ભારતીય ફોજદારી સંહિતા (આઈ.પી.સી.)ની વ્યભિચાર (ફમીહયિિું) અંગેની કલમમાં સુધારો કરી સ્ત્રીઓને પણ ગુનેગાર ઠરાવવા માટેનો એક પ્રસ્તાવ ફૂલસિંહજી ડાભીએ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવનો વિરોધ કરતાં જયશ્રી રાયજીએ કહ્યું કે ભારતીય સમાજમાં મહિલાઓ હજુ સમાન નથી. તેમણે કહ્યું કે આ જોગવાઈ દાખલ કરતા અગાઉ માણસોને સમાન દરજ્જો પ્રાપ્ત થવો જોઈએ. તેમની સાથે આચરવામાં આવી રહેલ ભેદભાવનો પ્રથમ અંત આવવો જોઈએ. હાલે મહિલાઓને નબળી અને અબળા ગણવામાં આવે છે. તેમને આર્થિક સ્વાતંત્ર્ય પ્રાપ્ત થવું જોઈએ અને પછી કાયદામાં સુધારો થવો જોઈએ.


(સૌજન્ય : આદરીજા રોય ચૌધરીનો ઇન્ડિયન એક્સપ્રેસ તા. ૨૪ સપ્ટે.૨૩માં પ્રગટ લેખ)


સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧૬ ડીસેમ્બર, ૨૦૨૩