ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

‘૬૦ ના દાયકામાં ગૈર ફિલ્મી ગીતો- ગઝલોના રેડિયો કાર્યક્રમમાં બે રચનાઓ અવારનવાર સંભળાતી. તલત મહેમૂદની ગાયેલી નઝમ ‘  પ્યાર કી મેહફીલ તેરી સહી પર વીરાને સબ મેરે હૈં ‘ અને મોહમ્મદ રફી સાહેબે ગાયેલી ‘ મેરી મહોબ્બત કુબુલ કર લો ગરીબ શાયર કે આંસુઓ કા હકીર તોહફા કબૂલ કર લો‘ આ બંને રચનાઓ હતી ખાવર ઝમાનની.

ઝમાન સાહેબે સોના ચાંદી, ટેન ઓ’ક્લોક, ખેલ, ગુરુ ઘંટાલ, ખૂની ખજાના, ફ્લાઈંગ મેન, ઝીમ્બો કી બેટી, સાયા, પેડ્રો, નેક ખાતુન, તિકડમબાઝ અને હોટેલ જેવી ત્રીજા અને ચોથા દરજ્જાની ફિલ્મોમાં એકંદરે સારા કહી શકાય એવા ૫૦ ઉપરાંત ગીતો લખ્યા. ન ફિલ્મો ચાલી, ન ગીતો !

અહીં આપેલી એમની બે ફિલ્મી ગઝલોમાંની બીજી ગઝલ વાળી ફિલ્મ ‘પ્યાર કી બાતે’ ના તો નાયિકા પણ નરગીસ જેવા ખ્યાતનામ અભિનેત્રી હતા પણ ખાવર ઝમાનને પ્રકાશમાં લાવવા એમની બુલંદી કોઈ કામમાં ન આવી –

યે રંજ જુદાઈ કે ઉઠાયે નહી જાતે
મજબુર હૈ લબ પર ભી તો લાયે નહીં જાતે

વાદે જો મોહબ્બત કે નિગાહો ને કિયે થે
વો ભૂલ ગયે હમ સે ભુલાયે નહી જાતે

વો ઉનકી જફાએં હોં યા ખુદ કી વફાએં
યે રાઝ હૈં – ગૈરોં કો સુનાયે નહીં જાતે

કબ તક મૈં દિલ કો માર કે દું જુઠી તસલ્લી
અબ જાન કે ધોકે ભી તો ખાયે નહીં જાતે…

– ફિલ્મ: ગઝલ ૧૯૪૫

– નસીમ અખ્તર

– જ્ઞાન દત્ત

 

અબ કહાં જાએ કે અપના મહેરબા કોઈ નહીં
તેરી દુનિયા મેં હમારા પાસબાં કોઈ નહીં

લુટ રહા હે આશિયા મેરી નજર કે સામને
ઔર મૈં ખામોશ હું જૈસે જુબાં કોઈ નહીં

હસરતો કે બાગ મેં યુઁ છા ગઇ બરબાદીયાં
ફુલ હૈં, કલિયાં હૈં લેકિન આશીયાં કોઈ નહીં..

 

–  ફિલ્મ : પ્યાર કી બાતે ૧૯૫૧

– લતા

– ખૈયામ


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.