ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
વહીદ કુરેશી એટલે વધુ એક એવા ગીતકાર જેમના નામ અને કામથી ભાગે જ કોઈ પરિચિત છે. ( વહીદ કુરેશી નામના અન્ય એક વિદ્વાન લેખક, કવિ અને શિક્ષણ શાસ્ત્રી પણ આ જ ગાળામાં પાકિસ્તાનમાં થઈ ગયા. )
વહીદ સાહેબે દિલ કી બસ્તી (૧૯૪૨ )નામની ફિલ્મનું દિગ્દર્શન પણ કરેલું અને ફેશનેબલ વાઈફ (૧૯૪૯), મેરી કહાની ( ૧૯૪૮), દુનિયાદારી (૧૯૪૮) ઘર કી લાજ (૧૯૬૦ ), ઘર સંસાર (૧૯૫૮) અને નેક પરવીન (૧૯૪૬ )નું લેખન પણ.
‘૪૦ અને ‘૫૦ના દશકમાં એમણે પ્યાસે નયન, આબશાર, મેરે સાજન, ગૃહસ્થી, દિલ કી બસ્તી, ભૂલ ન જાના, નેક પરવીન, તુફાન, રંગીન કહાની, પતિ સેવા, બ્લેક આઉટ, ખઝાનચી કા બેટા અને લહેરી કેમેરામેન જેવી ત્રીસેક ફિલ્મોમાં ૧૫૦ થી વધુ ગીતો પણ લખ્યા. ફિલ્મ સંગીતના અસલ શોખીનોએ કદાચ એમનું લખેલું ફિલ્મ ‘ પ્યાસે નૈન ‘ ( ૧૯૫૪ ) નું તલત અને આશાએ ગાયેલું યુગલ ગીત ‘ મેરે જીવનમેં આયા હે કૌન ‘ સાંભળ્યું પણ હશે.
એમના ગીતોમાં ગઝલો પણ ખાસ્સી માત્રામાં હતી એમાંની ત્રણ ગઝલો :
ખામોશ મોહબ્બત કી ખામોશ કહાની હૈ
આંખે હૈ ઝુબાન દિલ કી આંખો સે સુનાની હૈ
રહેને દે મેરે દિલ મેં તું રોગ જુદાઈ કા
યે તેરી મોહબ્બત કી છોટી- સી નિશાની હૈ
કર કે દુનિયા દિલ કી આબાદ મોહબ્બત સે
બરબાદ ઇસે કરને કી કિસ લિયે ઠાની હૈ
તુ ચાહે તો ઠુકરા દે તુ ચાહે તો અપના લે
દિલ હે તેરે કદમો પર ઠોકર મેં જવાની હૈ..
– ફિલ્મ : સહેલી ( ૧૯૪૨ )
– રતનબાઈ
– બશીર દેહલવી
વો અબ ન આયેંગે ઐ દિલ તુ ઈન્તેઝાર ન કર
તુ બેકરાર ના હો મુજકો બેકરાર ન કર
યે કૈસે આંખ મેં આંસુ યે કૈસા દર્દે દિલ
તુ ભૂલ જા ઉન્હેં અબ યાદ બાર બાર ન કર
યે કહ કે દિલ ને બુઝા ડાલા આરઝૂ કા ચિરાગ
કિસી પે ભૂલ કે દુનિયા મેં ઐતબાર ન કર..
– ફિલ્મ: ભૂલ ન જાના ૧૯૪૭
– બ્રિજ માલા
– ખાન મસ્તાના
ઉનસે હમ કુછ કહેતે કહેતે રહ ગયે
લેકિન આંસુ સબ ફસાના કહ ગયે
આગ દિલ મેં તુમ લગા કર ચલ દિયે
ઔર યહાં અરમાન જલતે રહ ગયે
દિલ કે ટુકડે થે નિશાની પ્યાર કી
આજ વો ભી આંસુઓ મેં બહ ગયે..
– ફિલ્મ: દિલ કી બસ્તી ૧૯૪૯
– લતા
– ગુલામ મોહમ્મદ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
