નિરંજન મહેતા
ए भाई, ज़रा देख के चलो
आगे ही नहीं, पीछे भी
दायें ही नहीं, बायें भी
ऊपर ही नहीं, नीचे भी
ए भाई…
तू जहाँ आया है
वो तेरा
घर नहीं, गली नहीं, गाँव नहीं
कूचा नहीं, बस्ती नहीं, रस्ता नहीं
दुनिया है
और प्यारे
दुनिया ये सरकस है
और सरकस में
बड़े को भी, छोटे को भी, खरे को भी
खोटे को भी, दुबले भी, मोटे को भी
नीचे से ऊपर को, ऊपर से नीचे को
आना-जाना पड़ता है
और रिंग मास्टर के कोड़े पर
कोड़ा जो भूख है
कोड़ा जो पैसा है
कोड़ा जो क़िस्मत है
तरह-तरह नाच के दिखाना यहाँ पड़ता है
बार-बार रोना और गाना यहाँ पड़ता है
हीरो से जोकर बन जाना पड़ता है
गिरने से डरता है क्यों, मरने से डरता है क्यों
ठोकर तू जब तक न खाएगा
पास किसी ग़म को न जब तक बुलाएगा
ज़िन्दगी है चीज़ क्या नहीं जान पायेगा
रोता हुआ आया है, रोता चला जाएगा
ए भाई ज़रा देख के…
क्या है करिश्मा, कैसा खिलवाड़ है
जानवर आदमी से ज़्यादा वफ़ादार है
खाता है कोड़ा भी, रहता है भूखा भी
फिर भी वो मालिक पे करता नहीं वार है
और इनसान ये माल जिसका खाता है
प्यार जिस से पाता है, गीत जिस के गाता है
उसके ही सीने में भौंकता कटार है
ए भाई ज़रा देख के…
हाँ बाबू, ये सरकस है शो तीन घंटे का
पहला घंटा बचपन है
दूसरा जवानी है
तीसरा बुढ़ापा है
और उसके बाद
माँ नहीं, बाप नहीं
बेटा नहीं, बेटी नहीं
तू नहीं मैं नहीं
ये नहीं, वो नहीं
कुछ भी नहीं रहता है
रहता है जो कुछ वो
ख़ाली-ख़ाली कुर्सियाँ हैं
ख़ाली-ख़ाली तम्बू है
ख़ाली-ख़ाली घेरा है
बिना चिड़िया का बसेरा है
ना तेरा है, ना मेरा है
https://youtu.be/u0I8bCWcY3Y
૧૯૭૦ની ફિલ્મ મેરા નામ જોકરનું આ બીજું ગીત છે જેમાં જીવનની ફિલસુફી છલકે છે.
સરકસ એ આપણી જિંદગીનું જ એક રૂપ છે તેમ આ ગીતમાં દર્શાવાયું છે. કહે છે કે આ જિંદગીરૂપી સરકસમાં સર્વેને આવવું જવું પડે છે, ભલે તે પાતળો હોય કે જાડો, ખરો હોય કે ખોટો, નાનો હોય કે મોટો. વળી તેમ પણ સમજાવે છે કે જ્યાં તમે રહો છો તે ગલી, ઘર, રસ્તો, ગામ વગેરે તમારા નથી. તમે તો આવ્યા છો અને સમય આવ્યે ત્યાંથી છોડીને જતાં રહેવાના.
સરકસમાં જેમ રીંગ માસ્ટર હોય છે તેમ આ દુનિયાના રીંગ માસ્ટર, પ્રભુ, ભૂખ, પૈસો, નસીબ જેવા કોરડા માનવી ઉપર વીંઝે છે અને તેને લઈને મનુષ્યએ જાત જાતના કામો કરવા પડે છે, ભલે તે ગમતું હોય કે નહીં. પણ આમ આખડતા પડતાં રહેવાથી શા માટે ગભરાવવું? જ્યાં સુધી ઠોકર નહીં ખાઓ, જ્યાં સુધી દુઃખનો અનુભવ નહીં કરો ત્યાં સુધી જિંદગીની ખરી કિંમત નહીં સમજાય. એ તો સર્વ વિદિત છે કે માનવ આ જગતમાં આવે છે ત્યારે રડતો આવે છે અને જાય છે ત્યારે અન્યો તેના માટે રડે છે.
આગળ બહુ સુંદર કટાક્ષ મુક્યો છે. કહે છે કે માનવી કરતા જાનવર વધુ વફાદાર છે. સરકસમાં જાનવર માલિક તરફથી કોરડા ખાય છે, ભૂખ્યો રહે છે છતાં તે માલિક પર હુમલો નથી કરતો. જ્યારે માનવી જેનું ખાય છે, જેનો પ્રેમ મળ્યો છે, જેના તે ગુણગાન ગાય છે તેને જ પીઠ પાછળ છરો ભોંકે છે. આ કેવી કરામત, આ કેવી રમત!
સરકસના આ ખેલને જીવનના ખેલ સાથે સરખાવ્યો છે. જેમ સરકસમાં ત્રણ કલાકનો શો હોય તે જ રીતે માનવીના જીવનમાં પણ ત્રણ તબક્કા છે, બાળપણ, જુવાની અને બુઢાપો. પણ જેવો બુઢાપો સમાપ્ત થાય છે ત્યારે પછી કોઈ કોઈનું નથી રહેતું. જેમ સરકસનો શો પત્યા પછી ખાલી ખુરસીઓ, ખાલી તંબુ રહી જાય છે તેમ માનવીના ગયા પછી જે કાંઇ રહે છે તે બધું ખાલી ખાલી જ અનુભવાય છે. મારૂં તમારૂં કાંઈ જ નથી રહેતું.
આમ સરકસના એક જોકર દ્વારા કહેવાયેલી આ ફિલસુફીભરી વાત આપણને જરૂર વિચાર કરતાં કરી મુકે છે.
આ ગીતના રચયિતા છે નીરજ જેને સંગીત આપ્યું છે શંકર જયકિસને અને સ્વર છે મન્નાડેનો.
Niranjan Mehta
